અંબાજી દર્શને જતા લોકો સાવધાન, વહિવટી તંત્રએ લીધો છે મોટો નિર્ણય

દર વર્ષે મા અંબાજીના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે, નોધનિય છે કે ભાદરવા મહિનાની પૂનમના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. પરંચુ કોરોનાના કારણે આ વર્ષે મેળાનું આયોજન રદ કરવામાં આવ્યું છે. જો કે મેળો રદ કર્યો હોવા છતા મોટી સંખ્યામાં લોકો માતાના દર્શને આવી રહ્યા છે. જેને લઈને તંત્રએ મોટો નિર્ણય લીધો છે. અંબાજી બાજુનો એક માર્ગ હાલમાં બંધ કરવાનો વહીવટી તંત્રે નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, વહીવટી તંત્રએ દાંતા-અંબાજી માર્ગ બંધ કરી દીધો છે. જ્યાં હવે ખાનગી પેસેન્જર વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે જેથી તમારે જો આ રસ્તે જવાનું થાય તો પહેલા જ સાવચેત રહેજો. મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શને આવતા હોવાથી આનિર્ણય લેવાયો છે.

image socure

નોંધિનય છે કે, અંબાજીમાં ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ છે હાલમાં વિવિધ યાત્રા સંઘ અંબાજી તરફ પદયાત્રા માટે આવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાય ભક્તો અંબાજી તરફ પદયાત્રાએ નિકળ્યા છે જેને કારણે દાંતાથી અંબાજી તરફ જવાનો માર્ગ ખાનગી વાહનો માટે બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. જેથી કોઈ અકસ્માત ન સર્જાય. નોંધનિય છે કે, હડાદ નજીક એક અજાણ્યા વાહનની ઠોકરથી ત્રણ પદયાત્રીઓના મોત નિપજ્યા હતા ત્યાર બાદ વહીવટી તંત્રએ પદયાત્રીઓની સુરક્ષા માટે આ મોટો નિર્ણય લીધો છે.

image soucre

ભાદરવી પૂનમનો મેળો રદ્દ થયો હોવા છતાં મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી મંદિર તરફ જઈ રહ્યા હોવાના પરિણામે વહીવટી તંત્રએ આ નિર્ણય લેવાની ફરજ પડી છે. તમને જણાવી દઈએ કે, અંબાજી મંદિરે યોજાનારો ભાદરવી પૂનમનો મેળો આ વર્ષે નહીં યોજાય તેની પહેલાથી જ જાણ કરવામાં આવી હોવા છતા લોકોનો પ્રવાહ અવિરત માના દર્શને આી રહ્યો છે. જો કે મંદિર ભાવિકો માટે ખુલ્લું રહેવાના વહીવટી તંત્રના નિર્ણયથી માઈ ભક્તોમાં ખુશીનો માહોલ છે. આ દરમિયાન બે વર્ષ પછી માઈ ભક્તો પદયાત્રાથી અંબાજી પહોચવા ભારે ઉત્સાહિત છે. નોંધનિય છે કે, અંબાજીમાં ભાદરવી પૂનમને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે અંબાજી જતા માર્ગો પર પદયાત્રીની સંખ્યા વદી રહી છે. જાણે 20 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓની માનવસાંકળ સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

image soucre

તમને જણાવી દઈએ કે, દેશની આઝાદી પહેલાથી અંબાજી પગપાળા સંઘ છેલ્લા 187 વર્ષથી પોતાની માનતા પુરી કરવા અંબાજી ખાતે પહોંચે છે, જો કે તે પણ આ વખતે ઓછી સંખ્યામાં પદયાત્રીઓ સાથે અંબાજી પહોંચ્યા હતા.