10 વર્ષની અનિશાનું પીએમ મોદીને મળવાનું સપનું થયું સાકારઃ બાળકીના પ્રશ્ન સાંભળીથી ખડખડાટ હસી પડ્યા વડાપ્રધાન

10 વર્ષની બાળકી અનિશા નું સપનું બુધવારે પૂરું થયું જ્યારે તે સંસદ પહોંચી અને વડાપ્રધાન મોદીને મળી. અનીશા નુ સપનુ હતુ કે તે વડાપ્રધાન મોદીને મળે અને તેમને પ્રશ્ન પૂછે. આ માટે તેણે એવું કામ કર્યું કે વડાપ્રધાન મોદીએ તેને તુરંત જ મળવા બોલાવી લીધી. અનીશા અહમદનગર ના સાંસદ ડોક્ટર સુજય વિખે પાટિલની દીકરી અને મહારાષ્ટ્ર દિગ્ગજ નેતા રાધાકૃષ્ણ પાટિલની પૌત્રી છે. તે છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન મોદીને મળવા આતુર હતી અને તેના માતા-પિતાને આ વાત કહી પણ રહી હતી.

image soucre

અનીશા ના માતા પિતા તેને સમજાવતા રહ્યા કે વડાપ્રધાન મોદી નો દિવસ વ્યસ્તતા થી ભરેલો હોય છે અને તે કદાચ જ કોઈ ને મળવાનો સમય આપી શકે. આ વાત સાંભળીને કંટાળી અનીશાએ જાતે જ તેના પિતાનું લેપટોપ લઇ તેમાં લોગીન કરી વડાપ્રધાન મોદીને એક ઈમેલ મોકલી દીધો.

image soucre

આ ઈ-મેલમાં તેણે લખ્યું હતું કે, હેલો સર હું અનીશા છું અને મને તમારી સાથે મુલાકાત કરવી છે. આ મેઇલનો જ્યારે જવાબ આવ્યો ત્યારે બાળકી ખુશીથી નાચવા લાગી. કારણ કે જવાબ માં લખેલું હતું કે દોડીને મળવા આવતી રહે.. જ્યારે વીખે પાટીલ પરિવાર સાથે સંસદ પહોંચ્યા તો વડાપ્રધાન મોદીએ પણ આતુરતાથી પૂછ્યું કે અનિશા ક્યાં છે ? નાનકડી અનીશા પણ પીએમ મોદીને મળી ખુશખુશાલ થઈ ગઈ હતી.

અનીશા અને પીએમ મોદીની મુલાકાત દસ મિનિટ સુધી ચાલી. વડાપ્રધાન મોદીએ તેને એક ચોકલેટ આપી. આ સાથે જ અનિશાના મનમાં પ્રધાનમંત્રી ને પૂછવા ના જેટલા પણ પ્રશ્નો હતા તે બધા જ તેણે પૂછી નાખ્યા. અનીશાએ વડાપ્રધાન ને પૂછ્યું કે તેઓ રોજ અહીંયા જ બેસે છે ? તેમની ઓફિસ કેટલી મોટી છે ? આ પ્રશ્નો સાંભળી પીએમ એ કહ્યું કે આ એમની ઓફિસ નથી. આ દરમિયાન જ અચાનક અનિશા એ ફરી પૂછ્યું કે શું તમે ગુજરાતી છો ? અને તેમે ક્યારે રાષ્ટ્રપતિ બનશો ? આ વાત સાંભળી પીએમ પણ ખડખડાટ હસી પડ્યા.

અનીષાએ પીએમ મોદીને એમ પણ કહ્યું કે તે છેલ્લા ઘણા મહિનાથી તેમને મળવા ઈચ્છતી હતી અને એક મેલ કરવાથી પીએમ સાથે તેની મુલાકાત થઈ ગઈ.