ભારતમાં વેચાતી અમેરિકન કંપનીઓની કારો કરતા ભારતીય કંપનીઓની કાર વધુ વેચાય છે , જાણો કારણ

વર્ષ 2021 માં સૌથી વધુ વેચાયેલી ટોપ ટેન કારો નું લિસ્ટ એક વખત જુઓ. આ લિસ્ટમાં 7 ગાડીઓ મારુતિ કંપનીની છે અને ત્રણ ગાડીઓ hyundai કંપનીની છે. આનાથી એ અંદાજો કાઢી શકાય કે મારુતિ કંપની ભારતીય ગ્રાહકો પર ભારે પ્રભુત્વ ધરાવે છે. આજના આર્ટિકલમાં અમે આપને જણાવીશું કે ભારતીય મૂળની કંપનીઓ શા માટે ભારતીય બજારમાં લોકપ્રિય રહે છે ? અને તેની સામે અમેરિકન કંપનીઓ પણ કેમ ટકી નથી શકતી ? પછી ભલે તે કંપની હાર્લે કે જનરલ મોટર્સ હોય કે પછી હાર્લી-ડેવિડસન પણ કેમ ના હોય. હવે તો ફોર્ડ કંપનીએ પોતાનો પ્લાન્ટ બંધ કરી દેવાની પણ જાહેરાત કરી દીધી છે .આવું કેમ થઈ રહ્યું છે ? તેના વિશે ઓટો એક્સપર્ટ ટુટુ ધવન નુ મંતવ્ય જાણીશું. એ પહેલા વર્ષ 2021 માં ભારતની સૌથી વધુ વેચાયેલી કારોનું લીસ્ટ જોઈ લઈએ. (આ આંકડાઓ નાણાંકીય વર્ષ હિસાબે છે એટલે કે એપ્રિલ બાદના અને statista વેબસાઈટ દ્વારા જાહેર કરાયેલા છે)

  • 1. મારુતિ સ્વીફ્ટ
  • 2. મારુતિ બલેનો
  • 3. મારુતિ વેગન આર
  • 4. મારુતિ અલ્ટો
  • 7. મારુતિ ઇકો
  • 6. હ્યુન્ડાઇ ક્રેટા
  • 7. મારુતિ ઇકો
  • 8. હ્યુન્ડાઇ ગ્રાન્ડ i 10
  • 9. મારુતિ વિટારા બ્રેઝા
  • 10. હ્યુન્ડાઇ વેન્યુ
image socure

આ લિસ્ટ જોયા બાદ એ સ્પષ્ટ થઈ જાય છે કે બીજી કંપનીઓ મારુતિ ની આસપાસ પણ નથી આવી. આવું કેમ થાય છે અને ભારતીય મૂળની કંપનીઓ જ ગ્રાહકને કેમ પસંદ આવે છે ? એ સવાલ હજુ યથાવત છે પરંતુ એ પહેલા અમે આપને એપ્રિલ-જૂન 2021 દરમિયાન ના આંકડાઓ બતાવીશું કે આ સમયગાળા દરમિયાન જેટલી કાર વેચાઇ હતી તેમાં કઇ કંપનીની કેટલી કરો હતી ?

  • મારુતિ (48.7%)
  • હ્યુન્ડાઇ (17.8%)
  • ટાટા મોટર્સ (10%)
  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (6.7%)
  • કિયા (6.6%)
  • ટોયોટા (3%)
  • રીનોલ્ટ (2.7%)
  • અન્ય (2.3%)
image soucre

ઉપર આપેલ આંકડાઓમાં જે અન્ય છે તેમાં ફોર્ડ ના વેચાણની ભાગીદારી છે. આમ પણ ફોર્ડના કહેવા અનુસાર કોરોના મહામારી બાદ તેનું સેલિંગ ઘટી રહ્યું છે. અહેવાલો અનુસાર કંપનીને લગભગ 2 અબજ ડોલરનું નુકશાન થયું છે. ઓગસ્ટમાં દેશભરમાં 1508 ગાડીઓ વેંચી હતી. જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં કંપનીએ 4731 કાર ફોર્ડ વેંચી હતી. એટલે કે કંપનીના વેંચાણમાં 68.1 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. ફાડાની રિપોર્ટ અનુસાર પેસેન્જર વહિકલ સેગમેન્ટમાં ઓગસ્ટમાં ફોર્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની 3604 ગાડીઓનું રજિસ્ટ્રેશન થયું હતું અને તેના માર્કેટ શેયર માત્ર 1.42 ટકા હતા. એટલે કે કંપનીનું સર્વાઇવલ મુશ્કેલ થઈ રહ્યું છે. પરંતુ આમ કેમ ?

