આ એપ પર ફક્ત એક ક્લિક કરો અને ડીઝલ મેળવો તમારા ઘરના દરવાજે, જાણો આ ખાસ યોજના વિશે

રાજ્યની માલિકીની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)એ હમસફર ઇન્ડિયા અને ઓકારા ફ્યુઓલોજિક્સ સાથે જોડાણ કર્યું છે. આ દ્વારા હવે તમારા ઘરના દરવાજા પર ડીઝલ પહોચાડવામા આવશે. આ સાથે કંપનીએ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ઘરો સુધી ડીઝલ પૂરું પાડવાની સેવા શરૂ પણ કરી દીધી છે. આઇઓસી દ્વારા સોમવારે જારી કરાયેલા નિવેદન અનુસાર તેણે હમસફર સાથે જોડાણ કર્યું છે. હમસફરે અગાઉ મહારાષ્ટ્રમાં આવી ઓફર માટે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની ઓકારા સાથે ભાગીદારી કરી હતી.

*આ સેવા ક્યાં ક્યાં લાગુ કરવામાં આવશે?

image soucre

બંને કંપનીઓ પુણે, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, નવી મુંબઈ, સોલાપુર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ઘરે ઘરે ડીઝલ સપ્લાય સેવાઓ શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યુ છે. સેવાના લોન્ચિંગ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)ના મહારાષ્ટ્ર કાર્યાલયના ચીફ જનરલ મેનેજર રાજેશ સિંહે જણાવ્યું હતું કે મુંબઈ, નવી મુંબઈ, થાણે, જેએનપીટી, પનવેલ અને ભિવંડીમાં આ સેવા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. આ દ્વારા ડીઝલ ખરીદવાની ઝંઝટ અને ગ્રાહકોનું જીવન સરળ કરવાનો હેતુ છે.

*BPCLએ પણ કરી છે આવી સેવા શરૂ:

image soucre

તાજેતરમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ હરિયાણામાં ડીઝલની ડોરસ્ટેપ ડિલિવરી શરૂ કરી છે. આ અંતર્ગત ગ્રાહકોના ઓર્ડર આપ્યા બાદ હવે ડીઝલ ઘરે બેઠા ઉપલબ્ધ કરવામાં આવશે. જો કે ડોર-સ્ટેપ ડિલિવરીની આ સુવિધા મેળવવા માટે ગ્રાહકે ઓછામાં ઓછું 20 લિટર ડીઝલ મંગાવવું જરૂરી છે. BPCL એ તેના નિવેદનમાં કહ્યું છે કે તેણે હમસફર સાથે મળીને આની શરૂઆત કરી છે. હમસફર એ એપ આધારિત ડોરસ્ટેપ ડીઝલ ડિલિવરી સેવા છે.

*કેવા ગ્રાહકોને થશે ફાયદો:

image soucre

આ યોજના હેઠળ ડીઝલ ગ્રાહકોને તેમના ઘરે 20 લિટરના ડબ્બામાં પહોંચાડવામાં આવે છે. નાની હાઉસિંગ સોસાયટીઓ, મોલ્સ, હોસ્પિટલો, બેન્કો, બાંધકામ સ્થળો, ખેડૂતો અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ નાના ઉદ્યોગોને પણ આ યોજનાનો લાભ મળશે. મોટા ગ્રાહકોને ડોર-સ્ટેપ ડિલિવરી હેઠળ મોટા પ્રમાણમાં ડીઝલ સપ્લાય કર્યા બાદ હવે નાના ગ્રાહકો માટે ડીઝલની આ ડોરસ્ટેપ ડિલિવરી સેવા શરૂ કરવામાં આવી છે. તેનાથી નાની જરૂરિયાતો ધરાવતા ગ્રાહકોને ફાયદો થશે.

*આ યોજના હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે શરૂ:

image soucre

BPCL હવે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ 20 લિટરની આ જેરીકેન સેવા શરૂ કરવાની યોજના ધરાવે છે. આ રાજ્યોમાં મોટા ભાગના રિસોર્ટ્સ, હોટલ, ઉદ્યોગો અને ખેતરો ટેકરીઓ પર દૂરના વિસ્તારોમાં છે અને ત્યા પંપોનો અભાવ છે. આવી સ્થિતિમાં મોટરસાઇકલ પર આપવામાં આવતી આ સેવા આ રાજ્યોના પ્રવાસીઓ માટે ઘણી મદદરૂપ સાબિત થશે. ડોરસ્ટેપ ડીઝલ ડિલિવરીથી આવી સ્થાનિક સમસ્યાઓ ઓછી થશે. આ દ્વારા હવે ઘણા ગ્રાહકોને સરળતાથી ડીઝલ ઉપલબ્ધ થશે.