મોટી જાહેરાત: ધો. 9થી 12ની પ્રથમ અને વાર્ષિક પરીક્ષાની તારીખો થઇ જાહેર, જ્યારે બીજી બાજુ શાળાઓમાં વધતા જાય છે પોઝિટિવ કેસ

રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગતાં રાજ્ય સરકારે શાળાઓમાં અભ્યાસ શરુ કરવાની મંજૂરી આપી હતી. રાજ્યભરમાં તબક્કાવાર શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવ્યું છે. પરંતુ હવે જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ પણ વધવા લાગ્યા છે ત્યારે જોવા મળ્યું છે કે સંક્રમણ શાળાઓ સુધી પણ પહોંચ્યું છે. તેવામાં જાણવા મળ્યું છે કે સુરત શહેરમાં એક શાળામાં કોરોનાના કેસ વધ્યા છે જેના કારણે તંત્ર દોડતું થયું છે.

image source

કોરોનાના કેસ સુરત શહેરમાં પણ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અહીં રોજ નોંધાતા કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેવામાં તકેદારીના ભાગરુપે શહેરની શાળાઓમાં પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચિંતાજનક રીતે કેટલાક વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝિટિવ મળતાં દોડધામ વધી ચુકી છે. વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસ નોંધાતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

image source

સુરત શહેરમાં શાળાઓ શરૂ થયાના થોડા જ દિવસોમાં કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. આ કારણે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર રજા જાહેર કરવામાં આવી ઉપરાંત અન્ય નિયમોનો કડકાઈથી અમલ કરવાની પણ સૂચના શાળા સંચાલકોને આપવામાં આવી છે.

image source

આ વાત તંત્રના ધ્યાને આવતાં મહાપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ શહેરભરની શાળાઓના આચાર્ય અને શાળા સંચાલકો સાથે એક આપાતકાલીન બેઠક કરી હતી. જેમાં તેમને એસઓપીનું કડક રીતે પાલન થાય તે વાતનું ધ્યાન રાખવા સૂચનો અપાયા હતા.

image source

એક તરફ શાળામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે તો બીજી તરફ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાનું આયોજન પણ જાહેર કરી દીધું છે. આ પહેલા ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરી હતી.

image source

શિક્ષણ બોર્ડે કરેલી જાહેરાત અનુસાર ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ જૂન માસમાં શરુ થશે. આ પરીક્ષાઓ 7 જૂનથી શરુ થશે અને 15 જૂન સુધી ચાલશે. જ્યારે બોર્ડના વિદ્યાર્થીની પ્રથમ કસોટી 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે. આ પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓના 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન થશે.

image source

મહત્વપૂર્ણ છે કે ધોરણ 9થી 12 ની શાળીકીય પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા નિયમ અને માર્ક પ્રમાણે તૈયાર કરવાની કામગીરી શાળા કક્ષાએથી થશે. જેમાં અત્યાર સુધીના ચાલેલા અભ્યાસક્રમ અને બોર્ડે નક્કી કરેલા અભ્યાસક્રમના આધારે શાળા તરફથી પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!