હવે દિલ્હીમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થનાર ઉમેદવારને મળી શકશે તેના ટેસ્ટની વિડીયો ફૂટેજ, યોજના વિચારણા હેઠળ

ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે ઘણા ખરા લોકોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી હશે અને તે ટેસ્ટમાં ઘણા ખરા લોકો ફેલ પણ થયા હશે. પરંતુ હવે દિલ્હીમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થનાર ઉમેદવારને તેની ટેસ્ટનો વિડીયો ફૂટેજ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.

મીડિયા અહેવાલો અનુસાર જે લોકો દિલ્હીમાં રહે છે અને તેના DL એટલે કે પરમાનેન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટમાં ફેલ થાય તો તેને ટૂંક સમયમાં જ તેના વિડીયો રેકોર્ડિંગ સુધીની પહોંચ મળી શકશે. આ સુવિધાને કારણે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટમાં ફેલ થનાર વ્યક્તિ એ જાણી શકશે કે તેણે શું ભૂલ કરી હતી. શહેરના ઓટોમેટેડ ટેસ્ટ ટ્રેક પર હાઈ ફેલિયર રેટના કારણે રાજ્ય પરિવહન વિભાગ ઉમેદવારોને ફેલ થવાની સ્થિતિમાં તેના ડ્રાઇવિંગ ટેસ્ટનો વિડીયો આપવાની યોજનાની તૈયારી કરી રહ્યું છે.

image soucre

પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અનેક ક્ષેત્રીય કાર્યાલયો એટલે કે RTO એ અમને જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ લાયસન્સમાં ફેલ થનાર અનેક પરિક્ષાર્થીઓ તેના ડ્રાઇવિંગ ટેસ્ટના વિડીયો ફુટેજની કોપી માંગે છે. મોટાભાગના લોકો આ ફુટેજની માંગ એટલા માટે કરી રહ્યા છે કે જેથી તેઓ એ જાણી શકે કે તેઓ કઈ ભૂલના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થયા હતા. અને બાદમાં બીજી વખત ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાના સમયે તે તેમની ભૂલ સુધારી શકે.

image soucre

અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, દિલ્હીમાં પરમાનેન્ટ લાયસન્સ માટે પરિક્ષાર્થીઓ દ્વારા આપવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટની કોર્ટના આદેશ અનુસાર વિડીયોગ્રાફી કરવામાં આવે છે. તેઓએ આ બાબતે વિગતવાર સમજાવતા જણાવ્યું હતું કે, અમે તેને આવેદકન્ડ ઉપલબ્ધ કરાવવાની વૈદ્યતા વિશે તપાસ કરી રહ્યા છીએ. આ સેવા આવેદકો માટે એક સ્ટ્રીકટ ઓન રિકવેસ્ટ સુવિધાના રૂપમાં પ્રદાન કરવામાં આવી શકે છે.

image source

મીડિયા અહેવાલ અનુસાર, ઓટોમેટેડ ટ્રેક પહેલા એક વર્ષના પરિણામોથી જાણવા મળે છે કે જુલાઈ 2019 સુધી ખોલવામાં આવેલા ત્રણ ટ્રેક પર ઓછામાં ઓછા 48.91 ટકા આવેદક ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થયા છે. જો કે આ ઓટોમેટેડ ટ્રેકને શરૂ કરવામાં આવ્યો તે પહેલાં ફેલ થનારા આવેદકોની એવરેજ ફક્ત 16.24 ટકા જ હતી.

image source

ઓટોમેટેડ ટ્રેક શરૂ થયો તે પહેલાં સડક પર સામાન્ય ટ્રાફિક સાથે ડ્રાઇવિંગ ટેસ્ટ કરવામાં આવતા હતા. તે ટેસ્ટમાં આવેદકને એક કિલોમીટરથી પણ ઓછા સમય માટે સીધું ડ્રાઇવ કરવું પડતું હતુંઅને એક મોટરસાયકલ લાયસન્સેસિંગ ઇન્સ્પેકટર દ્વારા તે ટેસ્ટની દેખરેખ કરવામાં આવતી હતી. અને આ રીતે આપવામાં આવતા ડ્રાઇવિંગ લાયસન્સ માટેના ટેસ્ટ રિઝલ્ટમાં લાયસન્સેસિંગ ઇન્સ્પેકટરનો નિર્ણય અંતિમ ગણાતો હતો. પરંતુ હવે નવા ડ્રાઇવિંગ ટેસ્ટ ફોર્મેટ સાથે લાયસન્સેસિંગ ઇન્સ્પેકટર ટેસ્ટની દેખરેખ કરે છે અને બાદમાં રિઝલ્ટનું પ્રિન્ટ આઉટ લે છે અને તેના પર હસ્તાક્ષર કરે છે.