Apple પ્રોડકટ ખરીદવાના શોખીન લોકો ગુડ ન્યૂઝ, આગામી મહિનાથી બજારમાં આવી શકે છે આ પ્રોડકટ

ફોનની દુનિયામાં એપલ કંપનીનું નામ ટોચની કંપનીઓમાં ગણવામાં આવે છે. એ વાત પણ વાસ્તવિકતા છે કે એપલ કંપનીના મોટાભાગના પ્રોડકટની કિંમત સામાન્ય રીતે બજારમાં મળતા તેના જેવા જ પ્રોડકટ કરતા ક્યાંય વધુ હોય છે. પરંતુ કહેવાય છે ને કે જેટલો ગોળ નાખીએ પાણી એટલું ગળ્યું થાય. એ મુજબ એપલ કંપનીના ફોન સહિતના વિવિધ પ્રોડકટ ભલે મોંઘા ભાવના મળતા હોય પણ સામે તેની ક્વોલિટી અને સુરક્ષા અન્ય સામાન્ય પ્રોડકટ કરતા ક્યાંય વધારે છે.

image soucre

એપલ ભલે આઈફોન 13 સિરિઝને લઈને લૉન્ચની તારીખ સેટ કરી રાખી હોય પરંતુ યુઝર્સને હજુ સુધી તેની કોઈ માહિતી નથી. પરંતુ હવે એક નવી ચાઈનીઝ સોશ્યલ મીડિયા વેબસાઈટ અનુસાર એપલ તેનો આગામી નવો આઈફોન લાઈનઅપ 17 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરી શકે છે. નવી લીક તારીખ નવા આઈફોન સિરીઝ માટે છે. જેઓને નથી ખબર તેઓને જણાવી દઈએ કે એપલ પોતાના લોન્ચ ઇવેન્ટનું આયોજન મંગળવારે કરી શકે છે અને સેલની શરૂઆત શુક્રવારથી થઈ શકે છે.

image soucre

સાથે જ પોસ્ટ દ્વારા એ પણ જાણવા મળે છે જે કંપની ગુરુવાર 30 સપ્ટેમ્બરના રોજ ત્રીજી જનરેશનના એરપોડની શરૂઆત કરશે. તારીખનું એલાન વિબો પોસ્ટ પર કરવામાં આવી છે. પોસ્ટમાં ઇ કોમર્સ એપની તસ્વીર દેખાઈ રહી છે જેમાં અપકમિંગ એપલ પ્રોડક્ટ્સ બાબતે માહિતી આપવામાં આવી છે. એપનું સ્ક્રીનશોટ અનુસાર એપલ 17 સપ્ટેમ્બરથી બધા ચાર આઈફોન 13 મોડલનું વેંચાણ કરી શકે છે. તેમાં આઈફોન 13, આઈફોન 13 પ્રો, આઈફોન 13 મીની અને આઈફોન 13 પ્રો મેક્સ શામેલ થશે. IPhone લોન્ચ બાદ AirPods 3 ના સપ્ટેમ્બર બાદ રજૂ કરવામાં આવશે.

image soucre

નોંધનીય છે કે આ પહેલા પણ સપ્ટેમ્બરમાં તારીખોથી લઈને અનેક એલાન કરી ચુક્યા છે. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે આઈફોનને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં લોન્ચ કરવામાં આવી શકે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તરીખને લોન્ચ કરશે. આ સ્થિતિમાં હવે નવી તારીખનું એલાન આ વાતનું સમર્થન છે.

એ પણ નોંધનીય છે કે ગમે તે લોન્ચ તારીખ સાચી હોય કે ખોટી પરંતુ એપલ દ્વારા પહેલા જ ઇવેન્ટ અને શૂટમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. હાલની અપડેટમાં એપલની એંવાયરમેન્ટની વીપી લિસા જેક્સને ટ્વિટર પર એક ફોટો અપલોડ કર્યો હતો જેમાં તે એપલના અપકમિંગ ઇવેન્ટ બાબતે હિંટ આપી રહી છે.

ફોટોમાં જેક્સન સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે જેમાં તે એ સ્થાને વ્યવસ્થિત રીતે ઉભા છે જ્યાં એપલ ઇવેન્ટનું આયોજન થાય છે એ સિવાય અનેક પ્રોડક્શન ઈકવિપમેન્ટને પણ સ્ટેજ પર જોઈ શકાય છે જેનાથી એ સ્પષ્ટ થાય છે કે કંપની અપકમિંગ ઇવેન્ટ માટે શૂટિંગ કરી રહ્યા હતા.