મોંઘવારીની માઝા મુકાઈ છે આ ગામમા, સામાન્ય એવા મીઠાના ભાવ જાણીને પણ ઉડી જશે તમારા હોંશ…

મિત્રો, હાલ આપણા દેશમાં મોંઘવારીનો આંકડો દિન-પ્રતિદિન ઉપરની તરફ ચડી રહ્યો છે, જેના કારણે વર્તમાન સમયમા દરેક વ્યક્તિ સામાન્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ વિચાર કરી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આપણા દેશમાં ઘણા એવા ગામ છે કે, જ્યાં મોંઘવારીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.

image soucre

આ વાત ભારત-ચીન સરહદ પર આવેલા ગામડાઓની છે કે, જ્યાં મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. હાલ વર્તમાન સ્થિતિ કઈક એવી છે કે, બર્ફુ, લસ્પા અને રાલમ ગ્રામસભાઓમાં રોજબરોજની જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ પણ ૬-૮ ગણા મોંઘા ભાવે વહેંચાઇ રહી છે.

image soucre

મુનસ્યારીમાં જે પણ નમક ૨૦ રૂપિયા કિલોના ભાવે વહેંચાઇ રહ્યું છે તે જ નમક સરહદી ગ્રામ્ય વિસ્તારમા રહેતા લોકોને ૧૩૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવાની ફરજ પડી રહી છે. બીજી બધી રાશનની વસ્તુઓનો પણ આવો જ ભાવ છે. મોંઘવારી એટલી છે કે, હાલ ડુંગળી ૧૨૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચાઇ રહી છે, જ્યારે સરસવ તેલના ભાવ ૨૭૫ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. આ સિવાય કઠોળ અને ખાંડની કિંમત અનુક્રમે ૨૦૦ રૂપિયા કિલો અને ૧૫૦ રૂપિયા કિલો છે.

image soucre

આ ગામોમાં ફુગાવો વધવાના કેટલાક મુખ્ય કારણો નીચે મુજબ હોય શકે છે. કોરોના રોગચાળા પછી કર્મચારીઓના ભાડા ખર્ચમાં બે ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૯ માં જ્યા નમક ૪૦ થી ૫૦ રૂપિયા પ્રતિ કિલો હતું. હવે તે ૮૦ થી ૧૨૦ રૂપિયા કિલો કરી દેવામાં આવ્યું છે.

હાલ અહીના રસ્તા સાવ બિસ્માર હાલતમાં છે. જે માલ લોકો પહેલા પગપાળા લઇ આવતા હતા તે જ જરૂરી સામાન હવે ઘોડા અને ખચ્ચરવાળા પાસેથી ખરીદવા પડે છે. આ સિવાય નેપાળ મૂળના કર્મચારીઓ જે ઓછા ભાવે કામ કરતા હતા તે રોગચાળાને કારણે નેપાળથી અહીં આવતા બંધ થઇ ગયા અને તેના કારણે મજૂરોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો. નેપાળી મજૂરોની ગેરહાજરીને કારણે ભાવમાં પણ વધારો થયો છે.

image source

તમને જણાવી દઈએ કે, દર વર્ષે માર્ચથી નવેમ્બર સુધી, આ ત્રણ ગ્રામસભાઓના ૧૩ થી વધુ નાના ગ્રામ્ય વિસ્તારના લોકો ભારત-ચીન સરહદે સ્થળાંતર કરે છે. બિસ્માર રસ્તાઓ અને કોરોનાની બીમારીના કારણે આ વખતે સ્થળાંતર પર આવેલા ગામના લોકો મોંઘવારીને કારણે ખૂબ જ પરેશાન છે.

image source

અહીં રોડથી અંદાજે ૫૨ થી ૭૩ કિમી દૂર રહેતા ગ્રામજનોનું કહેવું છે કે, જો સરકાર તેમની સમસ્યાનું નિરાકરણ નહીં લાવી શકતી અથવા તેમના માટે જો યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં માઈગ્રેશનમા મુશ્કેલી થઈ શકે. હવે સરકાર આ લોકોની મદદ કરશે કે નહિ તે આવનાર સમયમાં જ ખબર પડશે.