ધોનીએ આઈપીએલમાં રમેલી ફિનિશર ઈનિંગ પર ફિદા થઈ ગયા કોહલી પણ અને કરી દીધો આવો મેસેજ

આઈપીએલની ફાઇનલમાં પહોંચનાર ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ ટીમ બની. CSKએ પ્રથમ ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હરાવ્યું હતું. ચેન્નઈની આ જીતમાં ઋતુરાજ ગાયકવાડએ 70નું યોગદાન આપ્યું આ ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીએ મેચની છેલ્લી ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા અને ચેન્નઈને વિજય અપાવ્યો હતો. ધોનીએ આ મેચમાં 6 બોલમાં 18 રન બનાવ્યા હતા. જો કે આ મેચમાં ધોનીએ એવી બેટીંગ કરી કે તેની હરીફ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી પણ તેના પર ફિદા થઈ ગયો હતો. આ ઇનિંગ તેને પણ ખૂબ ગમી હતી. કોહલીએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનની ઈનિંગની પ્રશંસા કરી હતી.

image source

કોહલીએ ધોનીની ઇનિંગ્સ વિશે ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ હવે વાયરલ થઈ રહ્યું છે. તેણે ટ્વીટ કરી લખ્યું હતું કે, ” એન્ડ ધ કિંગ ઈઝ બેક…. વિશ્વના શ્રેષ્ઠ ફિનિશરની આજની ઇનિંગ્સ જોઈ ફરી વખત ખુરશી પરથી કૂદી પડ્યો. ” આ મેચ જીતીને ચેન્નઇએ રેકોર્ડ બ્રેક 9 મી વખત આઈપીએલની ફાઇનલમાં જગ્યા બનાવી છે. લીગમાં CSK ની આ 12 મી સિઝન છે. આ સાથે જ ધોની 10 મી વખત IPL ની ફાઇનલ રમશે. તેણે 9 વખત CSK અને એક વખત રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ ટીમ માટે ટાઇટલ મેચ પણ રમી છે.

જો કે ચેન્નઈ તરફથી મળેલી હાર બાદ પણ દિલ્હી પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક છે. દિલ્હીને હવે RCB અને KKR વચ્ચેની એલિમિનેટર મેચનો સામનો કરવો પડશે. આ મેચમાં વિજેતા ટીમ ચેન્નઈ સાથે ફાઇનલમાં રમશ

.

ધોનીની ભુક્કા બોલાવી દે તેવી બેટીંગની વાત કરીએ તો દિલ્હીના 173 રનના ટાર્ગેટનો પીછો કરતા ધોનીએ ટોમ કેરેનની છેલ્લી ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા છે. ચેન્નઈએ 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા. CSK ને જીતવા માટે છેલ્લા 6 બોલમાં 13 રન બનાવવાના હતા. ટોમ કેરેન દિલ્હી તરફથી આ ઓવર ફેંકવા આવ્યો હતો. તેણે પહેલા જ બોલ પર મોઈન અલીને રબાડાના હાથે કેચ કરાવ્યો હતો. પરંતુ ત્યારબાદ માહીએ તે જ આગવી શૈલીમાં બેટિંગ કરી અને CSKને ઐતિહાસિક જીત અપાવી.

image soucre

તેણે કેરેનના બીજા અને ત્રીજા બોલમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા અને મેચને મુઠ્ઠીમાં કરી દીધી હતી. કેરેનનો ત્યારપછીનો બોલ વાઈડ હતો અને પછીના બોલ પર ધોનીએ ફરી ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો. ધોની 18 રન બનાવી અણનમ રહ્યો હતો.