અઝીઝ પ્રેમજીએ આપ્યું 7,904 કરોડનું દાન, જાણો મુકેશ અંબાણી અને અદાણીએ કેટલી રકમ કરી દાન

ભારતમાં દાનવીરોની વાત આવે એટલે આપણા મગજંમાં અઝીઝ પ્રેમજીનું નામ તુરંત જ સામે આવી જાય છે કારણે અઝીઝ પ્રેમજી વર્ષોથી દાનની બાબતમાં અગ્રેસર રહ્યા છે. તાજેતરમાં EdelGive Hurun India Philanthropy List 2020 અનુસાર IT દિગ્ગજ કંપની વિપ્રોના ફાઉન્ડર અઝીમ પ્રેમજી ભારતના સૌથી મોટા દાનવીર છે. જેમણે ગત નાણાકિય વર્ષ 2019-20માં 7,904 કરોડ રૂપિયા સુધીનું દાન કર્યું છે. આમ અજીમ પ્રેમજીએ આશરે દરરોજ રૂપિયા 22 કરોડનું દાન કરે છે. પાછલા નાણાકીય વર્ષમાં તેમણે ફક્ત 426 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. આ નાણાકીય વર્ષમાં પણ 1 એપ્રિલે તેમના જૂથે કોરોના સામેની લડત માટે 1125 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી.

અઝીમ પ્રેમજીએ દર રોજ 22 કરોડ રુપિયાનું દાન કર્યુ

image source

અઝીમ પ્રેમજીએ 2020માં દર રોજ 22 કરોડ રુપિયાનું દાન કર્યુ છે. આખા વર્ષમાં તેમણે કુલ 7, 904 કરોડનું દાન કર્યુ છે. ડોનેશન આપવાના મામલામાં તેમણે એચસીએલ ટેક્નોલોજીના માલિક શિવ નાડરને પાછળ છોડ્યા છે. તેમણે યાદીમાં સૌથી ઉપર જગ્યા બનાવી છે. જોકે અજીમ પ્રેમજી 2019માં 426 કરોડનું દાન કર્યુ હતુ. દેશમાં મોટા દાનવીરની લિસ્ટમાં હુરુન ઈન્ડિયા અને એડેલગિવ ફાઉન્ડેશનને મળીને બનાવી છે. આ યાદીમાં ગુજરાતના સૌથી વધુ દાન કરનાર 5 બિઝનેસ પરિવારોનો સમાવેશ થયો છે. તો બીજી તરફ ગુજરાતના અન્ય બિઝનેસ પણ આ યાદીમાં સમાવેશ થયા છે જેમણે કરોડોનું દાન કર્યું છે.

ગુજરાતી બિઝનેસમેન કરેલુ દાન

image source

સૌ પ્રથમ વાત કરીએ ગૌતમ અદાણીની તો અદાણી ગ્રુપે 88 કરોડનું દાન કર્યું.

જ્યારે બીજા નંબરે આવે છે સુધિર મહેતા. ટોરેન્ટ ગ્રુપના સુધરી મહેતા અને સમીર મહેતાએ 81 કરોડનું દાન કર્યું છે.

image source

જ્યારે ત્રીજા નંબરે આવે છે પંકજ પટેલ. કેડિલા હેલ્થ કેરના પંકજ પટેલ અને તેના પરિવારે 16 કરોડનું દાન કર્યું છે.

image source

જ્યારે ચોથા નંબરે ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ કરશનભાઈ. નિરમા ગ્રુપના કરશનભાઇ પટેલ અને પરિવારે 8 કરોડનું દાન કર્યું છે અને ત્યાર બાદ નંબર આવે છે ભદ્રેશ શાહનો. AIA એન્જિનિયરિંગના ભદ્રેશ શાહ અને પરિવારે 6 કરોડનું દાન કર્યું છે..

અઝીમ પ્રેમજી પછી બીજા નંબર શિવ નાડર

ભારતમાં અઝિમ પ્રેમજી બાદ બીજા નંબરના દાનવીર એચસીએલ ટેક્નોલોજીના માલિક શિવ નાડરનો નંબર છે. શિવ નાડરે નાણા વર્ષ 2020માં 795 કરોડ રુપિયાનું દાન કર્યુ છે. કેમણે ગત વર્ષમાં 826 કરોડ રુપિયાનું દાન સામાજિક કાર્યો માટે કર્યુ હતું. નાણા વર્ષ 2019માં શિવ નાડર દેશના સૌથી મોટા દાનવીર હતા. ત્યારે અજીમ પ્રેમજી 2019માં 426 કરોડનું દાન કર્યુ હતુ. EdelGive Hurun ઈન્ડિયા ફિલૈંથ્રોપી લિસ્ટ 2020 મુજબ એચસીએલ ટેક્નોલોજીના શિવ નાદર આ યાદીમાં બીજા સ્થાને છે. આ પહેલા તેઓ ગત નાણાકીય વર્ષમાં પ્રથમ સ્થાન પર હતા. નાડરે શિક્ષણ અને શિષ્યવૃત્તિના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતાં આશરે 30 હજાર જેટલા વિદ્યાર્થીઓને ફાયદો પહોંચાડ્યો છે.

મુકેશ અંબાણી ત્રીજા નંબર પર

image source

દેશના સૌથી અમિર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી દાન આપનારા મામલાઓમાં દેશના સૌથી આગળ રહેનારાઓમાંના એક છે. દાનવીરોની યાદીમાં તે ત્રીજા સ્થાન પર છે તેમણે નાણા વર્ષ 2020માં 458 કરોડનું દાન કર્યો છે. ગત વર્ષ તેમણે 402 કરોડનું દાન કર્યુ હતુ. આ યાદીમાં ચૌથા નંબર પર આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા અને 5માં નંબર પર વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ છે

આદિત્ય બિરલા ચોથા સ્થાને

image source

આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલા આ યાદીમાં ચોથા સ્થાને છે, જેમણે એક વર્ષમાં પરોપકારી કાર્યમાં કુલ 276 કરોડ રૂપિયા વાપર્યા છે. બિરલા ગ્રૂપની આદિત્ય બિરલા ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય અને સૌર ઉર્જા ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છે. પાંચમા સ્થાને વેદાંત રિસોર્સિસના અધ્યક્ષ અનિલ અગ્રવાલ છે જેમણે કુલ 215 કરોડનું દાન આપ્યું છે. અનિલ અગ્રવાલનું જૂથ વેદાંતા ફાઉન્ડેશન શિક્ષણ, સમુદાય વિકાસ, મહિલા સશક્તિકરણની દિશામાં મોટું કામ કરી રહ્યા છે.

10 કરોડથી વધુંનું દાન આપનારા 78 થયા

આ વર્ષે કોર્પોરેટ ડોનેશનનો મોટો ભાગ પીએમ કેર ફંડમાં ગયો છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ 500 કરોડ અને આદિત્ય બિરલા ગ્રુપે 400 કરોડનું ડોનેશન આપ્યું છે. સાથે ટાટા ગ્રુપના કુલ ડોનેશમાં પીએમ કેર્સ ફંડને આપવામાં આવ્યું છે. ટાટા ગ્રુપના કુલ 500 કરોડના દાનનો સમાવેશ થયો છે. કોરોના સામે લડવા સૌથી વધારે ફંડ 1500 કરોડ ટાટા સન્સે આપ્યું છે. અઝિમ પ્રેમજીએ 1125 કરોડ અને મુકેશ અંબાણીએ 510 કરોડ રુપિયા દાન કર્યા છે. વર્ષમાં 10 કરોડથી વધારે દાન આપનારોઓની સંખ્યા વધીને 78 થઈ ગઈ છે. જે ગત વર્ષ 72 હતા. કોરોના કાળમાં પણ આ ઉદ્યોગપતિએ ઘણી મદદ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત