આ છે દિપક તિજોરીની દીકરી સમારા, જે અનુષ્કાથી લઇને અનેક અભિનેત્રીઓને સ્માર્ટનેસમાં આપે છે ટક્કર

સોશિયલ મીડિયા પર છવાઈ દિપક તિજોરીની દીકરી, સ્ટાઈલિશ લુકથી અભિનેત્રીઓને પણ આપી રહી છે ટક્કર.

90ના દાયકામાં ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી દર્શકોનું દિલ જીતનાર દિપક તિજોરી હવે ફિલ્મોથી દૂર છે. દીપક તિજોરીએ એક હીરો તરીકે નહિ પણ એક સહ કલાકાર તરીકે બોલીવુડમાં પોતાની છાપ છોડી. ઘણીવાર દિપક તિજોરી વિલનના પાત્રમાં પણ દેખાયા છે. હવે એમની દીકરી ફિલ્મોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. દિપક તિજોરીની દીકરી સમારા તિજોરી હવે મોટી થઈ ચૂકી છે. અને એ પોતાના બોલ્ડ લુકને કારણે ઘણી જ ચર્ચામાં રહે છે.

image source

ભલે સમારા તિજોરીએ હજી બોલીવુડમાં એન્ટ્રી ન લીધી હોય પણ એમની ફેન ફોલોઇંગમાં કોઈ કમી નથી. એમના ઇન્સ્ટાગ્રામ પર સારા એવા ફોલોઅર્સ છે. ઘણીવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેમન્ટમાં લોકો એમને ફિલ્મોમાં એન્ટ્રીને લઈને સવાલ પૂછતાં રહે છે. સોશિયલ મીડિયા પર સમારા તિજોરીના ફોટા તહેલકો મચાવે છે.

image source

તમને જણાવી દઈએ કે સમારા તિજોરી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર એમના 15 હજારથી વધુ ફોલોઅર્સ છે. એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા અને વીડિયો પોતાના ફેન્સ સાથે સતત શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર સમારાના ઘણા સ્ટનિંગ ફોટા છે. જેમાં એમનો લુક જોવા જેવો છે. ઘણા ફોટામાં એ સમુદ્ર કિનારે મસ્તી કરતી દેખાઈ રહી છે. સમારાનો ગ્લેમરસ અંદાજ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. પોતાની પળ પળની અપડેટ્સ ફોલોઅર્સ સાથે શેર કરનારી સમારા હાલ ઓનલાઇન એક્ટિંગ કલાસ સાથે જોડાયેલી છે. હાલ ને અભિનય શીખી રહી છે.

image source

સમારા તિજોરી એના પિતા દિપક તિજોરીની ખૂબ જ લાડલી દીકરી છે. એ ગ્રેન્ડ પ્લાન નામની શોર્ટ ફિલ્મમાં દેખાઈ ચુકી છે. એમાં એમનો એક લિપલોક સીન ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. એમને પોતાની પહેલી જ શોર્ટ ફિલ્મથી એ સાબિત કરી દીધું હતું કે એ કોઈ બોલિવડ એક્ટ્રેસથી જરાય ઓછી નથી.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ઢીશુમને સમારા તિજોરીએ આસિસ્ટ કરી હતી. એમાં વરુણ ધવન અને જોન અબ્રાહમ દેખાયા હતા. સમારા પણ દિપક તિજોરીની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવવા માંગે છે. જલ્દી જ એ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. દિપક તિજોરીની વાત કરીએ તો એ આશીકી ફિલ્મમાં રાહુલ રોયના મિત્રના રૂપમાં દેખાયા હતા. એ સિવાય દીપક ખિલાડી, જો જીતા વહી સિકંદર, સડક, કભી હા કભી ના, રાજા નટવરલાલ અને પહેલા નશા જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!