પૂર્વ સાંસદ એસપીવાઈ રેડ્ડીની ફેક્ટરીમાં ગેસ લીકેજ, 1નું મોત 3 ઈજાગ્રસ્ત

આજે સવારે આંધ્રપ્રદેશમાં આવેલા કુર્નૂલ જિલ્લાના નંદ્યાલ શહેરની એસપીવાઈ એગ્રો કેમિકલ ફેક્ટરીમાં લીકેજ થયાની ઘટના બની હતી. કેમિકલ ફેક્ટરીમાં અચાનક શનિવારે સવારે એમોનિયા ગેસ લીકેજ થયો હતો. આ કારણે એક મેનેજરનું મોત નીપજ્યું હતું. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.

image source

આ અંગે જાણવા મળતાં રિપોર્ટ્સ અનુસાર એક મેનેજરના મોત ઉપરાંત ગેસ ગળતરના કારણે ફેકટરીના 3 મજૂરોની તબિયત પણ લથડી છે. જેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના સમયે ફેક્ટરીમાં કુલ 5 લોકો હતા.

અત્રે ઉલ્લેખનીય એ પણ છે કે આ કેમિકલ ફેક્ટરી પૂર્વ સાંસદ એસપીવાઈ રેડ્ડીની છે અને તે નંદી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડરી ફેક્ટરી છે. આ દુર્ઘટના બાદ કુર્નૂલ જિલ્લા કલેક્ટર વીરા પાંડિયનએ ફેક્ટરીનું નિરીક્ષણ કર્યું હતું. ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ તેમણે નિવેદન આપતાં કહ્યું હતું કે લોકોને ગભરાવાની જરૂર નથી. ફેક્ટરીમાં સ્થિતિ હવે નિયંત્રણમાં છે.

image source

આ ફેક્ટરીના માલિક એસપીવાઈ રેડ્ડી 2 વખત તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ રહ્યા હતા. એસપીવાઈ એગ્રો ફેક્ટરીમાં દરરોજ અંદાજે 1.50 લાખ લિટર દારૂ બને છે. આ દારુ અનાજમાંથી બનાવવામાં આવે છે. આજે અહીં ગેસ લીકેજ થવાથી મોટી જાનહાનિની ભીતિ સેવાઈ રહી હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ થઈ નથી. ગેસ લીકેજ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી પગલા ભર્યા હતા તેમજ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

image source

મહત્વપૂર્ણ છે કે ગત માસમાં જ વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર પ્લાન્ટમાં ગેસ ગળતર થયું હતું. આ ઘટનામાં 12 લોકોએ જીવ ગુમાવ્યા મોત હતા. જ્યારે 400 જેટલા લોકો બીમાર થઈ ગયા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીને વિશાખાપટ્ટનમની મુલાકાત લીધી હતી. આ દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા હતા તેના પરિવારજનોને 1-1 કરોડ તેમજ ગંભીર રીતે બીમાર થયેલાને 10-10 લાખ રૂપિયા અને ગેસ ગળતરની જેમને અસર થઈ ગતી તેવા અસરગ્રસ્તોને 1-1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત