શું પૈસાના કારણે તમારા દાંમ્પત્ય જીવનમાં આવે છે અનેક તકલીફો? તો સિંદૂરના કરો આ ઉપાયો અને દૂર કરી દો અનેક સમસ્યાઓ

ઘણી વખત સંજોગો વ્યક્તિના નિયંત્રણમાં નથી હોતા અને તમામ પ્રકારના પ્રયત્નો કર્યા પછી પણ વ્યક્તિ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકતો નથી.આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખિત કેટલાક ઉપાયો કરવાથી તમે દેવી-દેવતાઓના આશીર્વાદથી મુશ્કેલીઓથી મુક્તિ મેળવી શકો છો. હિન્દુ ધર્મ અને જ્યોતિષ બંનેમા સિંદૂરના આવા કેટલાક ઉપાયો કહેવામાં આવ્યા છે, જે આ કરવાથી તમારા જીવનમાં સુખ અને પ્રગતિ થાય છે.સિંદૂરના આ ઉપાયો વિશે વધુ જાણો…

image source

કુંડળીમાં સૂર્યની મજબૂત સ્થિતિને લીધે વ્યક્તિ અનેકવિધ સફળતા પ્રાપ્ત કરે છે. આ સાથે જ પિતા અને પુત્રના સંબંધમાં મીઠાશ અને શક્તિ હોય છે. જો તમારે ખ્યાતિ અને કીર્તિ મેળવવા માંગતા હોય અથવા તમારા પિતાના સંબંધમાં કોઈ તકલીફ હોય, તો પછી તાંબાનાં વાસણમાં પાણી લો અને તેમાં એક ચપટી સિંદૂર મિક્સ કરો અને દરરોજ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો.

image source

તલના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને અર્પણ કરો. તમારે આ કામ સતત પાંચ મંગળવાર અથવા પાંચ શનિવારે કરવું પડશે. એવું માનવામાં આવે છે કે તમારી બધી આર્થિક સમસ્યાઓ આના દ્વારા હલ થઈ જાય છે અને પૈસાની રકમનો સરવાળો થાય છે.

image source

મા ગૌરીને સિંદૂર ચઢાવ્યા પછી પરિણીત મહિલાઓએ તેમની માંગમાં થોડોક સિંદૂર ભરવો જોઈએ. આને કારણે મા ગૌરીના આશીર્વાદ જળવાઈ રહે છે. જે તમારા લગ્નજીવનમા ઘણી બધી ખુશીઓ લાવે છે. એવુ માનવામાં આવે છે કે, આ ઉપાય દ્વારા મહિલાના પતિની તબિયત પણ સારી છે.

image source

હિન્દુ ધર્મમાં સ્વસ્તિક નુ પ્રતીક ખૂબ જ શુભ માનવામાં આવે છે. દરેક શુભ કાર્ય અને પૂજા વિધિમાં સ્વસ્તિક અત્યંત આવશ્યક છે. જો તમારા ઘરમા કોઈપણ પ્રકારનુ વાદ-વિવાદથી ભરેલુ વાતવરણ બનેલુ હોય અથવા તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં તમને કોઈપણ સમસ્યા હોય તો પછી સિંદૂરમાં થોડું તેલ ઉમેરો અને તેનાથી તમારા ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક નિશાન બનાવો.

image source

જો આ કાર્ય તમે સતત ૪૦ દિવસ સુધી કરશો તો તેનાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઇ જશે અને તમારા ઘરમા ભરપૂર ખુશીઓનો માહોલ બની રહેશે. તમારા ઘરમા રહેલા તમામ દુઃખ-દર્દ દૂર થશે. તો એકવાર તમે પણ અજમાવી જુઓ અને તમારી નજરે જુઓ પરિણામ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!