ઐશ્વર્યાએ પહેલી જ મુલાકાતમાં ઉડાવ્યો હતો અભિષેકનો મજાક, પછી થયું કંઈક એવું કે….

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાયની લવસ્ટોરી ખૂબ જ શાનદાર છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 1997માં થઈ હતી. જો કે, આ મુલાકાત સમયે, બંને એકબીજાના પ્રેમમાં પડ્યા ન હતા. આ મુલાકાતના વર્ષો પછી, અભિષેક અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી શરૂ થઈ અને તેઓએ વર્ષ 2007માં લગ્ન કરી લીધા. હાલમાં તેઓને દસ વર્ષની પુત્રી આરાધ્યા છે. ચાલો જાણીએ કે ઐશ્વર્યા રાયે પહેલી જ મુલાકાતમાં અભિષેક બચ્ચનની કેવી રીતે મજાક ઉડાવી?

image soucre

અત્યાર સુધી એવું કહેવાય છે કે અભિષેક અને ઐશ્વર્યા રાયની પહેલી મુલાકાત વર્ષ 2000માં ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ દરમિયાન થઈ હતી. પરંતુ આના લગભગ ત્રણ વર્ષ પહેલા બંને એકબીજાને મળ્યા હતા. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’ દરમિયાન થઈ હતી. ઐશ્વર્યા રાયે આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે અભિષેક બચ્ચન પ્રોડક્શન બોય તરીકે કામ કરી રહ્યા હતા.

image soucre

ઔર પ્યાર હો ગયા’ વર્ષ 1997માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય સાથે બોબી દેઓલ પણ હતો. આ ફિલ્મમાં શમ્મી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું નિર્દેશન રાહુલ રવૈલે કર્યું હતું. અભિષેક બચ્ચને તેની તાજેતરની વાતચીતમાં ઐશ્વર્યા રાય સાથેની તેની પ્રથમ મુલાકાતનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો.

image soucre

અભિષેક બચ્ચને હાલમાં જ ‘ધ રણવીર શો પોડકાસ્ટ’માં કહ્યું હતું કે તે પિતા અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘મૃત્યુદાતા’માં પ્રોડક્શન બોય હતો. ફિલ્મના લોકેશનની રેકી માટે તેને સ્વિટ્ઝરલેન્ડ મોકલવામાં આવ્યો હતો. બોબી દેઓલ અને ઐશ્વર્યા રાય પણ તે સમયે સ્વિટ્ઝર્લેન્ડમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તે સમયે બોબી દેઓલ અને ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચનને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું

અભિષેકે કહ્યું કે તે સમયે ઐશ્વર્યા રાયની ડેબ્યૂ ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની પહેલી મુલાકાત ઐશ્વર્યા રાય સાથે ડિનર પર જ થઈ હતી. પહેલી મુલાકાત દરમિયાન ઐશ્વર્યા રાય તેની વાત સમજી શકી ન હતી અને તેની મજાક ઉડાવી રહી હતી. અભિષેકે કહ્યું કે તે સમયે ઐશ્વર્યા રાયે તેને કહ્યું હતું કે, ‘ તમારી વાત સમજાતી નથી, તમે શું કહી રહ્યા છો? અભિષેકે કહ્યું કે ઐશ્વર્યા રાય કદાચ તેના એકસેન્ટને કારણે તેના શબ્દો સમજી ન શકી હોય અને એમને મજાક ઉડાવ્યો. બન્નેની લવસ્ટોરી વર્ષ 2000માં આવેલી ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમ કેના સેટ પર થઇ શક્યા નહીં અને તેની મજાક ઉડાવી.