દ.ગુજરાતમાં જોવા મળી રહી છે વિચિત્ર બીમારી, ડોક્ટરોએ કહ્યું, લોહીની તપાસ પછી જ યુવક-યુવતીના લગ્ન નક્કી કરો

ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લામાં સાડા છ લાખ લોકોની વસ્તીમાંથી ચાર હજાર લોકો સિકલ સેલના દર્દીઓ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત વર્ષ 2006માં કરી હતી. દર બુધવારે શાળાઓમાં છોકરીઓને એનિમિયા ગોળીઓ આપવામાં આવી હતી. કોરોનાને કારણે શાળાઓ બંધ થવાને કારણે આ માત્રા પણ બંધ થઈ ગઈ છે.

શનિવારે વિશ્વ સીકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં, આનુવંશિક રોગ સિકલ સેલ એનિમિયાના દર્દીઓની સંખ્યા ખૂબ વધારે છે. આદિજાતિ લોકો આ રોગની પકડમાં વધુ છે. ગુજરાતમાં મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ જિલ્લાના આદિવાસીઓ આ રોગનો સૌથી વધુ શિકાર છે.

નર્મદા જિલ્લામાં સાડા છ લાખની વસ્તીમાંથી 4000 લોકો સિકલ સેલથી પીડિત છે. આ સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 55000 લોકોને રોગના વાહક માનવામાં આવે છે જેથી તેમનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.આ લોકોની પ્રીટ્રેટમેન્ટ પણ કરવામાં આવે છે. બીજી તરફ, ભરૂચ જિલ્લામાં ચાલતા સિકલ સેલ એનિમિયા પ્રોજેક્ટમાં કેટલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે તે અંગે ખુદ વિભાગને કોઈ માહિતી નથી.

તો બીજી તરફ હાલના સમયમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં થતી આ કામગીરીની સરકાર દ્વારા ખાસ નોંધ લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અહીં આ દર્દીઓ માટે નિદાન અને સારવાર મફતમાં કરવામાં આવે છે. નોંધનિય છે કે, આ સારવાર અંતર્ગત અહીં એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન, સિકલસેલથી પીડિત સગર્ભાની પ્રસૂતિ, સાંધા બદલવાના ઓપરેશન, ગર્ભાવસ્થા પહેલાં અને ગર્ભાવસ્થા દરમિયાન રોગનું વ્યવસ્થિત નિદાન સહિતની કામગીરી છેલ્લાં ઘણાં વર્ષોથી સિવિલના વિવિધ વિભાગોનમાં કરવામાં આવી રહી છે.

તેના મુખ્ય લક્ષણોમાં સતત તાવ, શરીરની નબળાઇ, પેટમાં સતત દુખાવો, ઘૂંટણ અને હાડકામાં સોજો અને વારંવાર કમળો છે. આવા દર્દીઓને નિયમિતપણે ડોક્ટર દ્વારા તપાસ કરવી જરૂરી છે, તેમજ વધુ ઉચ્ચાવાળા સ્થાન પર ન જવું જોઈએ, વરસાદ અને ઠંડા પાણીમાં ભીના થવાથી બચવું જોઈએ, ઠંડીથી દૂર રહેવું અને શારીરિક શ્રમ ન કરવા જેવી તકેદારી રાખવી. ડોક્ટરોએ કહ્યું કે, સિકલ સેલ રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. આ આનુવંશિક રોગ મોટાભાગે આદિવાસી સમાજમાં જોવા મળે છે. જો લક્ષણો દેખાય તો સિકલ સેલ ટેસ્ટ કરાવવો જોઇએ.

નોંધનિય છે કે UN દ્વારા ડિસેમ્બર 2008થી દર વર્ષે 19 જૂનના રોજ ‘વિશ્વ સિકલસેલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, જેની ઉજવણી શનિવારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. નોંધનિય છે કે, 2011ની વસ્તી પ્રમાણે ગુજરાતમાં આશરે 66845 અને ભારતમાં કુલ 13 લાખ જેટલા સિકલસેલના દર્દી છે. તો બીજી તરફ માત્ર સુરત જિલ્લામાં જ 2500 જેટલા સિકલસેલના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આ અંગે ડોક્ટરોએ કહ્યું કે, સિકલસેલ રોગને અટકાવવા માટે લગ્ન કરતા પહેલા વર-વધૂના લોહીની તપાસ કરાવવી જોઈએ. નોંધનિય છે કે, જે બંને પાત્ર સિકલ સેલ વાહક હોય તો તેમના લગ્ન ન કરાવવા જોઈએ. પરંતુ જો વર-વધૂમાંથી કોઈ એક વાહક હોય તો તેમના થકી જન્મનાર નવજાત બાળક પણ વાહક હોય શકે છે. આ ઉપરાંત બંને જણા વાહક હોય તો તેમના થકી સિકલસેલ પીડિત બાળકનો જન્મ થાય છે. જેથી લગ્ન પહેલા વર-વધૂના લોહીની તપાસ બાદ જ લગ્ન કરાવવા જોઈએ તેવી નિષ્ણાતોએ સલાહ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!