શું તમે નોકરી કરો છો તો જલ્દીથી કરી લો આ કામ, નહીં તો તમને પસ્તાવો થશે
પ્રોવિડન્ટ ફંડ ઇપીએફઓ સબ્સ્ક્રાઇબર્સ માટે નાણાકીય સહાય તો છે, સાથે તે ખાતાધારક સેવા દરમિયાન મૃત્યુ પામે તો તેમના પરિવારોને પણ રાહત મળે છે. જો કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના નિયમો અનુસાર, જો EPF સબ્સ્ક્રાઇબર નોમિનેશન પેપર ફાઇલ કરે છે, તો પરિવારોને લાભ મળી શકે છે. એક ભૂલથી પરિવાર માટે તમામ EPFO લાભો પણ ખોવાઈ શકે છે. અહીં અમે એક નિયમ સમજાવીએ છીએ જે દરેક માટે ખૂબ મહત્વનો છે.
કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) યોજના 1952 મુજબ, EPF-EPS ખાતાધારકના લગ્ન થયા પછી EPF અને EPS ખાતાનું નામાંકન અમાન્ય થઈ જાય છે. આથી, એકવાર ખાતાધારકનાં લગ્ન થઈ જાય પછી, તેણે/તેણીના નોમિનીને EPF-EPS ખાતામાં ફરીથી નોમિની કરવા જોઈએ. પુરુષના કિસ્સામાં, ફરજિયાત છે કે નોમિની તેની પત્ની હશે જ્યારે સ્ત્રીના કિસ્સામાં પતિ નોમિની હશે.
લગ્ન પછી નોમિનેશન રદ થાય છે
જો ઇપીએફ-ઇપીએસ ખાતાધારક લગ્ન પછી કોઇને નોમિની કરવામાં નિષ્ફળ જાય અને બાદમાં સેવા દરમિયાન મૃત્યુ પામે તો પત્ની અથવા અન્ય હકદાર વારસદારો નોમિનીની ગેરહાજરીમાં આપમેળે ઇપીએફનો દાવો પ્રાપ્ત કરશે નહીં.
નિયમો અનુસાર, જો EPF સભ્ય પાસે પરિવારનો કોઈ સભ્ય નથી, તો તે કોઈપણ વ્યક્તિને નોમિની બનાવી શકે છે. પરંતુ, લગ્ન બાદ નોમિની અમાન્ય થઈ જશે. જો ઇપીએફ યોજના હેઠળ નામાંકન કરવામાં આવ્યું નથી, તો ફંડમાં જમા થયેલી સમગ્ર રકમ પરિવારના સભ્યોમાં સમાન રીતે વહેંચવામાં આવશે. જો વ્યક્તિ પરિણીત નથી, તો રકમ આશ્રિત માતાપિતાને આપવામાં આવશે.
EPF / EPS માં ઈ-નોમિનેશન કેવી રીતે કરવું
– તમે ઓનલાઇન નોમિનેશન ફાઇલ કરી શકો છો. EPFO સભ્યો માટે નોમિનેશન ફાઇલ કરવું ખૂબ જ જરૂરી છે.
- >> સૌ પ્રથમ EPFO ની સત્તાવાર વેબસાઇટ https://www.epfindia.gov.in/ પર જાઓ.
- >> ‘સેવાઓ’ વિકલ્પ પર ક્લિક કરો અને તે ત્યાં ‘કર્મચારીઓ માટે’ વિકલ્પ પર ક્લિક કરો.
- >> તમને નવા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે ત્યારબાદ ‘મેમ્બર UAN/ઓનલાઈન સર્વિસ’ ઓપ્શન પર ક્લિક કરો.
- >> મેનેજ ટેબ હેઠળ ઈ-નોમિનેશન પસંદ કરો. આ કરવાથી, પ્રોવાઇડ ડિટેલ્સ ટેબ સ્ક્રીન પર દેખાશે, પછી સેવ પર ક્લિક કરો.
- >> હવે કુટુંબની ઘોષણા માટે હા પર ક્લિક કરો, પછી કુટુંબની વિગતો ઉમેરો પર ક્લિક કરો.
- >> અહીં કુલ રકમ શેર માટે નોમિનેશન વિગતો પર ક્લિક કરો, પછી EPF નોમિનેશન પર ક્લિક કરો.
- >> આગળ ઓટીપી જનરેટ કરવા માટે ઇ-સાઇન પર ક્લિક કરો, હવે આધાર સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી દાખલ કરો.
- >> હવે તમે જલ્દીથી આ કામ કરો, જેથી તમારું ઈ-નોમિનેશન EPFO સાથે નોંધાયેલું થઈ જાય.