જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગરોળી પડવાના આ છે શુકન – અપશુકન, એકવાર વાંચો આ લેખ અને જાણો…

દરેક ઘરમાં ગરોળી હોય છે. ગરોળીઓ એટલી ડરામણી હોય છે કે ઘણી વખત ઘણા લોકો ખરાબ સ્થિતિમાં આવી જાય છે. કેટલાક લોકો ગરોળી થી એટલા ડરે છે કે રૂમમાં ગરોળી જોઈને તેઓ રૂમમાંથી બહાર નીકળી જાય છે. ઘણીવાર એવું બને છે કે રાત્રે સૂતી વખતે છત પર દોડતી ગરોળી અસંતુલન ને કારણે શરીર પર પડે છે. ત્યારે જાણે શ્વાસ બંધ થઈ જશે તેમ લાગી જાય છે.

image soucre

જ્યોતિષ શાસ્ત્રમાં શરીર ના લગભગ દરેક ભાગ પર ગરોળી પડવાની અસર સમજાવે છે. કેટલીક ખરાબ અસરો છે અને કેટલીક ખૂબ સારી અસરો છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ગરોળી તમારા શરીરના આવા અને આવા ભાગ પર પડે તો તેની કેવી અસર પડે છે. જાણો તેના સારા પરિણામ આવશે કે અશુભ પરિણામ.

ગરોળી પડવાથી આ લાભ થાય છે

image socure

જો ગરોળી માથા પર પડે તો સંપત્તિ મળવાની શક્યતા વધી જાય છે. જમણા કાન પર ગરોળી પડે તો નવાં કપડાં અને ઘરેણાં મળી શકે છે. ડાબા કાન પર ગરોળી પડે તો આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. નાક પર ગરોળી પડવાનો અર્થ એ છે કે તમારો ભાગ્યોદય ઝડપથી થશે. ડાબા ગાલ પર ગરોળી પડે તો નજીકના ભવિષ્યમાં જ જૂના મિત્રો સાથે મુલાકાત થશે. જમણા ગાલ પર ગરોળી પડે તો તે જાતક રોગમુક્ત થશે અને તેનું આયુષ્ય પણ વધશે.

ગરદન પર ગરોળી પડે તો તે જાતક ને યશ, પ્રતિષ્ઠા મળે છે. દાઢી પર ગરોળી પડવાનો અર્થ એ છે કે તમારી સાથે ટૂંક સમયમાં કોઈ ભયાનક ઘટના ઘટવાની છે. જે પુરુષ ની મૂછ પર ગરોળી પડે છે તેને માન-સન્માન મળે છે. જે જાતક ની ભ્રમરો પર ગરોળી પડે છે તેને ધનહાનિ થાય છે. ડાબી આંખ પર ગરોળી પડે તો કોઈ ને કોઈ પ્રકાર નું નુકસાન થાય છે.

image soucre

જમણી આંખ પર ગરોળી પડવાનો અર્થ એ છે કે ખૂબ જ જલદી તમારી મનસંદ વ્યક્તિ સાથે મુલાકાત થશે. પીઠ પર જમણી બાજુ ગરોળી પડે તો સુખની પ્રાપ્તિ થાય છે. પીઠ પર ડાબી બાજુ ગરોળી પડે તો તે જાતકને રોગ થવાની શક્યતા રહે છે. જમણા ખભા પર ગરોળી પડે તો અનેક મુશ્કેલ જણાતાં કાર્યોમાં સફળતા મળે છે.

image socure

ડાબી બાજુના ખભા પર ગરોળી પડે તો તે જાતકના શત્રુઓમાં વધારો થાય છે. જમણા હાથ પર ગરોળી પડે તો આકસ્મિક ધનલાભ થાય છે. ડાબા હાથ પર ગરોળી પડે તો તે જાતકની સંપત્તિ લૂંટાય છે. જમણી હથેળી પર ગરોળી પડે તો નવાં કપડાં પહેરવા મળે છે. ડાબી હથેળી પર ગરોળી પડે તો આકસ્મિક ધનહાનિ થાય છે.