વરાછામાં 42 અને 28 વર્ષની પરિણીત મહિલાઓએ ઘરકંકાસથી કંટાળી પતિ અને સંતાનોને છોડ્યા

વર્તમાન સમયમાં લીવ ઈનમાં રહેવાનું ચલણ વધી રહ્ય છે. લગ્ન વગર છોકરા છોકરીએ સાથે રહી રહ્યા છે. પરંતુ હવે ફોરેન કંન્ટ્રની જેમ ભારતમાં એક નવા ટ્રેન્ડ શરૂ થયો છે અને છે બન્ને સજાતિય (પૂરૂષ-પૂરૂષ,સ્ત્રી-સ્ત્રી) પાત્ર સાથે રહેવાનો. થોડા સમયમાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમા ઘણી છોકરીઓ પુરૂષ સાથે લગ્ન કરવાને બદલે પોતાની સહેલી સાથે લગ્ન કરી જીવન પસાર કરી રહી છે.

image source

પંરતુ સુરતમાં સામે આવેલા એક કિસ્સાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. જેમા મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારામાં રહેતી બે બહેનપણીઓએ દોઢેક મહિના પહેલા સાંસારિક જવાબદારી છોડીને અલગ ભાડાના મકાનમાં સાથે રહેવા લાગતા સમગ્ર વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાની એરણે ચઢ્યો છે.

બાળકો અને પતિને છોડીને સહેલી સાથે રહેવા લાગી યુવતી

image source

તમને જણાવી દઈએ કે તેમા એક મહિલા 42 વર્ષની જ્યારે બીજી મહિલા 28 વર્ષની છે. બન્ને મહિલા પરણિત છે. જેમા 42 વર્ષની મહિલાને તો પતિ મારઝુડ કરતો હતો પરંતુ 28 વર્ષની મહિલાને પારિવારીક કોઈ સમસ્યા નથી છતા પણ તે ઘર છોડીને બહેનપણી સાથે રહેવા લાગી છે. જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આ અંગે સામે આવેસી વિગતો અનુસાર દોઢેક મહિના પહેલા વરાછાની પાયલ (નામ બદલેલ છે) ઘરેથી ગુમ થઈ ગઈ હતી.

image source

ત્યાર બાદ તેમના પરિવારે ઘણી શોધ ખોળ કરી હતી. તમને જણાવી દઈએ કે પાયલ એક સિવણ ક્લાસમાં પણ જતી હતી. જેથી પરિવારે ત્યા તપાસ કરતા ખબર પડી કે પ્રિયંકા (નામ બદલેલ છે) નામની મહિલા પણ ગાયબ છે. ત્યાર બાદ બંનેના પરિવારજનો વરાછા પોલીસ સ્ટેશને જઈને આ અંગેની ફરિયાદ દાખલ કરી હતી.

મારૂ સંસારમાંથી મન ઉઠી ગયું છે.

image source

ફરિયાદ મળતા જ વરાછા પોલીસ એક્શનમાં આવી હતી અને બંને મહિલાઓને કામરેજમાંથી શોધી કાઢી હતી. ત્યાર બાદ બંનેની પોલીસે પૂછપરછ કરતા તેમણે કહ્યું કે, બંનેએ સંસારનો ત્યાગ કરીને હવે બંને બહેનપણીઓ એકલી જ સાથે રહેવાનું નક્કી કર્યું છે. આ અંગે પાયલે કહ્યું કે મારો વારંવાર મારી સાથે ઝઘડો કરે છે તેથી મારૂ સંસારમાંથી મન ઉઠી ગયું છે. તો બીજી તરફ પ્રિયંકા નવાઈ વાત એ છે કે પ્રિયંકાના તેમના સાસરિયા તરફથી કોઈ ત્રાસ આપવામા આવતો ન હોવા છતા તે પતિ અને બાળકોને છોડીને પાયલ સાથે રહેવા કેમ ચાલી ગઈ તે યક્ષ પ્રશ્ન છે.

પોતાના નિર્ણય પર અડગ રહી બન્ને સહેલીઓ

image source

જો કે બંને મહિલાઓને તેમના પરિવારના લોકોએ બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ તેમનો નિર્ણય બદલવા તૈયાર થઈ નહોતી. હાલમાં આ બન્ને સહેલીએ કામરેજમાં ભાડાના મકાનમાં રહીને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. આ બન્ને યુવતીના પરિવાર વિશે વાત કરીએ તો 42 વર્ષિય પાયલ પતિ અને બે સંતાનો સાથે રહેતી હતી. પાયલનો પતિ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે.

image source

જ્યારે પાયલ પોતે સિવણ ક્લાસમાં જતી હતી. જ્યારે પાયલ જે સોસાયટીમાં રહે છે તેનાથી થોડે દૂરરે આવેલ અન્ય એક સોસાયટીમાં 28 વર્ષિય પ્રિયંકા તેમના પરિવાર સાથે રહેતી હતી. પ્રિયંકાને પરિવારમાં પતિ અને એક બાળક છે. પ્રિયંકાનો પતિ કાપડનો વેપાર કરે છે જ્યારે પ્રિયંકા સિવણ ક્લાસમાં જતી હતી. આ સિવણ ક્લાસમાં જ બન્નેની મુલાકતા થઈ હતી અને ત્યાર બાદ તેઓ સહેલી બની હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત