આ ઇલેક્ટ્રિક સ્કૂટર લેવા માટે લોકોની થઇ રહી છે પડાપડી, અત્યાર સુધીમાં થઇ ગયા અધધધ…બુકિંગ, જાણો કિંમતથી લઇને બધું જ

બજાજ ઓટોએ નાગપુરમાં 16 જુલાઈથી પોતાના ઇલેક્ટ્રીક સ્કૂટર બજાજ ચેતકનું બુકીંગ શરૂ કરી દીધું છે. ગ્રાહક કંપનીની. વેબસાઈટ www.chetak.com પર જઈને 2000 રૂપિયામાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પુણે અને બેંગલુરુમાં બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કુટરની બુકીંગ સ્લોટ ફક્ત 48 કલાકથી પણ ઓછા સમયમાં ભરાઈ ગઈ હતી. નાગપુરમાં પણ કઇંક આવી જ સ્થિતિ થાય તેવી આશા સેવાઇ રહી છે.

image source

બજાજ ઓટોના કાર્યકારી નિર્દેશક રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, બેંગલુરુ અને પુણેમાં ગ્રાહકોની શાનદાર પ્રતિક્રિયા બાદ અમે ચેતકને નાગપુર લાવીને ખુશ છીએ. ત્યારબાદ તેને અન્ય શહેરોમાં પણ ઉતારવામાં આવશે. ચેતક ઇલેક્ટ્રિક વાહન બે વેરીએન્ટ પ્રીમિયમ અને અર્બનમાં નાગપુરના અમુક ખાસ પસંદગીના ચેતક ડીલરશીપ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વાહનની એક્સ શોરૂમ કિંમત 1,42,998 થી શરૂ થાય છે.

Ola ના ઇલેક્ટ્રિક સ્કૂટરને મળ્યા 1 લાખ બુકીંગ

image source

અત્રે ઉલ્લેખનીય છે કે ola ઇલેક્ટ્રિક દ્વારા ગત શનિવારે કહેવાયું હતું કે તેના ઇલેક્ટ્રિક સ્કુટરના બુકીંગની પ્રક્રિયા શરૂ કરતાની સાથે જ 24 કલાકમાં લગભગ 1 લાખ બુકીંગ મળી ગયા હતા. નોંધનીય છે કે ઓલા ઇલેક્ટ્રિકે તેના આ નવા ઇલેક્ટ્રિક સ્કુટરનું બુકીંગ 15 જુલાઈએ સાંજથી શરૂ કર્યું હતું.

Ola ના ચેરમેન અને ગૃપ CEO ભાવીશ અગ્રવાલએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું મારા પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટે ભારત ભરના ગ્રાહકોની જબરદસ્ત પ્રતિક્રિયાથી રોમાંચિત છું. EV ને લઈને અભૂતપૂર્વ માંગ ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે ગ્રાહકોની બદલાતી પસંદગીને દર્શાવી છે. આ વિશ્વને ટકાઉ અને ગતિશીલતામાં બદલવાના અમારા મિશનમાં એક મોટું પગલું છે.

image source

Ola ના દાવા મુજબ તેનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર સ્પીડ, રેન્જ, બુટ સ્પેસની સાથે સાથે ટેકનોલોજીના મામલામાં પણ અગ્રણી હશે. કંપનીએ કહ્યું હતું કે વ્યાપક રૂપે સુલભ બનાવવા માટે એક મોડલની કિંમત આક્રમક રૂપે રાખવામાં આવશે. Ola આવતા દિવસોમાં સ્કુટરના ફીચર્સ અને કિંમતનો ખુલાસો કરવાનો પ્લાન કરી રહી છે.

Ola નું વર્ષમાં એક કરોડ સ્કૂટર બનાવવાનું લક્ષ્ય

image source

ઉલ્લેખનીય છે કે ઓલા સ્કૂટર તમિલનાડુમાં બની રહેલી Futurefactory માં તૈયાર કરવામાં આવશે. કંપનીની આ ફેકટરી વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ઉત્પાદન ફેકટરી છે. અને તેની ક્ષમતા વર્ષના 1 કરોડ સ્કૂટર બનાવવા સુધીની છે. પહેલા ચરણમાં આ ફેકટરીમાં દર વર્ષે 20 લાખ ઇલેક્ટ્રિક સ્કૂટર તૈયાર કરવામાં આવશે. તાજેતરમાં કંપનીએ આ વાતને સમર્થન આપ્યું હતું કે તેણે આ સ્કૂટરના પ્રથમ બે મિલિયન યુનિટનું વાર્ષિક ક્ષમતા હોવાનું ચરણ લગભગ પૂરું કરી નાખ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!