ગાંધીનગરમાંથી ઝડપાયો સાયકો રેપિસ્ટ, પોર્ન જોઈ બાળકીઓને બનાવતો શિકાર

વિકૃત માનસિકતાના લોકો પોતાની હવસ અને વિકૃતિ સંતોષવા જ્યારે ભાન ભુલે છે ત્યારે તેઓ નાની બાળકીઓેને પણ પોતાનો શિકાર બનાવી લેતા હોય છે. આવી અનેક ઘટનાઓ છાશવારે બને છે. તાજેતરમાં પણ ગાંધીનગર ખાતે એક, બે નહીં પણ ત્રણ બાળકીઓને દુષ્કર્મનો ભોગ બનાવવામાં આવી હતી. ત્રણમાંથી એકને તો નરાધમે મોતને ઘાટ ઉતારી દીધી હતી. જો કે પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને આ ગુનાનો ભેદ ઉકેલાય ગયો છે. પરંતુ આ ઘટના પરથી દરેક માતાપિતાએ સતર્ક થઈ જવાની જરૂર છે. આ કેસમાં એવા ખુલાસા થયા છે જે દરેક દીકરીના માતા પિતા માટે લાલબત્તી સમાન છે.

ગાંધીનગર ખાતે બાળકીઓ સાથે બનેલી આ ઘટનામાં એક જ વ્યક્તિએ ત્રણ બાળકીને શિકાર બનાવી હતી. ગત સપ્તાહમાં ગામની સીમમાંથી 5 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર અને ખાત્રજ ચોકડીથી 3 વર્ષની બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરી ત્યાર બાદ તેના પર દુષ્કર્મ કરનાર વિકૃત માનસિકતાના વિજય પોપટજી ઠાકોરની પોલીસે ધરપકડ કરી હતી. પુછપરછ દરમિયાન તેણે કબુલ્યું હતું કે તેણે 3 બાળકીઓને પોતાનો શિકાર બનાવી છે. જેમાં તેણે 4 નવેમ્બરે રાંચરડા ગામ, 5 નવેમ્બરે ખાત્રજ ચોકડી પાસેથી અને આઠેક દિવસ પહેલા અન્ય એક બાળકીનું અપહરણ કરી તેને અવાવરુ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની કબૂલાત આપી હતી.

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી મોબાઈલ પર પોર્ન ફિલ્મ જોવાનો આદિ હતો અને આ ફિલ્મ જોયા બાદ તે દારુ પી અને નાની બાળકીઓને ઉપાડી જઈ તેની સાથે દુર્ષ્કમ કરતો હતો.

તક ઝડપી અને શ્રમજીવી પરિવારની દીકરીઓેને ઉપાડી જઈ તેના પર દુષ્કર્મ કરનાર વિજયની પત્ની 8 મહિનાથી ગર્ભવતી છે. તેને સંતાનમાં 6 વર્ષની દીકરી પણ છે. દિવાળીની રાત્રે તે તેનીપત્ની સાથે ઝઘડો કરી નીકળી ગયો હતો. ત્યારબાદ તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

image soucre

આ પ્રકારની ઘટનાઓ બનતી અટકે તેવા પ્રયત્ન પોલીસ તો કરે જ છે પરંતુ તે સાથે માતાપિતાએ પણ કેટલીક વાતોને લઈને સતર્ક રહેવા જણાવ્યું હતું. દીકરીના માતાપિતાએ કઈ કઈ વાતોને ધ્યાનમાં લેવી તે આ મુજબ છે.

  • – કોઈપણ અજાણી જગ્યાએ બાળકોને એકલા ન મુકો.
  • – બાળકની આસપાસ સતત રહેવું અને કોઈ અજાણી વ્યકિત દેખાય તો તેના પર પણ નજર રાખવી
  • – બાળકને સારી રીતે સમજાવો કે કોઈપણ પ્રકારની લાલચ કે વાતમાં આવી તે અજાણી વ્યક્તિ સાથે જાય નહીં.
  • – નાના બાળકો અયોગ્ય સ્પર્શ અંગે સમજ આપવી.
  • – બાળકોને રાત્રિના સમયે એકલા બહાર ન મોકલવા.