Covid 19 Second Wave: શ્વાસ લેવાની આ છે જાદુઇ રીત, જે ફેફસાંને કરે છે મજબૂત, જેનાથી કોરોના ભાગશે દૂર

કોરોનાની બીજી લહેરના કારણે વર્તમાન સમયમાં ઘરેઘરમાં કોરોનાના કેસ છે. કોરોના થવાના લીધે વ્યક્તિને ઘણી સમસ્યાઓ થઈ રહી છે. જેમાં શ્વાસ લેવાની તકલીફ, ઓક્સિજન ઘટી જવું, તાવ, શરીર અને સ્નાયુમાં દુખાવો, ઉધરસ, માથાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. જો કે હાલ તો સ્થિતિ એવી છે કે લોકોના કોરોના માટેના એન્ટિજેન અને આરટીપીસીઆર ટેસ્ટ રીપોર્ટ નેગેટિવ આવે છતાં પણ સીટીસ્કેનમાં ફેફસાંમાં કોરોનાના કારણે ચેપ જોવા મળે છે.

image source

કોરોનાનો આ નવો સ્ટ્રેન ફેફસાં માટે અત્યંત જોખમી છે. કારણ કે તે ફેફસાને અવરોધિત કરી દે છે અને ઓક્સિજનનું સ્તર ઓછું થવાના કારણે પહેલા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય છે અને પછી તેની હાલત સતત કથળવા લાગે છે.

આવી સ્થિતિમાં જો તમે પહેલાથી જ અને કોરોના થયા બાદ પણ થોડી શ્વાસ સંબંધિત કસરતો કરો તો તમને ફાયદો થશે અને તમારા ફેફસાં પણ મજબૂત થશ. જો કે મોટાભાગના લોકો એવા હોય છે જેમને ઊંડા શ્વાસ લેવાની સાચી રીત ખબર હોતી નથી. ત્યારે આજે સૌથી પહેલા તો જાણી લો કે શ્વાસ લેવાની સાચી રીત કઈ છે.

image source

ફેફસાં સુધી ઊંડો શ્વાસ લેવા માટે પહેલા કોઈ શાંત અને સ્વચ્છ વાતાવરણવાળી જગ્યાએ ચાદર પાથરી આરામથી સૂઈ જાઓ. સુતી વખતે એક ઓશીકું માથા અને એક ઘૂંટણના સપોર્ટમાં રાખો. તમે ખુરશી પર બેસીને પણ આ અભ્યાસ કરી શકો છો. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે ખુરશી ખભા અને ગળાને સપોર્ટ આપે તેવી હોવી જોઈએ. ત્યારપછી તમારી આંખો બંધ કરો અને આસપાસના વાતાવરણને અનુભવો. પવન, કુદરતી અવાજ, વૃક્ષો અને પક્ષીઓનો અવાજ સાંભળો. આ સાંભળીને ધીમે ધીમે ઊંડા શ્વાસ ભરો. શક્ય તેટલો શ્વાસ રોકો અને પછી ધીરે ધીરે તેને છોડો

image source

આ એક્સરસાઇઝ કરતી વખતે એક હાથ પેટ પર અને બીજો હાથ છાતી પર રાખો. ધ્યાનમાં રાખો કે જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે અનુભવો કે ઓક્સિજન ફેફસાંને મજબૂત બનાવે છે અને જ્યારે તમે શ્વાસ છોડો છો ત્યારે અનુભવો કે શ્વાસ બહાર આવે છે તેની સાથે શરીરની બધી નકારાત્મકતા અને બીમારી બહાર નીકળી રહ્યા છે.

image source

જો કે શ્વાસ લેવાનો અને શ્વાસ બહાર કાઢવાનો સમય એક સમાન હોવો જોઈએ. તેના માટે તમે શ્વાસ લેતી વખતે મનમાં 5 સુધીની ગણતરી કરો અને બહાર શ્વાસ છોડતી વખતે પણ આ ક્રિયા કરો. આ કસરત કરતી વખતે આરામદાયક કપડાં પહેરો. સાથે જ ખૂબ જ આરામથી શ્વાસ લેવો અને છોડવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!