image soucre

આ વાત પર જાણીતા ઓટો એક્સપર્ટ ટુટુ ધવનએ જણાવ્યું હતું કે, અમેરિકન બ્રાન્ડ ભારતના ગ્રાહકોને સમજી નથી શકતા જ્યારે તેનાથી વિપરીત મારુતિ જેવી બ્રાન્ડ ગ્રાહકોની જરૂરતો અને નબળાઈ બન્ને જાણે છે. લોકલ કંપનીઓ આ આધારે જ માર્કેટિંગ કરે છે અને ગ્રાહકને કાર વેંચી દીધા બાદ સર્વિસ આપવા સુધી સાથે રહે છે. જ્યારે આ કામમાં અમેરિકન કંપનીઓ ફેલ રહી છે.

image socure

ફોર્ડ કેમ ફેલ થઈ ? એ સવાલના જવાબમાં ટુટુ ધવન કહે છે કે, વિદેશી કંપનીઓ ને ભારતીય ગ્રાહકોની સાયકલોજી સમજાતી નથી. અહીં સુધી કે તેની પાસે ફ્યુચર પ્લાન જ નથી હોતા. ફોર્ડની સૌથી મોટી નબળાઈ એ હતી કે ગ્રાહકને કાર વેંચ્યા બાદ તેની સર્વિસ ગ્રાહકોને મોંઘી પડતી હતી. ડીલર છોડીને ભાગી રહ્યા હતા કારણ કે તેના પૈસા વસુલ નહોતા થઈ રહ્યા. આ કારણે કંપનીની શાખને નુકશાન થઇ રહ્યું હતું.

image soucre

જ્યારે જનરલ મોટર્સ અને હાર્લે ડેવિડસનને લઈને ટુટુ ધવનએ જણાવ્યું હતું કે હાર્લે પાસે પ્રીમિયમ ગ્રાહકો જ હતા જે બહુ ઓછા હતા. બાઈકસ મોંઘી હતી અને મોંઘી બાઈકસ ખરીદવી સૌ કોઈનું કામ નથી હોતું અને જે લોકો એ બાઈક ખરીદી શકે છે તેઓ રોજ રોજ બાઈક બદલાવી નથી શકતા.

image socure

ત્યારબાદ જનરલ મોટર્સ બાબતે ટુટુ ધવનએ જણાવ્યું હતું કે, કંપની પાસે અમુક કારો હતી અને તેઓ પાસે ગ્રાહકોને ઓફર કરવા માટે કઈં નવું નહોતું. એટલે આ ત્રણે કંપનીઓએ વારાફરતી જવું પડ્યું.

શું હવે વિદેશી કંપનીઓ પર ભારતીયો ભરોસો કરી શકે ?

image soucre

આ સવાલના જવાબમાં ઓટો એક્સપર્ટ ટુટુ ધવનએ જણાવ્યું કે, એ વાત સાચી છે કે તેઓ અહીં એક ભય મૂકીને ગયા છે. આ ભયને આપણે આંકડાઓની દ્રષ્ટિએ જોઈએ તો ફોર્ડના લગભગ 4000 કર્મચારીઓ અને સેંકડો ડિલરો પર તેની અસર થશે. જ્યારે ગ્રાહક તરફથી જોઈએ તો કોઈને એ નથી ખબર કે આગળ કેટલા દિવસ સુધી તેની કારના સ્પેર પાર્ટ મળશે. આવા જ કારણો છે જેને લઈને ભારતીયો એમ માને છે કે ભલે જે હોય તે આપણી ભારતીય કંપનીઓ જ આપણી છે.