ગુજરાતનું સૌથી મોટું શહેર બન્યું રાષ્ટ્રનું ત્રીજા ક્રમનું એપીસેન્ટર

અત્યાર સુધી અમદાવાદ શહેર માણેક ચોકની રાત્રિ બજાર, લો ગાર્ડનની શોપિંગ, એસજી હાઈવેની રોનક જેવી બાબતોના કારણે દેશભરમાં ચર્ચામાં રહ્યું છે પરંતુ કોરોના વાયરસએ અમદાવાદની ચમકતી પાઘડીમાં કોરોનાના સૌથી વધુ કેસ અને મૃત્યુઆંકનું છોગું ઉમેરી દીધું છે.

image source

અમદાવાદ હવે દેશનું ત્રીજા ક્રમનું હોટસ્પોટ બન્યું છે. અમદાવાદ હવે મહારાષ્ટ્ર અને દિલ્હી પછી સૌથી વધુ કેસ નોંધાયે છે તેવું એપીસેન્ટર બન્યું છે. અહીં જે 8 વિસ્તારોમાં ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના પરીણામે રાજ્યમાં જે રોજેરોજ નવા કેસ નોંધાય છે તેમાં સૌથી વધુ અમદાવાદમાં હોય છે. અહીં સૌથી વધુ દર્દી મૃત્યુ પણ પામ્યા છે.

રાજ્યમાં જે કુલ કોરોના કેસના આંકડા છે તે 2178 છે તેમાંથી 1373 કેસ અમદાવાદના છે. આ ઉપરાંત રાજ્યના કુલ 139 દર્દી કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થયા છે તેમાંથી અમદાવાદના દર્દી 52 છે અને જે દર્દી કોરોનાગ્રસ્ત થયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે તેવા દર્દીની સંખ્યા કુલ 90 છે તેમાંથી 53 અમદાવાદના દર્દીઓ હતા.

image source

અમદાવાદમાં નોંધાયેલા કુલ કેસમાંથી મોટાભાગના કેસ અહીંના હોટસ્પોટ જાહેર કરાયેલા વિસ્તારોમાંથી આવે છે તેથી જ અહીંના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ મુકવામાં આવ્યો છે. જો કે આ સ્થિતિ હાલ પણ સ્થિર ન હોવાથી અહીં કર્ફ્યુ 24 એપ્રિલ 2020 સુધી લંબાવી દેવામાં પણ આવ્યો છે. તંત્રનો પણ અંદાજ છે કે આ રીતે કોરોના પર સઘન કામ કરવામાં આવશે અને લોકડાઉન કડક રહેશે તો મે માસમાં આ રોગ પર કાબૂ મેળવી શકાશે.