જીતેલી પાર્ટીઓમાં એકદમ અનેરો ઉત્સાહ, કોઈએ ઝાડુ ડાન્સ કર્યો તો કોઈએ હોળી મનાવી, સમર્થકો એકદમ મોજના મૂડમાં

ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. અત્યાર સુધીના પરિણામોમાં ભાજપ ફરી એકવાર યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. જ્યારે પંજાબમાં AAPની સરકાર બની રહી છે.

image source

પંજાબમાં આમ આદમી પાર્ટીનું તોફાન આવ્યું છે, જ્યાં પાર્ટી 90 સીટો પર પહોંચી રહી છે. આ વચ્ચે CM ઉમેદવાર ભગવંત માનના ઘરની બહાર આપના સમર્થકો ઝાડુ લહેરાવીને નાચતાં જોવા મળ્યાં.

image source

પંજાબમાં આમ આદમી પાર્ટીના CMના ઉમેદવાર ભગવંત માને ગુરુદ્વારામાં માથું ટેકવ્યું અને જીતની પ્રાર્થના કરી. પંજાબની 117 વિધાનસભા સીટ પર મતગણતરી ચાલી રહી છે.

image source

ભાજપ UPમાં ભાજપ 250થી વધુ સીટ પરથી આગળ ચાલી રહી છે. આ દરમિયાન UPના અલગ અલગ શહેરોમાં ભાજપના સમર્થકોએ એક અઠવાડીયા પહેલાં જ જીતના જશ્નમાં હોળી મનાવતા જોવા મળ્યાં.

image source

UPના CM યોગી આદિત્યનાથ મતગણતરી શરૂ થઈ તે પહેલાં મંદિર પહોંચ્યા. એક વખત ફરી સત્તા માટે ભગવાન પાસે જીતની પ્રાર્થના કરી.

image source

મણિપુરમાં ભાજપના CM ઉમેદવાર વિરેન સિંહ પ્રવક્તા સંબિત પાત્રાની સાથે શ્રી ગોવિંદા મંદિર પહોંચ્યા અને જીત માટે પ્રાર્થના કરી. મંદિરમાં પૂજા-અર્ચના કરી બંને પરિક્રમા કરતાં જોવા મળ્યાં.

image source

ડૉ. પ્રમોદ સાવંતે સહપરિવાર સંખાલીના શ્રી દત્તા મંદિરમાં જીતની પ્રાર્થના કરી. સાવંતે એક ફોટો ટ્વીટ કરી લખ્યું- સાંખલીના શ્રી દત્તા મંદિરમાં પૂજા-અર્ચના કરી.