કોઈનો પતિ એકટર તો કોઈની પત્ની હાઉસવાઈફ, અનુપમાં સ્ટાર કસ્ટના કોણ છે રિયલ લાઈફ પાર્ટનર્સ

રાજન શાહીનો શો અનુપમા હંમેશા TRP ચાર્ટ પર રાજ કરે છે. અનુપમા ટીવી સિરિયલનું પ્રીમિયર વર્ષ 2020માં 13 જુલાઈએ થયું હતું. ત્યારથી આ ટીવી સિરિયલે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. આ ટીવી સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રૂપાલી ગાંગુલી હવે ઘર-ઘરમાં જાણીતી છે. રૂપાલી ગાંગુલી સાથે, દર્શકો આ ટીવી સિરિયલની અન્ય સ્ટાર કાસ્ટને પણ પસંદ કરે છે. હાલમાં આ ટીવી સિરિયલમાં જોવા મળી રહ્યું છે કે માલવિકાના આવવાથી આ ટીવી સિરિયલની વાર્તા બદલાઈ ગઈ છે.અનુપમાં પણ હવે અનુજને પ્રેમ કરવા લાગી છે પણ એ અનુજને પોતાના દિલની વાત કહી નથી શકતી

અનુપમા ટીવી સિરિયલના આગામી એપિસોડ્સની જેમ, દર્શકો શોના કલાકારોના અંગત જીવન વિશે અપડેટ રહેવાનું પસંદ કરે છે. શું તમે જાણો છો કે આ ટીવી શોના કલાકારોના રિયલ લાઈફ પાર્ટનર કોણ છે.

રૂપાલી ગાંગુલી

image soucre

અનુપમા ટીવી સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રૂપાલી ગાંગુલીએ અશ્વિન કે વર્મા સાથે લગ્ન કર્યા છે. અશ્વિન કે વર્મા એક ક્રિએટિવ કંપનીના માલિક છે. બંનેને એક વહાલો દીકરો પણ છે. રૂપાલી ગાંગુલી અવારનવાર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના પતિની તસવીરો શેર કરતી રહે છે

ગૌરવ ખન્ના

image soucre

આ ટીવી સિરિયલમાં અનુજનું પાત્ર ભજવનાર એક્ટર ગૌરવ ખન્નાનો રિયલ લાઈફ પાર્ટનર ખૂબ જ સુંદર છે. ગૌરવ ખન્નાએ ટીવીની જાણીતી અભિનેત્રી આકાંશા ચમોલા સાથે લગ્ન કર્યા છે. આકાંક્ષા ચમોલાને સૌથી વધુ લોકપ્રિયતા સ્વરાગિની ટીવી સિરિયલથી મળી હતી. તેણે ભાગ્યલક્ષ્મી, ગંગા યમુના અને ભૂતુ જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

મદાલસા શર્મા

image source

અનુપમાની જેમ મદાલસા શર્માનો પરિવાર પણ બોલિવૂડ જગત સાથે સંબંધ ધરાવે છે. મદાલસા શર્મા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની વહુ છે. મદાલસાના લગ્ન મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ચક્રવર્તી સાથે થયા છે. બંનેએ 10 જુલાઈ 2018ના રોજ લગ્ન કર્યા હતા.

સુધાંશુ પાંડે

image source

સુધાંશુ પાંડે પણ અનુપમા ટીવી સિરિયલનો અભિન્ન ભાગ છે. સુધાંશુ પાંડેની રિયલ લાઈફ પત્ની મોના પાંડે ખૂબ જ સ્વીટ છે. સુધાંશુ અને મોનાના લગ્ન થયા ત્યારે મોના માત્ર 22 વર્ષની હતી.

અલ્પના બુચ

image source

આ ટીવી સિરિયલમાં માતાની ભૂમિકા ભજવતી અભિનેત્રી અલ્પના બુચનો પતિ એક્ટર છે. અલ્પનાએ અભિનેતા મેહુલ બુચ સાથે લગ્ન કર્યા છે જેઓ ઘણા ટીવી શો અને ફિલ્મોમાં જોવા મળ્યા છે.

અરવિંદ વૈદ્ય

image source

અરવિંદ વૈદ્યના લગ્ન જયશ્રી વૈદ્ય સાથે થયા છે. આ ટીવી સિરિયલમાં અરવિંદ બાપુજીની ભૂમિકા ભજવે છે. આ કપલની દીકરી વંદના પાઠક જાણીતી ટીવી એક્ટ્રેસ છે.

તસ્નીમ શેખ

image source

અનુપમા ટીવી સિરિયલમાં રાખી દવેનું પાત્ર ભજવતી અભિનેત્રી તસનીમ શેખે સેમ નેરુરકર સાથે લગ્ન કર્યા છે. આ ટીવી સિરિયલમાં તે કિંજલની માતાનો રોલ કરી રહી છે. તસ્નીમને વાસ્તવિક જીવનમાં એક નાની પુત્રી પણ છે.