ફિલ્મોમાં આવ્યા પહેલા આવી દેખાતી હતી ટાઈગરની ગર્લફ્રેન્ડ દિશા, આજે રાજ કરે છે લાખો લોકોના દિલ પર
ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટની 28 વર્ષની છે. તેની બોલ્ડનેસ માટે અને ટાઈગર શ્રોફ સાથેના તેના સંબંધો માટે તે હંમેશા ચર્ચામાં રહી છે.
ઉત્તર પ્રદેશના બરેલીમાં જન્મેલી દિશાએ 2015 માં તેલુગુ ફિલ્મ ‘લોફર’ થી તેની કારકીર્દિની શરૂઆત કરી હતી. જોકે, તેને એક જ વર્ષ બાદ એમએસ ધોનીની બાયોપિકમાં કામ કરવાની તક મળી. આ ફિલ્મ પછી દિશાની બોલિવૂડ કારકિર્દી શરૂ થઈ હતી.
દિશાએ તેની 5 વર્ષની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 7 ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે દિશા પટની એવી અભિનેત્રી છે જે આર્થિક રીતે સદ્ધર પરીવારમાંથી આવે છે અને તેની શાન-ઓ-શૌકતમાં કોઈ ખામી નથી.
જણાવી દઈએ કે દિશાનું પોતાનું મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક ઘર છે. તેણે આ નવું ઘર વર્ષ 2017માં લીધું હતું. દિશાના આ ઘરનું નામ ‘લિટલ હટ’ છે. તેની કિંમત 5 કરોડ રૂપિયા છે. જો આપણે દિશાના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે બીએમડબલ્યુ 5 સીરીઝ છે, જેની કિંમત 52 લાખ છે. આ સિવાય તેની પાસે જગુઆર એફ-પેસ જેની કીમત 60 લાખ છે અને તેની પાસે 56 લાખની મર્સિડીઝ E220 અને ઔડી એ6 છે જેની કીમત 54 લાખ. આ કારની જ કિંમત 2 કરોડથી વધુ છે.
દિશા પટણીનો પરિવાર મૂળ ઉત્તરાખંડના તનકપુરનો છે. તેના પિતા જગદીશ પટણી બરેલી અહીં આવ્યા ત્યારબાદ તેમનો પરિવાર અહીં શિફ્ટ થઈ ગયો. દિશાના પિતા જગદીશ પટણી પોલીસ વિભાગમાં સીઓ (વિજિલન્સ) ના પદ પર છે. તેની મોટી બહેન ખુશ્બુ ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ છે. ખુશ્બુ અને દિશાનો એક નાનો ભાઈ સૂર્યાંશ છે, જે હજી સ્કૂલમાં અભ્યાસ કરે છે.
જેટલી સુંદર દિશા છે, તેની મોટી બહેન ખુશ્બુ પટણી પણ એટલી જ સુંદર છે. ખુશ્બુએ તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઈવેટ રાખ્યું છે. પરંતુ તેના ફોલોવર્સમાં દિશા અને ટાઈગર શ્રોફ બંનેનું નામ છે.
2011માં ધોરણ 12 પાસ કર્યા પછી દિશાએ લખનઉની એમીટી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. દિશાને અહીંની કોલેજમાં યોજાયેલી ફેરવેલ પાર્ટીમાં મિસ કોલેજ તરીકે પસંદ કરવામાં આવી હતી. ત્યાર પછી તેણે મિસ લખનઉ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. દિશા મિસ લખનઉ બની અને પછી તે પેન્ટાલૂન મોડલમાં ફર્સ્ટ રનર-અપ બની.
વર્ષ 2015માં દિશા પહેલીવાર કેડબરી ડેરી મિલ્કની એડમાં આવી અને સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું ત્યારબાદ તેણે એક મોબાઈલ કંપનીની એડમાં પણ કામ કર્યું. વર્ષ 2016 માં દિશા પટનીએ ટાઇગર શ્રોફ સાથે એક મ્યુઝિક વીડિયો ‘બેફિક્રા’ માં કામ કર્યું હતું. દિશાએ અત્યાર સુધી એમએસ ધોની, કુંગફુ યોગા, વેલકમ ટૂ ન્યુ યોર્ક, બાગી 2, ભારત, મલંગ અને બાગી 3 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
હવે દિશા ટુંક સમયમાં તેની આગામી ફિલ્મ રાધેમાં સલમાન ખાનની સાથે જોવા મળશે. આ સિવાય તે બીજી આશિમા છીબ્બરની ફિલ્મ કેટીનામાં પણ જોવા મળશે.
source : asiannetnews
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત