ઘરમાં છોડ લગાવતી સમયે સૌથી પહેલા કરી લો આ ઉપાય, થશે એવો લાભ કે તમે કલ્પના પણ નહીં કરી હોય

નમસ્તે મિત્રો, આજે આપણે ઘરમાં વૃક્ષો વાવવાથી થતાં ફાયદાઓ વિશેની ચર્ચા કરીશું.વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ.

image source

ઘરમાં વૃક્ષો વાવવાથી ઘરની શોભામાં તો વધારો થાય જ છે પરંતુ સાથે સાથે સ્વાસ્થયને પણ અનેક ફાયદા થાય છે.વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે.

image source

ઘરમાં અનેક નાના છોડને રોપવાથી ઘરની શોભામાં વધારો થયા છે.ઘરમાં છોડને રોપવાનો શોખ કોણે નથી હોતો પરંતુ આપણે જાણતા નથી કે કયા છોડને રોપવો તે યોગ્ય છે. આપણે ઘરના વિશાળ દિશામાં અથવા ઘરની દિશામાં વૃક્ષો વાવવાથી લાભ મેળવી શકીએ છીએ.વાસ્તુ અનુસાર, યોગ્ય સ્થળે વૃક્ષ રોપવાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ મળશે.

image source

આપણે બધા જાણીએ છીએ આપણાં દેશની અંદર તુલસીના છોડનું વિશેષ મહત્વ રહેલું છે.એવું કહેવામાં આવે છે કે તુલસીનો છોડ હિંદુ ધર્મમાં એકદમ પવિત્ર છે. તેથી, વાસ્તુ દોષને દૂર કરવા માટે તેને યોગ્ય દિશામાં રાખવું જોઈએ. તુલસીનો છોડ અગ્નિ કુંડથી લઈને વ્યાવય કોણી સુધી ખાલી જગ્યા પર વાવેતર કરી શકાય છે. જો ત્યાં કોઈ ખાલી જમીન નથી, તો તમે પોટનો ઉપયોગ કરી શકો છો.

image source

આપના દેશની અંદર અમુક એવી વનસ્પતિઓ થાય છે. જેનો ઉપયોગ આપણે ઘરની સોભાની સાથે ધાર્મિક કાર્યોમાં પણ કરી શકીએ છીએ.ધાર્મિક ગ્રંથોમાં, કેળનું ઝાડ દેવી સાથે સંકળાયેલું છે. ખરેખર તમારે કેળાનું ઝાડ ઈશાન અથવા ઉત્તરમાં વાવવું જોઈએ. આમ કરવાથી ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશી મળે છે. જો તમે આ છોડ રોપશો તો શુભ પરિણામો મળે છે. તેમાં સાક્ષાત વિષ્ણુ અને ગણેશ જેવું જ કહેવામાં આવ્યું છે.