અમદાવાદમાં કારની સવારી કરતા ચાલકો સાવધાન, માસ્કનો આ નવો નિયમ જાણી લેજો, નહીં તો ભરાશો

રાજ્યમાં કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે તો બીજી તરફ આજે રસિકરણ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ સરકાર જાહેર સ્થળો પર કોરોના ગાઈડ લાઈનને લઈને સ્પષ્ટતા કરી છે. આજે રાજ્યના ગૃહ વિભાગે જાહેરાત કરતા કહ્યું કે જાહેરસ્થળો, કાર્યસ્થળો અને મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. ત્યારે ફોર વ્હીલરમાં મુસાફરી દરમિયાન વાહનમાં એક વ્યક્તિ હોય તો પણ તેણે માસ્ક ફરજિયાત પહેરવું પડશે.

image source

નોંધનિય છે કે આ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે કારમાં જો એક વ્યક્તિ હોય તો તેમણે માસ્ક પહેરવુ ફરજીયાત નથી. હવે આ નવા આદેશ બાદ રિક્ષા, ટેક્સી, કેબ, સરકારી કે ખાનગી વાહનોના ચાલકોએ અને મુસાફરોએ માસ્ક પહેરવું પડશે. માસ્ક નહીં પહેર્યું હોય તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે. જેના કારણે હવે દરેક લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.

કાર ચાલકે માસ્ક પહેરવુ ફરજીયાત

image source

આ અંગે અમદાવાદ વિશેષ શાખાના અધિક પોલીસ કમિશનર ડી એચ દેસાઈએ તમામ ઝોન અને ટ્રાફિક પોલીસ, એસઓજી, સાયબર ક્રાઈમને ગૃહવિભાગના હવાલેથી જાણ કરવામાં આવી હતી કે શહેરમાં કોઈપણ કારમાં યાત્રા દરમિયાન માસ્ક ફરજિયાત હોવાની જાણ કરી હતી. જેને લઈને રિક્ષા, ટેક્સી કે કેબચાલક, સરકારી કે ખાનગી વાહનચાલકો અને મુસાફરોએ તમામે માસ્ક ફરજિયાત પહેરવા પડશે. તમને જણાવી દઈએ કે અગાઉ મે 2020માં ગૃહ વિભાગ દ્વારા કારમાં યાત્રા દરમિયાન વાહન ચલાવનાર એક જ વ્યક્તિ હોય તો તેણે યાત્રા દરમિયાન માસ્ક પરહેવા પર મુક્તી આપી હતી. જો કે હવે નવા આદેશ બાદ તમામ કાર ચાલકે માસ્ક પહેરવુ ફરજીયાત કરશે અને જો કોઈ તેનું ઉલ્લંઘન કરશે તો દંડ વસુલવામાં આવશે.

રાજ્યમાં 161 સ્થાનો પર વેક્સિન આપવાનો પ્રારંભ

image source

તમને જણાવી દઈએ કે આજથી ગુજરાત સહિત ભારતભરમાં રસી કરણની શરૂઆત થઈ છે. જેને લઈને આજે સીએમ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPS હોસ્પિટલ બરોડા ખાતે 18 હજાર વેક્સિન ડોઝનું સંતોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી ઇ-સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે ભારત પોતાની તાકાત ઉપર હવે વિશ્વને વેક્સિન સપ્લાય કરશે. આજથી ગુજરાત સહિત ભારતમાં રસીકરણનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતમાં પણ 161 સ્થાનો ઉપર વેક્સિન આપવાનો પ્રારંભ થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 505 કેસ નોંધાયા

image source

તમને જણાવી દઈએ કે રાજ્યમાં હવે કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 505 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં 500થી 600 વચ્ચે જૂન મહિના બાદ કેસ નોધાઈ રહ્યા છે. ત્યારે કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 3 દર્દીના મોત થયા છે અને 764 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સતત 42માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 95.71 ટકા થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત