બાળક ગયું ક્યાં? આ વિસ્તારમાં ગર્ભવતી યુવતીના મોત બાદ પેટમાંથી બાળક થઈ ગયું ગાયબ, ઑપરેશનના નિશાન પણ નથી

બ્રાઝિલમાં હત્યાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. ત્યાં 8 મહિનાની સગર્ભા સ્ત્રી ગુમ થઈ ગઈ હતી. થોડા દિવસો પછી પોલીસને તેણીની ડેડબોડી મળી હતી પરંતુ તેનું ગર્ભાશય ગાયબ હતું અને તેના પેટ પર કોઈ ઓપરેશન થવાનું નિશાન પણ હતું નહીં. સનનાં અહેવાલ મુજબ, મૃત યુવતીનું નામ થાયસા કેમ્પોસ ડોસ સાન્તોસ (23) હતું. જે આઠ મહિનાની ગર્ભવતી હતી.

image source

ગયા વર્ષે 3 સપ્ટેમ્બરની રાત્રે થાઇસા અચાનક ગુમ થઈ ગઈ હતી. ઘટનાના એક અઠવાડિયા પછી 10 સપ્ટેમ્બરના રોજ તે રિયો ડી જાનેરોમાં રેલ્વે લાઈન નજીક મૃત હાલતમાં મળી આવી હતી. તેનો મૃતદેહ ખરાબ રીતે સડી ગયો હતો.

પોલીસે મહિલાની ઓળખ કરી અને પરિવારના સભ્યોને જાણ કરતાં તેઓએ જણાવ્યું કે તે ગર્ભવતી છે. પોલીસે ડેડ બોડીની મેડિકલ તપાસ કરાવી ત્યારે તેનું ગર્ભ ખાલી હતું અને પેટ પર કોઈ ઓપરેશન થવાનું નિશાન નહોતું. આવી સ્થિતિમાં, જો થ્યાસા ગર્ભવતી હતી, તો પછી તેનું બાળક ક્યાં ગાયબ થઈ ગયું? પોલીસ માટે આ એક મોટો પ્રશ્ન બની ગયો.

image source

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મહિલા તેના બે બાળકો સાથે પતિથી અલગ થઈ ગઈ હતી. તે પછી તે એક પરિણીત પુરુષ સાથે સંબંધમાં હતી. જેના કારણે તે ત્રીજી વખત પણ ગર્ભવતી થઈ. તપાસ બાદ બ્રાઝિલની પોલીસે દાવો કર્યો છે કે કોઈ પણ ઓપરેશન દ્વારા તેના બાળકને પેટમાંથી બહાર કાઢવામાં આવ્યું નથી. એટલે કે થાઇસાએ કુદરતી રીતે બાળકને જન્મ આપ્યો છે. પોલીસે દાવો કર્યો છે કે યુવતીએ મરતા પહેલા સ્વાભાવિક રીતે જ એક બાળકીને જન્મ આપ્યો હતો અને તે જ બાળકી માટે કદાચ મહિલાની હત્યા કરવામાં આવી હશે.

image source

રિયો ડી જાનેરો સ્ટેટ યુનિવર્સિટીના ફોરેન્સિક મેડિસિન વિભાગને ડર હતો કે જ્યારે મહિલાની હત્યા કરવામાં આવી રહી હતી, ત્યારે મહિલાને લેબર પેન થયું અને તે દરમિયાન તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. તે પછી તેની હત્યા કરવામાં આવી હતી. જો કે પોલીસ હજી અંધારામાં છે. તેને હજુ સુધી બાળકનો કોઈ પત્તો મળ્યો નથી. તે જ સમયે, થાઇસાની માતા કહે છે કે કદાચ તેની દીકરી હજુ પણ જીવતી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!