ધો.12 બોર્ડની પરીક્ષાને લઇને સૌથી મોટા સમાચાર, જાણો આ વિશે શું કહ્યું CM રૂપાણીએ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઘટાડો થઈ રહ્યો છે અને સ્વસ્થ થતા દર્દીની સંખ્યા વધી રહી છે. જો કે તેમ છતાં સરકાર હજુ પણ કોરોનાને લઈને કોઈ સમસ્યા ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખી રહી છે. જેને લઈને અગાઉ રાજ્ય સરકારે ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.

આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા વિના પાસ થઈ ચુક્યા છે પરંતુ આવું ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે થવાનું નથી. જી હાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ તો પરીક્ષા આપવી જ પડશે.

image source

ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું કે કેમ તે અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ ન હતી. પરંતુ આજે પાલનપુરની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં નહીં આવે. સ્થિતિ હજુ સુધરી જશે પછી ધોરણ 12 માટે પરીક્ષાઓ યોજાશે.

સરકારનું માનવું છે કે જો ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તો કોલેજોમાં પ્રવેશને લઈને મુશ્કેલી સર્જાઈ શકે છે. આ વાતને ધ્યાનમાં લઈ શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને શિક્ષણમંત્રીની બેઠક પણ થઈ હતી.

image source

જણાવી દઈએ કે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હાલ ધોરણ 10 માટે નિર્ણય લેવાયો છે ધોરણ 12ના વિદ્યાર્થી માટે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. ઉલ્લેખનીય છે કે ધોરણ 10ના 8 લાખથી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. આ વર્ષે ધોરણ 10માં જેમને માસ પ્રમોશન મળ્યું તે બધા જ વિદ્યાર્થીઓ ધોરણ 9માં પણ માસ પ્રમોશનથી જ પાસ થયા હતા. ગત વર્ષે પણ કોરોનાના કારણે પ્રાથમિક ધોરણોમાં માસ પ્રમોશન અપાયું હતું.

image source

જો કે આ વર્ષે પણ સ્થિતિ સુધરી છે તેવું જણાતું હતું અને બોર્ડના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા તૈયારીઓમાં લાગ્યા હતા પરંતુ એકાએક કોરોનાના કેસ વધતાં પહેલા પરીક્ષાઓ મોકૂફ રાખ્યાની જાહેરાત થઈ અને ત્યારબાદ પરીક્ષાઓ કેન્સલ કરવામાં આવી હતી. આ વખતે તબક્કાવાર શાળાઓ પણ અલગ અલગ ધોરણના વિદ્યાર્થી માટે શરુ કરાઈ હતી. પરંતુ ત્યારબાદ શાળાઓ તો બંધ કરવી પડી અને સાથે જ પરીક્ષાઓ પણ કેન્સલ થઈ છે.

image source

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યાની જાહેરાત પહેલા શિક્ષણ વિભાગે ધોરણ 1થી 9 અને 11માં ધોરણના વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનની જાહેરાત કરી હતી. જો કે આ નિર્ણય ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!