આ ખેડૂતનો ગાય પ્રત્યેનો પ્રેમ જોઈને તમે પણ ભાવૂક થઈ જશો, કર્યું એવું કે…

પશુપ્રેમીઓ અવારનવાર ઇન્ટરનેટ પર તેમના ફોટા, વીડિયો જોવામાં સમય પસાર કરે છે. પશુ પ્રેમીઓ તેમના પાળતુ પ્રાણીને પરિવારના સભ્ય તરીકે જૂએ છે. આવા લોકો તેમના પાલતુને કેટલો પ્રેમ કરે છે તેનું એક મહાન ઉદાહરણ સ્વિટ્ઝરલેન્ડમાં જોવા મળ્યું. અહીં કેટલીક ગાયોને એરલિફ્ટ દ્વારા પર્વત પરથી નીચે લાવવામાં આવી છે. ગાયોનું આ એરલિફ્ટિંગ ખેડૂતોએ પોતે કર્યું છે, જેની પાછળનું કારણ ભાવનાત્મક છે.

image soucre

એક ખેડૂતનું હૃદય તેના પ્રાણીઓ માટે કેટલું નરમ છે. એ દેખાતા સ્વિટ્ઝર્લેન્ડમાં ગાયોને હેલિકોપ્ટર દ્વારા પર્વતો પરથી એરલિફ્ટ કરવામાં આવી છે અને નીચે ઘાસના મેદાનોમાં લાવવામાં આવી છે, વાસ્તવમાં, આ ગાય ઉનાળા દરમિયાન ચરવા માટે પર્વતો પર જાય છે. બાદમાં તેઓ શિયાળા દરમિયાન મેદાનોમાં પાછી લાવવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલીક ગાય પર્વતો પર બીમાર અને ઘાયલ થઈ. કેમ કે રસ્તો એવો ન હતો કે આ ગાયોને ગાડીમાં નીચે લાવી શકાય, તેથી ખેડૂતોએ તેમને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવાનો નિર્ણય કર્યો. ગાયોને ચાલવાની તકલીફનો સામનો ન કરવો પડે અને તેમને દર્દ ન થાય તે માટે આ કરવામાં આવ્યું હતું.

એરલિફ્ટિંગ દરમિયાન ગાયને કેબલ અને દોરડાથી બાંધી દેવામાં આવી

એરલિફ્ટિંગ દરમિયાન, ગાયો ગભરાય નહીં, આ માટે તેઓને યોગ્ય રીતે કેબલ અને દોરડાથી બાંધી દેવામાં આવી હતી. જ્યારે બીમાર ગાયોને એરલિફ્ટ કરવામાં આવી હતી, તે સમયે સ્વસ્થ ગાયો પોતે પર્વત પરથી નીચે આવી હતી. આ ટોળામાં લગભગ 1 હજાર ગાયો હતી, જેમાંથી 10 જેટલી ગાયોને એરલિફ્ટ કરીને નીચે લાવવામાં આવી હતી. ખેડૂત જોનાસ આર્નોલ્ડે આ વિશે કહ્યું, ‘કેટલીક ગાયો ઘાયલ થઈ છે અને અમે તેમને પગપાળા નીચે લાવવા માંગતા ન હતા. જ્યારે બાકીના વાહનો ગોચર સુધી પહોંચવામાં અસમર્થ હતા, ત્યારે અમે તેમને હેલિકોપ્ટર દ્વારા નીચે લાવવાનું નક્કી કર્યું

તો બીજી તરફ તેમના ફોટા અને વીડિયો જોયા બાદ લોકોએ અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી હતી. કેટલાક લોકોએ ગાયોને નસીબદાર ગણાવી, તો કેટલાક લોકોએ ગાયોની હાલત ખરાબ કહી. સોશિયલ મીડિયા ઘણા લોકોએ પણ ગાયોની હાલત પર દયા દાખવવાનું શરૂ કર્યું. નીચે ઉતાર્યા પછી, જે ખેડૂતો પહેલેથી જ રાહ જોઈ રહ્યા હતા તેઓ ગાયોને ટ્રેલર પર ચઢાવીને આગળ લઈ ગયા. આ કિસ્સામાં, એક સ્થાનિક ખેડૂત જોનાસ આર્નોલ્ડે જણાવ્યું હતું કે ટેકરીના દરેક ખૂણે સરળતાથી પહોંચી શકાતું નથી, તેથી હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘાયલ થયેલી ગાયોને જ હેલિકોપ્ટર દ્વારા લાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે ગાયોને કેવું લાગે છે તે પૂછી શકાતું નથી, પરંતુ આ એરલિફ્ટ દરમિયાન ગાયો શાંત દેખાતી હતી. નીચે આવ્યા પછી પણ ગાયોના સ્વભાવમાં કોઈ ફરક નહોતો દેખાયો.