આ ચમત્કારી મંદિરમાં દર્શન માટે આવે છે દેશ વિદેશથી લોકો,જાણો ક્યાં છે આ મંદિર

આપણા દેશમાં આવા ઘણા મંદિરો સ્થાપિત છે, જેની પાછળ કોઈને કોઈ ચમત્કાર છુપાયેલો છે અને ઘણા ચમત્કારોની સામે વૈજ્ઞાનિકોએ પણ પોતાની હાર સ્વીકારી છે. આ મંદિરોમાં દરરોજ કોઈને કોઈ ચમત્કાર થાય છે. આવી સ્થિતિમાં લોકોનો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ પણ દ્રઢ બને છે. તો આજે અમે તમને આવા જ રહસ્યોથી ભરેલા ભગવાન શંકરના મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણ્યા પછી તમે આશ્ચર્યચકિત થઈ જશો.કારણ કે આ શિવ મંદિર દરરોજ થોડા સમય માટે ગાયબ થઈ જાય છે. થોડા સમય દરમિયાન આ મંદિરની જગ્યા પર કંઈ દેખાતું નથી, જે ભક્તો આ મંદિરમાં પૂજા કરવા આવે છે, તેઓ મંદિર પાછા આવવાની રાહ જુએ છે. તો ચાલો જાણીએ આ અનોખા મંદિરની અનોખી વાતો.

image source

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ મંદિર ગુજરાતના વડોદરામાં આવેલું છે અને આ મંદિરને સ્તંભેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, ભગવાન શિવનું આ મંદિર દરરોજ સવારે બે વાર અને સાંજે થોડા સમય માટે ગાયબ થઈ જાય છે. અને આ આશ્ચર્યજનક ચમત્કાર જોવા માટે અહીં લાખોની સંખ્યામાં ભીડ ઉમટી પડે છે. ભગવાન શિવનું આ અનોખું અને અદ્ભુત મંદિર સમુદ્રના કિનારે આવેલું છે. એવું કહેવાય છે કે લગભગ 150 વર્ષ પહેલા આ મંદિરમાં શિવલિંગની શોધ થઈ હતી. આ મંદિરમાં જે શિવલિંગ છે એની ઊંચાઈ 4 ફૂટ અને એનો વ્યાસ 2 ફૂટ છે

image soucre

વાત જાણે એમ છે કે આ મંદિરનું ગાયબ થવું એક કુદરતી ઘટનાનું પરિણામ છે. બીચની બાજુમાં આવેલ હોવાથી જ્યારે પણ દરિયામાં મોજાનો પ્રવાહ વધે છે ત્યારે આ મંદિર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય છે, જ્યારે ભરતી ઓછી થાય છે ત્યારે આ સંકુલ ફરી દેખાય છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે આવતા ભક્તો માટે ખાસ કાપલીનું વિતરણ કરવામાં આવે છે. જે સ્લીપમાં ભરતી આવવાનો સમય લખવામાં આવ્યો છે જેથી ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.જ્યારે અહીં ભરતી આવે છે, તે દરમિયાન ચારેબાજુ પાણી ભરાઈ જાય છે. ભરતીના સમયે અહીં હાજર શિવલિંગ જોઈ શકાતું નથી, જ્યારે ભરતી ઉતરે છે ત્યારે જ શિવલિંગ જોવા મળે છે.

image soucre

ભગવાન શિવના આ અદ્ભુત મંદિરના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે. મંદિરમાં લોકોની આસ્થા જોવા મળે છે, લોકો આ મંદિરમાં પોતાના જીવનની મુશ્કેલીઓ દૂર કરવા પ્રાર્થના કરે છે અને જ્યારે આ ભવનમાં તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્યારે લોકો અહીં માથું નમાવતા જોવા મળે છે.