કોરોનાને મ્હાત આપનાર સાવધાન : જો થોડી પણ બેદરકારી રાખી તો આ રોગ લઈ શકે છે તમારો જીવ

કોરોના બાદ હવે તેમની આડઅસર પણ લોકોનો ભોગ લઈ રહી છે. કોરોનાથી સાજા થયેલા અને એમાંય મોટા ભાગના ડાયાબિટીસની બીમારીથી પીડાતાં દર્દીઓમાં હવે મ્યુકર માઈકોસીસ નામની બીમારી થઈ રહી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આવા 44 દર્દીઓ સારવાર માટે આવ્યા છે, જેમાંથી 9 દર્દીનાં મોત થયા છે, તેમ સિવિલ હોસ્પિટલના સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. કોરોના પછી થતી આ બીમારી સામે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું હતું છતા પણ આ અંગે કોઈ ગંભીરતા દાખવવામાં આવી ન હોતી.

મ્યૂકોરમાઈકોસીસના લક્ષણો

આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે

image source

નાક અને આંખ વચ્ચે પણ એક નાનું હાડકું હોય છે, જેને કોતરી ખાય છે

નાક અને મગજ વચ્ચે હાડકું હોય છે, જે ખવાઈ જાય છે

આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી જોવા મળે છે

નાકમાં રહેલા હાડકાંને કોતરી ખાય

image source

મ્યુકર માઈકોસીસ અંગે વાત કરતા સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના હેડ ડો.ઈલાબહેન ઉપાધ્યાયે કહ્યું કે, બે મહિનામાં 44 દર્દી આવા આવ્યા, જેમાં મોટા ભાગના દર્દી ડાયાબિટીસ વાળા છે, મોટી ઉંમરના છે, નાની વયના એક બે કેસ છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાંને કોતરી ખાય છે. આ બીમારીની અસર આંખ અને મગજ પર પણ થાય છે. અંધાપો આવે છે, આ બીમારી કેન્સર કરતાં પણ ઝડપથી શરીરમાં પ્રસરે છે. કોરોના વાયરસથી સાજા થયેલા અને ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારીથી પીડાતાં દર્દીઓએ એન્ટી બોડી જનરેટ થઈ ગઈ છે, હવે કંઈ નહિ થાય તેવું માનવાની જરૂર નથી, ઉલટાનું વધુ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે કોરોનાને મ્હાત આપનારા દર્દીઓ હવે મ્યુકર માઈકોસીસ નામની બીમારીમાં સપડાઈ રહ્યા છે.

સીટી સ્કેન કરવું પડે છે

image source

આ અંગે સિવિલના તબીબે કહ્યું કે, આ બીમારીના લક્ષણોમાં શરદી, થોડાક સમય પછી નાક બંધ થવું, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચેનું હાકડું ખવાઈ જાય છે. બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે.

કોરોનાથી સાજા થયેલા દર્દીમાં શરદી થયા બાદ સમસ્યા થાય છે, અત્યાર સુધીમાં સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે કે 19 દર્દીઓને આંખમાં દેખાવાનું બંધ થયાનું સામે આવ્યું છે, આ રોગનો ફેલાવો એક દર્દીના મગજમાં થયો છે. વિદેશમાં આ બીમારીથી મૃત્યુ દર 50 ટકા જેટલો રહ્યો છે, સિવિલ હોસ્પિટલમાં 20 ટકા આસપાસ છે. જેથી કોરોનાથી સાજા થયા બાદ વિશેષ કાળજી રાખવાની જરૂર છે.

મગજ સુધી ફેલાય છે મ્યૂકોરમાઈકોસીસ

image source

ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે 19 દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો જોવા મળ્યો છે, જે હાલ સિવિલમાં 20 ટકા જેટલો છે. તેમણે વધુમાં કહ્યું કે, દર્દીનો કલ્ચર રિપોર્ટ આવે પછી ઈલાજ માટે ક્યાં ઇન્જેક્શનની જરૂર છે તેનો ખ્યાલ આવે છે. ઇન્ફોટેરેસીન B ઇન્જેક્શનથી ઈલાજ કરીએ છે. આ ઇન્જેક્શન ત્રણ પ્રકારના હોય છે. જેમાં લિપિડ, લાઇપોલાઈઝ, કોલાઈડ બેઝના ઇન્જેક્શન હોય છે. આપણે સિવિલમાં લિપિડ બેઝ ઇન્જેક્શન દર્દીઓને આપીએ છીએ. આ બીમારી કોરોનાની જેમાં એક વ્યક્તિમાંથી બીજામાં નથી ફેલાતી, જે એક સારી વાત છે.

ડાયાબિટીસવાળા દર્દીને જોખમ વધુ

image source

ICMRના એક તાજેતરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 45 લાખ જેટલા લોકો ડાયાબિટીસની બીમારીથી પીડાઈ રહ્યા છે, શહેરી વિસ્તારોમાં વસતિના 10.3 ટકા, ગ્રામ્ય વિસ્તારોમાં 5.1 ટકા એટલે કે રાજ્યમાં કુલ 7.1 ટકા લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. મ્યુકર માઈકોસીસની બીમારીના જે કેસો સામે આવ્યા છે તેમાં મોટા ભાગના દર્દીઓ ડાયાબિટીસવાળા હોવાનું સામે આવ્યું છે.

બે મહિનામાં સિવિલમાં જ માત્ર 44 કેસો સામે આવ્યા

image source

હાઈ ડાયાબિટીસ હોય, બ્લડ કેન્સર કે કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હોય અથવા રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ મ્યુકોરમાઇકોસીસના શિકાર થઈ રહ્યા છે. કોરોના આવ્યો તે પહેલા મ્યુકોરમાઇકોસીસના આખા વર્ષમાં દરમિયાન માત્ર એક કે બે કેસો જ આવતા હતા, પણ માત્ર બે મહિનામાં સિવિલ હોસ્પિટલમાં જ માત્ર 44 કેસો સામે આવ્યા છે.આ બીમારી એક વ્યક્તિથી બીજામાં નથી ફેલાતી પરંતુ હાઈ ડાયાબિટીસ હોય, બ્લડ કેન્સર કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય કે પછી રોગ પ્રતિકારક શક્તિ ઓછી તેઓ મ્યુકર માઈકોસીસના શિકાર થઈ રહ્યા છે. ઈન્ફોટેરેસીના બી ઈન્જેક્શનથી ઈલાજ કરીએ છીએ. આ ઈન્જેક્શન ત્રણ પ્રકારના છે, જેમાં લિપિડ, લાઈપોલાઈઝ અને કોલાઈડ બેઝ ઈન્જેક્શન હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત