બાળક માતાના પેટમાંથી લઈને જન્મ્યુ આ ખાસ વસ્તુ, ડોક્ટર પણ જોતાની સાથે ચોંકી ઉઠ્યા

બાળક પૃથ્વી પર કોઈ પણ મનુષ્યની સૌથી પહેલી અવસ્થા હોય છે. જન્મના એક મહિના સુધીની ઉંમરનું બાળક નવજાત એટલે કે નવું જન્મેલુ બાળક કહેવાય છે જ્યારે એક મહિનાથી ત્રણ વર્ષ સુધીના બાળકને માત્ર બાળક જ કહેવાય છે.

image source

હંમેશા આપણે લોકોને એવું જ કહેતા સાંભળ્યા છે કે દુનિયામાં આપણે ખાલી હાથે આવીએ છીએ અને ખાલી હાથે જ જઈશું. પણ આજે અમે તમને એક એવા બાળક વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનો જન્મ ખાલી હાથે નહોતો થયો, પણ તે પોતાની સાથે એક ખાસ વસ્તુ લઈને આવ્યો હતો. હવે આ જ કારણે આ બાળક સોશિયલ મડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.

વાસ્તવમાં વિએતનામની હાઇ ફોંગ ઇન્ટરનેશલ હોસ્પિટલમાં જન્મેલું આ બાળક હાલ સોશિયલ મિડિયા પર છવાયેલું છે. આ બાળક જ્યારે માતાના ગર્ભમાંથી બહાર આવ્યો ત્યારે ડોક્ટરની નજર તેના હાથમાં રાખેલી એક પીળી અને કાળી વસ્તુ પર પડી. આ બાળકે તે વસ્તુ પોતાની આંગળીઓમાં ચુસ્ત રીતે પકડી રાખી હતી. તેવામા હોસ્પિટલના સ્ટાફે તેની તસ્વીર ખેંચી લીધી અને હવે આ જ તસ્વીર ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

image source

બાળકના હાથમાં દેખાઈ રહેલી આ પીળી કાળી વસ્તુ છે તે એક કોન્ટ્રાસેપ્ટિવ કોઈલ છે. તેને IUD એટલે કે intrauterine device અથવા કોઈલ પણ કહે છે. આ એક ટી-શેપનું પ્લાસ્ટિક અને કોપરથી બનેલું ડિવાઈઝ હોય છે. તેને મહિલાઓ પોતાના પ્રાઇવેટ પાર્ટમા લગાવે છે, જેનાથી તે પ્રેગ્નન્ટ નથી થતી. આ વસ્તુ આ બાળકની 34 વર્ષની માતાએ પણ બે વર્ષ પહેલાં લગાવી હતી. જો કે આ કોઈલ યોગ્ય રીતે કામ નહોતી કરી શકી અને માટે જ આ બાળકનો જન્મ થયો. મહિલા પેહલેથી જ બે બાળકોની માતા છે અને ત્રીજુ બાળક નહોતું ઇચ્છતી, માટે તેણીએ આ ડિવાઇઝનો ઉપયોગ કર્યો હતો.

image source

મિડિયા રિપોર્ટ્સ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે ડિલીવરી કરાવનારા ડોક્ટર ત્રાણ વિએત ફુઓંગે જણાવ્યું કે જ્યારે તેઓ ડિલીવરી કરાવી રહ્યા હતા ત્યારે બાળકના હાથમાં તેમણે કોન્ટ્રાસેપ્ટિવ કોઈલ જોઈ હતી. તે ચોક્કસ તેની માતાએ લગાવેલી જગ્યા પરથી કોઈ કારણે ખસી ગઈ હતી. માટે તેણી પ્રેગ્નન્ટ થઈ ગઈ. બાળક જ્યારે જન્મ્યુ ત્યારે તેણે આ કોન્ટ્રાસેપ્ટિવ કોઈને ખૂબ જ ચુસ્ત રીતે પકડી રાખ્યુ હતું. મને આ દ્રશ્ય ખૂબ જ રસપ્રદ લાગ્યું, માટે મેં તેની એક તસ્વીર ખેંચી લીધી હતી. કદાચ આ પહેલો એવો કેસ છે જેમાં કોઈ નવજાત બાળક માતાના ગર્ભમાંથી પોતાના હાથમાં કોઈ વસ્તુ લઈને બહાર નીકળ્યો હોય.

image source

બાળકની આ તસ્વીર સોશિયલ મડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો તેને જોઈને વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે બાળકે જીવન પર જીત મેળવી લીધી છે. માતા તો ઇચ્છતી હતી કે તેનો જન્મ ન થાય પણ તેણે તેવું ન થવા દીધું. હવે જો તમે પણ આ જ પ્રકારનું કોઈ ડીવાઈઝ વાપરવા માગતા હોવ તો એકવાર ફરી વિચાર કરી લેજો. ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાએ તેને લઈને પોતાનો અનુભવ શેર કર્યો છે. તેને લગાવ્યા બાદ તેણીને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત