સુરત મહિલા PSI આપઘાત કેસ: સુરત PSI કેસમાં અમિતાએ બહેનને કરેલી પતિના અફેરની વાતોનું રેકોર્ડિંગ સામે આવતા જ ફફડાટ, જાણો વિગતો

સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશીએ 5મી ડિસેમ્બરના રોજ પોતાને પેટના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. અમિતાના પિતાએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાના પતિ વૈભવ, સાસુ હર્ષાબેન, સસરા જીતેશ અને નણંદ મનીષા અને અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી જ આ કેસમાં કોઈ નવા નવા વળાંક સામે આવી રહ્યા છે અને હવે ફરી એકવાર નવી વાત સામે આવી છે. આ વખતનું અપડેટ કંઈક ચોંકાવનારું જ છે. અમિતા જોશીના આપઘાત કેસમાં પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા પોલીસ પતિ વૈભવના આડાસંબંધો પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.

image source

હાલમા મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો પતિની કોલ-ડિટેઇલ પણ મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે. આ સાથે પતિના આડાસંબંધો અંગે અમિતા બહેનને ફોન કરી વાત કરતી હતી એનું રેકોર્ડિંગ પણ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અમિતાના પિતાના આક્ષેપના આધારે પોલીસે મહિધરપુરા પોલીસે અમિતાના પતિ વૈભવ ફરતે તપાસ કેન્દ્રિત કરી છે. પોલીસે પતિ વૈભવ સહિત સાસારિયાંની મોબાઈલ કોલ-ડિટેઇલ મગાવી છે, આ સાથે મૃતક અમિતાનાં સાસારિયાંના ત્રાસ અને પતિના અફેરની વાતો નાની બહેન કાજલને ફોન પર કરતી હતી.

image source

હવે કાજલે તો આ બધી જ વાતચીતનું રેકોર્ડિંગ કર્યું છે. એટલા માટે હવે આગામી દિવસોમાં પુરાવા તરીકે રેકોર્ડિંગ પોલીસને સુપરત કરાશે. આગામી દિવસોમાં પોલીસ અમિતાના પિયરિયાનું વિગતવાર નિવેદન નોંધશે. અને પછી જોવાનું રહેશે કે કેસમાં કોણ ગુનેગાર છે અને કેટલી સજા મળે છે. ઉલ્લેખનીય છેવ કે, સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશીએ 5મી ડિસેમ્બરના રોજ પોતાને પેટના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારે આખા શહેરમાં સોપો પડી ગયો હતો.

image source

આત્મહત્યા બાદની વાત કરીએ તો કેટલાંય વળાંકો આવ્યા અને નવા નવા નામો સામે આવ્યા છે. જો એ પછીની વાત કરીએ તો આત્મહત્યા બાદ અમિતાના પિતાએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાના પતિ વૈભવ, સાસુ હર્ષાબેન, સસરા જીતેશ અને નણંદ મનીષા અને અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. વૈભવના આડાસંબંધોને કારણે અમિતાએ બનાવના અઠવાડિયા પહેલાં મારી દીકરી કાજલ સાથે છૂટાછેડા લેવા બાબતે વાત પણ કરી હતી. અમિતા ફોન પર બહેન કાજલ( અમિતાની નાની બહેન)ને વૈભવના બહારના આડાસંબંધો અને સાસરિયાં દ્વારા તેના આખા પગારની માગણી કરતા હોય અને જૈમિનને પણ પોતાની સાથે ન રાખતા હોય એવી વાતો કરતી હતી. અમિતાએ પોતાના નામે ફ્લેટ તેમજ બ્રિઝા કાર ખરીદી કરેલી એ બાબતે પણ સાસુ-સસરા,નણંદ તથા વૈભવ વારંવાર કેમ તે તારા નામે આ બધું કરી લીધું છે, વૈભવના નામે કેમ કાંઈ નથી લેતી, એમ કહી હેરાન કરતાં હતાં.

વૈભવના આડાસંબંધોને કારણે અમિતાએ બનાવના અઠવાડિયા પહેલાં બહેન કાજલ સાથે છૂટાછેડા લેવા બાબતે તેમજ જૈમિનને રાજકોટ મૂકી જાવ અને મારી પણ રાજકોટ બદલી કરાવી લઈશ એવી વાત કરી હતી. મહિધરપુરા પોલીસમાં અમિતાએ આપઘાત કર્યાની જાણ થઈ હતી. ગોળી વાગી મોત થવું અને વૈભવની હાજરી સુરતમાં હોય એવી મને શંકા છે. આ સિવાય એ પણ વાત સામે આવી હતી કે, અમિતાએ પહેરેલું ટીશર્ટ શોલ્ડરના ભાગે થોડું ફાટેલું હતું. એ ટીશર્ટ પહેલાં અગાઉના દિવસે બહેન કાજલ સાથે વિડિયો કોલમાં એક્સરસાઇઝ કરેલ ત્યારે ફાટેલ જણાયું ન હતું.

image source

ઉલ્લેખનીય છે કે છેલ્લા સાતેક વર્ષથી પીએસઆઈ તરીકે બજાવતા અને મૂળ ભાવનગરના ઘોઘાના વતની અમિતા જોશી અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવ્યા બાદ સુરતમાં પીએસાઈ તરીકે સીધા કન્ટ્રોલમાં નોકરી પર ચડ્યાં હતાં. કન્ટ્રોલમાં નોકરી કર્યા બાદ ચારેક વર્ષ જેટલા સમય ગાળાથી તેઓ ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા હતાં.

image source

હાલ તેમની પાસે પટેલ નગર પોલીસ ચોકીનો પણ વધારાનો ચાર્જ હતો. અમિતા જોશીના પતિ વૈભવ પણ હાલ પોલીસ બેડામાં ફરજ બજાવી રહ્યા છે. તેમના પતિ સચિન પોલીસમાં એમટી ડ્રાઈવર તરીકેની ફરજ બજાવી રહ્યાં છે. અમિતાના જોશીના પતિ અગાઉ ભાવનગરમાં ફરજ બજાવતા હતાં. પરંતુ છેલ્લા એક વર્ષથી તેઓ બદલી કરાવીને સુરત આવ્યાં હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત