દેશમાં વકરતાં કોરોના વચ્ચે જેઠાલાલની ફેન્સને અનોખી વિનંતી, સરકારને દોષ આપતા કરતાં તમે બધા…

હાલમાં ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે સોમવારે રાહતના સમાચાર આવ્યા છે. નવા દર્દીઓની સંખ્યા 5 દિવસમાં પ્રથમ વખત 4 લાખથી નીચે આવી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 3 લાખ 66 હજાર 317 લોકોમાં કોરોનાએ પુષ્ટિ થઈ. 3 લાખ 53 હજાર 580 લોકો પણ સ્વસ્થ થયા, જ્યારે 3,747 લોકોએ જીવ ગુમાવ્યો.

image source

આ રીતે એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, એમાં ફક્ત 8,907નો વધારો થયો છે. છેલ્લા 55 દિવસમાં આ સૌથી ઓછા છે. આ પહેલાં 15 માર્ચે 4,103 એક્ટિવ કેસ વધ્યા હતા. ત્યારે હવે લોકોને ગુસ્સો પણ આવી રહ્યો છે કારણ કે સરકારની સ્વાસ્થ્ય સેવા વ્યવસ્થિત ન મળવા પર છે. ત્યારે તારક મહેનાતા જેઠાલાલે કંઈક નવી જ વાત કરી છે.

લોકો એક તરફ સરકારને નિશાને લઇ રહ્યા છે અને તેના પર તારક મહેતા…ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ કંઈક નવી સલાહ આપી છે અને કહ્યું છે કે, કોરોના મહામારી માટે સરકારને દોષ આપ્યા વગર લોકડાઉનનું પાલન કરો. આશા છે કે આ મહામારીમાંથી છૂટકારો જલ્દી જ મળી જશે.

image source

સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવુ જોઇએ અને માસ્ક પહેરો. મહામારીથી બચવા માટે બધા જ ઉપાય અપનાવવા જોઇએ. લોકોએ પોતે પોતાની જવાબદારી સમજવી જોઇએ અને સખ્તીનું પાલન કરવુ જોઇએ. સરકારને દોષ આપવાથી કંઇ નહી થાય.

દીલિપ જોશીએ પોતાની વાત કરી અને લોકોને કહ્યું કે આપણે લૉકડાઉનનુ પાલન કરવુ પડશે. માસ્ક પહેરવુ અને વેક્સિન લઇ લેવી જોઇએ. સતત સ્ટીમ લેવાની અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી હતી. પરિસ્થિતિ વિશે પણ જેઠાલાલે કહ્યું કે દેશમાં રોજ લાખોની સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જે માસ્ક નથી પહેરતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન પણ નથી કરી રહ્યાં અને સરકારને દોષ આપી રહ્યાં છે.

image source

હાલમાં તારક મહેતા સીરિયલનું શુટિંગ વાપીના એક ફાર્મ હાઉસમાં ચાલી રહ્યું છે કારણ કે મહારાષ્ટ્રમાં હાલત ખુબ જ ખરાબ છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો રવિવારે 48,401 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 60,226 લોકો સ્વસ્થ થયા અને 572 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 51.01 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. એમાં 44.07 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 75,849 લોકો મૃત્યુ પામ્યા છે.

6.15 લાખ દર્દી હાલમાં સારવાર લઈ રહ્યા છે. એ જવ રીતે ગુજરાતમાં રવિવારે 11,051 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 4,538 લોકો સ્વસ્થ થયા અને 86 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 6.71 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 5.56 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6,420 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 1.08 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!