શું તમે પણ દીપિકા અને રણવીરના ખાસ ફેન છે ? તો તેમના આવનારા બાળકો વિશેની ખાસ માહિતી અહીં જાણો
બોલિવૂડના સૌથી પસંદના કપલમાંથી એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને 3 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. લોકો આ દંપતી તરફથી કોઈ સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દીપિકાની પ્રેગ્નન્સીની અફવાઓ પણ ઘણી વખત આવી છે. પરંતુ હવે રણવીરે તેના ચાહકોની મૂંઝવણનો અંત લાવીને ઘણી મોટી જાહેરાત કરી છે.
બાળકોના જન્મ વિશે જણાવેલ દરેક વસ્તુ
રણવીર સિંહે તેના ટીવી શોના પહેલા જ દિવસે વિસ્ફોટ કર્યો હતો. શોમાં રણવીરે સ્પર્ધકોને કહ્યું, કે ‘જેમ કે તમે બધા જ જાણો છો કે મારા લગ્ન થઈ ગયા છે અને હવે મને 2-3 વર્ષમાં બાળકો થશે. ભાઈ, તારી ભાભી આટલી ક્યૂટ હતી ને કે હું દરરોજ તેના બાળપણનો ફોટો જોવ છું અને કહું છું કે બસ આવી એક આવી જાય એટલે મારુ જીવન સેટ થઈ જાય.
નામોની યાદી પણ તૈયાર છે
એટલું જ નહીં, રણવીર સિંહે અહીં રહસ્ય પણ જાહેર કર્યું કે તે પોતાના ભવિષ્યના બાળકો માટે નામોની યાદી પણ તૈયાર કરી રહ્યો છે. તેણે કહ્યું, ‘હું નામોને શોર્ટલિસ્ટ કરી રહ્યો છું. જો હું તમારી પાસેથી ‘શૌર્ય’ લઈશ તો તમને વાંધો નથી ને ? ‘
જબરદસ્ત ડાન્સ
વિડીયોની શરૂઆત રણવીર સિંહે તેમના સૌથી પ્રખ્યાત ફિલ્મ ‘રામ લીલા ગોલિયોં કી રાસલીલા’ ના ‘તતડ તતડ’ પર ડાન્સ કરીને કરી હતી. આ ગીત પર સાથે રહેલા સ્પર્ધકે પણ ડાન્સ કર્યો હતો. સ્પર્ધકની માતા પણ ફ્રેમમાં તેના પુત્રની પ્રશંસા કરતી જોવા મળી હતી. તેણે આગળ કહ્યું કે તેને આશા છે કે તેના પુત્રનું નસીબ બદલાશે અને તે દીપિકા પાદુકોણ જેવી વ્યક્તિ સાથે લગ્ન કરશે.
આ ફિલ્મોમાં રણવીર જોવા મળશે
રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર ટૂંક સમયમાં ક્રિસમસ પર રિલીઝ થનારી ફિલ્મ 83 માં જોવા મળશે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ સિવાય રણવીર સિંહ રોહિત શેટ્ટી સાથે ફિલ્મ ‘સર્કસ’માં પણ જોવા મળશે. તે જ સમયે, ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સૂર્યવંશી’ ફિલ્મો પણ રણવીરની આગામી ફિલ્મોની યાદીમાં સામેલ છે. જોકે રણવીર ‘સૂર્યવંશી’માં કેમિયો કરશે. આ સિવાય રણવીર સિંહ પણ દિગ્દર્શક શંકર સાથે જોવા મળશે.