કોરોનાના વધતા કેસ માટે જનતા જવાબદાર! નેતાઓ સામે પગલાના પ્રશ્ન પર આપ્યો ગોળગોળ જવાબ

ગત માસમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન બેફામ રીતે રેલી, સભા, વિજય સરઘસ સહિતના ધમપછાળા રાજ્યભરમાં થયા હતા. આ દ્રશ્યો ચિંતા ઉપજાવે તેવા જ હતા અને થયું પણ એવું કે ચૂંટણી પત્યાના થોડા જ દિવસોમાં જ કોરોનાના કેસમાં જબરો ઉછાળો આવ્યો છે. આ ઉછાળાથી લોકો તો ચિંતામાં છે જ કારણ કે કોરોનાના કારણે તેમના પર જ પ્રતિબંધોની તલવાર લટકવા લાગી છે.

image source

કોરોનાના કેસમાં ઉછાળો આવતાં હવે સરકાર અને પોલીસ તંત્ર પણ જાણે ઊંઘમાંથી જાગ્યું હોય તેમ લાગે છે. સરકાર એક પછી એક પ્રતિબંધોની જાહેરાત કરી રહી છે તો સાથે જ મહાપાલિકાઓમાં પણ સ્થાનિક વહિવટી તંત્ર શનિ-રવિમાં મોલ અને મલ્ટીપ્લેક્ષ બંધ, રાત્રી કર્ફ્યુ 9 કલાકથી અમલમાં જેવા નિયમો લગાવી રહી છે. આ નિયમોથી સમસ્યા ફરીથી પ્રજાને થવા લાગી છે અને ચિંતા પણ વધી છે.

image source

એક પછી એક આવતા પ્રતિબંધ, કોરોનાના વધતાં કેસ અને સરકારના કડક વલણના કારણે લોકોને ફરીથી લોકડાઉન થવાની ચિંતા પણ સતાવી રહી છે. જો કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં લોકડાઉન જાહેર કરવાની હાલ કોઈ વિચારણા નથી. પરંતુ તેમ છતાં હોળી, ધુળેટીના તહેવાર ટાણે લોકોની ચિંતા તો વધી જ ચુકી છે. આ તમામ વચ્ચે આજે વડોદરામાં તહેવાર અંગે નિવેદન આપતાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ સ્પષ્ટ કરી દીધું છે કે લોકો મોટી સંખ્યામાં એકત્ર તો નહીં જ થઈ શકે.

image source

પોલીસ વડા આશિષ ભાટીયાએ રાજ્યમાં હોળી અને ધૂળેટીની ઉજવણીને લઇને મહત્વની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે હાલ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે તે વચ્ચે લોકો જ સ્વેચ્છાએ ઉજવણી કરવાનું ટાળે અને કરે તો કોરોનાને ધ્યાનમાં રાખી કરે તે જરૂરી છે.

image source

ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયાએ કહ્યું હતું કે કોરોનાને લઈને લોકો રિલેકસ થઈ જતાં ફરીથી કેસ વધ્યા છે. તેવામાં અનુમાન છે કે હોળીની ઉજવણીને લઈને પણ સરકાર ટુંક સમયમાં જાહેરાત કરી શકે છે. આજે પોલીસ વડાએ એમ પણ ઉમેર્યું હતું કે પોલીસ અને લોકોના સંકલનથી અગાઉ પણ કોરોના પર કાબૂ મેળવાયો હતો.

image source

પરંતુ માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસુલવામાં ઢીલાશ થતાં લોકો બેફીકર થઈ ગયા અને પરિણામે કેસ વધવા લાગ્યા છે. ત્યારે હવે ફરીથી લોકો પાસેથી માસ્કને લઈને દંડ વસુલવામાં આવે તેવી પણ શક્યતા છે. જો કે હોળીને લઈને તો તેમણે પણ કહ્યું હતું કે લોકો ઉજવણી માટે એકઠા તો થઈ શકશે નહીં જ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!