જો તમે આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો ધનતેરસ પર આ વસ્તુઓનું દાન કરો

ધનતેરસ પર વાસણ, સોના-ચાંદી, કપડાં, ધન-સંપત્તિ ખરીદવા ની પરંપરા ચાલી આવી છે. જતા સમય સાથે આ લિસ્ટમાં ગાડીઓ, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ જેવી વસ્તુઓ પણ સામેલ હોય છે. પરંતુ ધનતેરસ પર વસ્તુ ખરીદવા સાથે દાન આપવા ની પણ પરંપરા છે. આ દિવસે જરૂરિયાતમંદ ને દાન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, અને આખું વર્ષ ખુબ ધન દોલત આપે છે. આ વર્ષે બે નવેમ્બર 2021, મંગળવારે ધનતેરસ છે. જો તમે પણ ધનવાન થવા માંગો છો, તો આ દિવસે કેટલીક વસ્તુનું દાન જરૂર કરો.

ધનતેરસના દિવસે જરૂર કરો દાન

image source

ધનતેરસ ના દિવસે ખરીદી કરવા સાથે દાન જરૂર કરો, પરંતુ યાદ રાખો કે દાન સૂર્યાસ્ત પહેલા કરવું. પરંતુ આ દિવસે કોઈ પણ સફેદ વસ્તુ જેવી કે દૂધ, દહીં, સફેદ મીઠાઈ દાનમાં ન આપો. એવું કરવું અશુભ માનવામાં આવે છે. કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે, જેને ધનતેરસ ના દિવસે દાન કરવું ખુબ જરૂરી અને શુભ હોય છે.

અનાજ:

image soucre

ધનતેરસના દિવસે અનાજનું દાન કરવાથી તમારા ઘરનો ભંડાળ હંમેશા ભરેલો રહેશે. જો તમે અનાજ નું દાન નથી કરતા તો ગરીબ વ્યક્તિ ને ભોજન આપો. તેને ભોજનમાં મીઠાઈ ખવડાવો. આ પછી તમારી ક્ષમતા અનુસાર થોડા પૈસા આપો.

લોખંડ:

image soucre

ધનતેરસ ના દિવસે લોખંડ નું દાન કરવાથી ભાગ્ય બદલાય છે. ખરાબ નસીબ સારા નસીબમાં ફેરવાય છે. અટકેલા કામ પૂરા થવા લાગે.

કપડા:

ધનતેરસના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ને વસ્ત્રોનું દાન કરો. આમ કરવાથી દિવસ બદલાય છે. કુબેર દેવની કૃપાથી વ્યક્તિ ને ઘણી સંપત્તિ મળે છે. શક્ય હોય તો પીળા વસ્ત્રોનું દાન કરો.

સાવરણી:

image soucre

ધનતેરસ પર નવી સાવરણી ખરીદવાની પરંપરા પણ છે, પરંતુ આ દિવસે સાવરણી નું દાન કરવું પણ ખૂબ જ શુભ છે. મંદિરમાં સફાઈ કામદાર ને નવી સાવરણી નું દાન કરવાથી અપાર ધન પ્રાપ્ત થાય છે.

વસ્ત્રદાન

image source

ધનતેરસ ના દિવસે વસ્ત્રદાન કરવું એ પણ એક મહાદાન ગણાય છે. આથી આ દિવસે વસ્ત્રદાન જરૂર કરો. જો તમે તે દિવસે કોઈ જરૂરિયાતવાળા ને કપડા નું દાન કરશો તો વિશેષ પુણ્ય ની પ્રાપ્તિ થશે. જો આ કપડાં લાલ કે પીળા રંગના હોય તો અત્યંત શુભ ગણાય છે. ધનતેરસના દિવસે વસ્ત્રોના દાનથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, અને તેમના આશીર્વાદથી જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી.