1 ડિસેમ્બરથી થવા જઈ રહ્યા છે મોટા ફેરફાર, તમારા ખિસ્સાનો વધશે ભાર

નવેમ્બર મહિનો પૂરો થવામાં હવે બે દિવસ બાકી છે. વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બરમાં શરૂ થતા જ ઘણા ફેરફારો જોવા મળશે, જે તમારા ખિસ્સા પર બોજ વધારી શકે છે. જ્યાં એક તરફ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તેના યુઝર્સને ઝટકો આપવા જઈ રહી છે, તો બીજી તરફ LPG સિલિન્ડરની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે.દર નવા મહિને કેટલાક નવા નિયમો પણ લાગુ થાય છે. અમે જણાવી રહ્યા છીએ કે આ વખતે લોકોના ખિસ્સા પર શું અસર થવાની છે.

SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થશે મોંઘો

image soucre

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકો માટે આ મહિનો ખર્ચમાં વધારો કરનારો રહેશે. વાત જાણે એમ છે કે 1 ડિસેમ્બરથી, SBIના ક્રેડિટ કાર્ડથી EMI પર ખરીદી મોંઘી થવા જઈ રહી છે. હાલમાં, SBI કાર્ડ પર માત્ર વ્યાજ લેવામાં આવે છે. પરંતુ હવેથી પ્રોસેસિંગ ફી પણ લેવામાં આવશે. આ સાથે SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સે વધુ ચાર્જ ચૂકવવો પડશે.નવા નિયમ હેઠળ, ક્રેડિટ કાર્ડથી ખરીદી કર્યા પછી, તમારે EMI વિકલ્પ હેઠળ ચુકવણી કરવા માટે દરેક ખરીદનાર પર અલગથી 99 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ એક પ્રોસેસિંગ ચાર્જ હશે. એસબીઆઈએ પોતે આની શરૂઆત કરી છે.

ગેસ સિલેન્ડરના ભાવમાં ફેરફાર સંભવ

image soucre

તમને જણાવી દઈએ કે દર મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ અને એલપીજી સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવે છે. એલપીજીની કિંમતોની સમીક્ષા કર્યા બાદ કંપનીઓ મહિનાની શરૂઆતમાં તેમાં ફેરફાર કરે છે. તમને જણાવી દઈએ કે સમીક્ષા પછી, સિલિન્ડરની કિંમતમાં વધારો અથવા ઘટાડો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો પણ તારીખની આતુરતાથી રાહ જુએ છે. જો કે, ક્યારેક એવું બને છે કે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત સમાન રહે છે.

હોમ લોન થશે મોંઘી, છૂટ થશે ખતમ

image soucre

પોતાના ઘરનું સપનું જોતા હોય એ લોકો માટે ખરાબ સમાચાર છે જેઓ LIC હાઉસિંગમાંથી હોમ લોન લઈને પોતાનું સપનું પૂરું કરવા માગે છે. 30 નવેમ્બર પછી આ ઘર લોકો માટે મોંઘું થઈ જશે. વાત જાણે એમ છે કે, મોટાભાગની બેંકોએ તહેવારોની સિઝનમાં હોમ લોન પર ઑફર આપી હતી. ઓફરમાં ઓછા વ્યાજ દરો અને શૂન્ય પ્રોસેસિંગ ફી જેવા લાભો શામેલ છે. એમાં સામેલ ફાઇનાન્સ કંપની LIC હાઉસિંગ ફાઇનાન્સની ઓફર 30 નવેમ્બરે સમાપ્ત થઈ જશે. જો કે, ઘણી બેંકોની આ ઓફર 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

UAN સાથે આધાર લિંક ન કરાવ્યું તો થશે નુકશાન

image soucre

UAN એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30મી નવેમ્બર છે. જો આ સંદર્ભમાં અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તે 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો, જે આગળ વધવાની અપેક્ષા નથી. આવી સ્થિતિમાં જલ્દી જ તમારા UAN ને આધાર સાથે લિંક કરો, નહીં તો તમારા PF ખાતામાં પૈસા રોકાઈ શકે છે.