ચીનના એન્જિનિયરોએ 7600 ટનની બિલ્ડિંગ ઉઠાવીને મુકી દીધી બીજી જગ્યા પર અને….

ચીનના શાંઘાઈ શહેરમાં એન્જિનિયરોએ 7600 ટનની એક વિશાળકાય ઇમારતને તેની જગ્યાએથી હટાવીને બીજી જગ્યા પર મુકી છે. 1935માં શંઘાઈના લાગેના પ્રાથમિક વિદ્યાલયની પાંચ માળની ઇમારત બનાવવામાં આવી હતી જેને તે જગ્યાએથી ઉઠાવીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને થોડે દૂર લઈ ગયા છે.

image source

સ્થાનીક પ્રશાસનના જણાવ્યા પ્રમાણે, આ જુની ઇમારત પાસે જ એક નવા પ્રોજેક્ટ પર કામ શરૂ થવાનું છે જેના માટે જગ્યા ઓછી પડવાના કારણે આ બિલ્ડિંગને તેની જગ્યાએથી હટાવવાનો નિર્ણય લેવામા આવ્યો હતો.

image source

ચીનના એન્જિનિયરો પાસે આ ઇમારતને પાડી નાખવાનો પણ વિકલ્પ હતો, પણ તેમણે આ ઐતિહાસિક ઇમારતને તેની જગ્યા પરથી ઉઠાવીને બીજી જગ્યા પર શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. ચીનના સરકારી મિડિયા પ્રમાણે એંન્જિનિયરોની એક ટીમે ટેકનીકની મદદથી બિલ્ડિંગ ઉઠાવી અને 198 રોબોટિક પગની મદદથી તેને કેટલેક દૂર લઈ ગયા.

સ્થાનિક મિડિયા પ્રમાણે કોંક્રીટની બનેલી હજારો ટનની આ ઇમારતને તેની મૂળ જગ્યાએથી 62 મીટર ખસેડવામા આવી છે.

image source

ચીન સરકાર દ્વારા નિયંત્રીત સીસીટીવી ન્યૂઝ નેટવર્ક પ્રમાણે, ઇમારતને એક જગ્યાએથી બીજી જગ્યા પર શિફ્ટ કરવાનું કામ 18 દિવસમાં પુરું થયું છે. કહેવામાં આવે છે કે 15 ઓક્ટોબરે બિલ્ડિંગ શિફ્ટ કરવાનું કામ પુરુ થયું હતું.

ન્યુઝ એજન્સી પ્રમાણે, સ્થાનીક પ્રશાસને હવે આ ઐતિહાસિક ઇમારતને સંરક્ષિત રાખવાનો નિર્ણય લીધો છે અને તેને ધ્યાનમાં રાખીને જ ઇમારતનું સમારકામ પણ કરવામા આવી રહ્યું છે.

image source

ઇમારતને એક જગ્યાએથી બીજી જગ્યા પર શિફ્ટ કરવા માટે આમ તો ઘણા બધા વિકલ્પો છે, પણ સામાન્ય રીતે એન્જિનિયરો આવી ઇમારતોને મોટા પ્લોટફોર્મની મદદથી શિફ્ટ કરે છે જેને વધારે ક્ષમતાવાળી રેલ કે પછી ક્રેનથી ખેંચવામા આવે છે. પણ આ વખતે ચાઇનીઝ એન્જિનિયરોએ રોબોટિક લેગ્સ એટલે કે રોબોટ દ્વારા નિયંત્રિત મજબૂત પગ કે જેની નીચે પૈડાં લાગેલા હતા તેનો ઉપયોગ કરીને બિલ્ડિંગ ખસેડી છે. ચાઈનીઝ એન્જિનિયરો દ્વારા પહેલીવાર આ રીતને અપનાવવામાં આવી છે.

જો કે ધ્યાન આપવા જેવી વાત છે કે શાંઘાઈના એન્જિનિયરો પાસે બિલ્ડિંગને આ રીતે શિફ્ટ કરવાનો પહેલાનો અનુભવ પણ હતો. વર્ષ 2017માં 135 વર્ષ પહેલાં બનેલી લગભગ બે હજાર ટન વજનનાં એક ઐતિહાસિક બોદ્ધ મંદિરને તેની મૂળ જગ્યાથી લગભગ 30 મીટર ખસેડવામા આવ્યુ હતું અને આ મંદીરને 30 મીટર ખસેડવામાં 15 દિવસનો સમય લાગ્યો હતો.

image source

આ વર્ષની શરૂઆતમાં પણ ચીનના એજિનિયરોએ બિલ્ડિંગ નિર્માણના ક્ષેત્રમાં એક કીર્તિમાન સ્થાપ્યો હતો. ચીનના હૂબે પ્રાંતમા સ્થિત વુહાન શહેરમાં કોરોના સંક્રમ ઝડપરથી ફેલાયા બાદ ચાઈનીઝ એન્જિનયરોએ દસ દિવસની અંદર હજાર બેડની હોસ્પિટલ બનાવી દીધી હતી. વુહાન તે જ શહેર છે જ્યાં સૌથી પહેલા કોવિડ-19 સંક્રમણની અધિકૃત પુષ્ટિ થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત