આ બેન્કના ગ્રાહકો માટે ખુશખબર: દેશની આ પ્રથમ બેન્ક જે કોરોનાની સારવારમાં આપશે ઓછા વ્યાજે લોન, જાણો બીજા ફાયદાઓ પણ

કોરોના રોગચાળામાં લોકોને આર્થિક મદદ કરવા માટે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઇ(SBI)એ આજે ‘kavach personal loan’ શરૂ કરી છે. આનો લાભ ફક્ત કોરોના દર્દીઓ પોતાનો અને તેમના પરિવારજનોની સારવાર માટે લઈ શકે છે. આ પર્સનલ લોન 5 લાખ સુધીની હોઇ શકે છે અને વ્યાજ દર ફક્ત 8.5% હશે.

કવચ પર્સનલ લોન એસ.બી.આઇ.ને વડા દિનેશ ખારા દ્વારા લોન્ચ કરાઈ હતી. આ લોન 25 હજારથી લઈને 5 લાખ સુધીની હશે અને લોનની મુદત 5 વર્ષની હોઈ શકે છે. વ્યાજ દર માત્ર 8.5 ટકા રહેશે. તેમાં ત્રણ મહિનાની મુદત પણ શામેલ છે. મોરાટોરિયમ સમયગાળા દરમિયાન ઇએમઆઈ જમા નહીં કરવા બદલ બેંક તમારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે નહીં.

image source

આ લોન કોલેટ્રલ ફ્રી હશે

આ લોન કોલેટ્રલ ફ્રી રહેશે. મતલબ કે, બેંક તમને આ લોન સામે કંઈપણ ગીરવે મુકવાનું કહેશે નહીં. આ વ્યક્તિગત લોનની કેટેગરીમાં સૌથી સસ્તી પ્રોડક્ટ છે. બેંકે કહ્યું કે આ યોજના અંતર્ગત, જો તમે પહેલા કોરોના ટ્રીટમેન્ટ માટે કોઇ પૈસા ખર્ચ કરો છો અને તેની Revival લો છો, તો તે પણ શામેલ થશે. આ પ્રસંગે દિનેશ ખરાએ જણાવ્યું હતું કે કોરોનાથી અસરગ્રસ્ત લોકોની આર્થિક મદદ માટે આ લોનની શરૂઆત કરવામાં આવી છે.

આ લોન પગારદાર અને નોન-સેલરિડ બંને માટે ઉપલબ્ધ રહેશે

આ લોન પગારદાર અને નોન-સેલરિડ બંને વ્યક્તિ માટે ઉપલબ્ધ રહેશે. બેંકિંગ નિષ્ણાત અશ્વિની રાણાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આવી લોન માટેની અરજીઓ ઓફલાઇન કરવામાં આવે છે. આ સુવિધા હાલમાં ઓનલાઇન ઉપલબ્ધ નથી. તેથી, જો કોઈ આ લોન લેવા માંગે છે, તો આ માટે, તમારે બેંક શાખાનો સંપર્ક કરવો પડશે.

image source

30 મેના રોજ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો

તમને જણાવી દઈએ કે 30 મેના રોજ એસબીઆઈ ચીફ દિનેર ખારા અને ભારતીય બેન્ક એસોસિએશનના અધ્યક્ષ રાજ કિરણ રાયની એક મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. આ બેઠકમાં કોવિડ વિશેષ લોન અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. એસબીઆઇના વડાએ તે જ સમયે કહ્યું હતું કે એસબીઆઈ આ લોનને 8.5 ટકાના દરે વિતરણ કરશે.

ઓછામાં ઓછા 25 હજાર લેવા પડશે

હાલમાં, અન્ય બેન્કો આ લોન પર કેટલું વ્યાજ લેશે, તે તેમનો નિર્ણય હશે. જોકે કોવિડ પર્સનલ લોનને જાહેર ક્ષેત્રની બેંકોના બોર્ડ દ્વારા પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે. લઘુતમ લોનની રકમ 25,000 રૂપિયા હશે અને મહત્તમ રકમ 5 લાખ રૂપિયા હશે. એસબીઆઈ આ લોન યોજનાની જાહેરાત કરનારી પ્રથમ બેંક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!