કૂતરા સાથે કર્યો રેપ, વહુએ બનાવ્યો વિડીયો તો થયો અરેસ્ટ
સોશિયલ મીડિયા પર એક શરમજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કૂતરા પર બળાત્કાર કરતો જોવા મળે છે. વીડિયો જોયા બાદ પશુ પ્રેમી સંગઠનોએ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનની પોલીસમાં ફરિયાદ કરી હતી. એ પછી ગજીયાબાદ પોલીસે વસુંધરા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વ્યક્તિને અરેસ્ટ કરી લીધો છે
વાત જાણે એમ છે કે, આ શરમજનક ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં આ 60 વર્ષીય વ્યક્તિ માનવતાની હદ વટાવી કૂતરા સાથે ખોટું કામ કરી રહ્યો છે. કુતરાનું શોષણ કરતા વૃદ્ધની વહુએ એનો વીડિયો બનાવી લીધો હતો.
જે બાદ આ વૃદ્ધે તેની પુત્રવધૂ સાથે ઝપાઝપી કરી અને તેનો મોબાઈલ પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, વીડિયોમાં વૃદ્ધ અને મહિલા વચ્ચે ઝપાઝપી થઈ રહી છે. વૃદ્ધે મોબાઈલ પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી મહિલાએ આ ક્રૂરતાની ફરિયાદ ‘પ્યુપિલ ફોર એનિમલ્સ’ સંસ્થા સાથે જોડાયેલા લોકોને કરી.
We have been informed via email about a rape case, in Vasundra Ghaziabad. We went to thana immediately, logged FIR against Culprit.He has been arrested by Ghaziabad police.Thanks to Maneka Sanjay Gandhi maam,Gauri Maulekhi maam for guidance & support.
Surbhi Rawat,Pfa Ghaziabad pic.twitter.com/2wUebGpo1J— People For Animals India (@pfaindia) January 3, 2022
મહિલાએ સંસ્થાને વૃદ્ધો દ્વારા કરવામાં આવતા ખોટા કામ અંગે જાણ કરી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરી અને આ 60 વર્ષના આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે 60 વર્ષીય વ્યક્તિ ભૂતકાળમાં પણ આવા કૃત્ય કરી ચૂક્યો છે.
આ મામલામાં એસપી સિટી-2 જ્ઞાનેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે વીડિયોના આધારે કરવામાં આવેલી ફરિયાદના આધારે વ્યક્તિની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી વડીલ વિરુદ્ધ આઈપીસીની કલમ 377 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આવા કિસ્સાઓ સાંભળીને ખરેખર એમ થાય કે માનવતા સાવ મરી પરવારી છે અને ઘોર કળિયુગ આવી ગયો છે. એવો કળિયુગ કે માણસો તો માણસો જાનવરો પણ અહીં સુરક્ષિત નથી