ઘરની ખુશી અને આર્થિક તંગીમાંથી છુટકારો મેળવવા એક સ્ત્રી તરીકે ઘરમાં અચુક કરો આ કામ

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે, વિવાહ એ એક સ્ત્રી અને પુરુષના જીવનમા એક વિશેષ મહત્વનો પ્રસંગ છે. આ સ્ત્રી અને પુરુષ બંનેના જીવનનો એક અગત્યનો પ્રસંગ છે કે, જે પછી બંનેના જીવનમા અનેકવિધ પ્રકારના પરિવર્તનો આવતા હોય છે અને બંનેએ સાથે મળીને આ પરિવર્તનોને સ્વીકારીને તેને પોતાના જીવનનો એક ભાગ બનાવીને એક નવી જીવનયાત્રાનો પ્રારંભ કરવો પડે છે, જેમા સુખ આવે કે દુઃખ બંનેએ એકબીજાની ઢાલ બનીને ઉભુ રહેવું પડે છે, તો જ તેમનો વૈવાહિક સંસાર સુખપૂર્વક ચાલે છે.

image source

કોઈપણ ઘરમા એક પરિણીત સ્ત્રી પ્રવેશ કરે છે એટલે તેને સાક્ષાત માતા લક્ષ્મીનુ સ્વરૂપ માનવામા આવે છે. લગ્ન બાદ આ સ્ત્રીનુ ભાગ્ય તેના પતિ અને તેના ઘર સાથે જોડાઈ જતુ હોય છે. આમ, સ્ત્રીઓ જે કંઈપણ કરે છે અને તેમના જીવનમા જે કોઈપણ પ્રભાવ પડે છે તેની સીધી જ અસર તેના પતિ અને તેના ઘરના સદસ્યો પર પડે છે.

image source

માટે જ્યારે પણ કોઈ સ્ત્રી લગ્ન બાદ ઘરમા પ્રવેશે છે ત્યારથી તેણે શાસ્ત્રોમા દર્શાવેલા અમુક વિશેષ કાર્યોને પોતાના રોજીંદા જીવનનો ભાગ બનાવી લેવો જોઈએ. જો શાસ્ત્રોમા દર્શાવેલા આ કાર્યોને કોઈ સ્ત્રી પોતાના રોજીંદા જીવનમા અપનાવે છે તો તેના સાસરિયામા હમેંશા સુખ અને સમૃદ્ધિ રહે છે અને તેમના પતિને પણ દરેક કાર્યોમા સફળતા પ્રાપ્ત થાય છે. તો ક્યા છે આ વિશેષ કાર્યો કે જે એક પરિણીત સ્ત્રીએ દરરોજ કરવા જોઈએ, ચાલો જાણીએ.

image source

એક પરિણીત સ્ત્રીએ દરરોજ પોતાના ઘરના પ્રાંગણમા સવારે અને સાંજે તુલસી પાસે એક નાનકડો એવો દીવો મુકીને તેમા ઘી ઉમેરીને તે દીવાને નિયમિત સવારે અને સાંજે પ્રગટાવવો જોઈએ. જો તમે દારરોજ આ કાર્ય કરો છો તમારા ઘરમા બરકત બની રહે છે અને તમારા ઘરમા સુખ-શાંતિ પણ જળવાઈ રહે છે, તો નિયમિત આ કાર્ય અવશ્યપણે કરવુ.

image source

આપણા વાસ્તુ શાસ્ત્રમા ઉતર-પૂર્વ દિશાને સકારાત્મક ઉર્જાનુ કેન્દ્ર માનવામા આવ્યુ છે. ઘરની આ દિશાની હમેંશા યોગ્ય રીતે સાફ-સફાઈ કરવી જોઈએ અને જો શક્ય બને તો ઘરની આ દિશામા જ પૂજાઘર બનાવવુ જોઈએ. જો તમે આ દિશાની યોગ્ય સાફ-સફાઈ કરો છો તો તમારા ઘરમા ક્યારેય પણ આર્થિક નાણાભીડની સમસ્યા સર્જાતી નથી અને તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર પણ થાય છે.

image source

આ ઉપરાંત ઘરના મુખ્ય પ્રવેશદ્વારની નિયમિત સાફ-સફાઈ કરવી જોઈએ અને અઠવાડિયામા એકવાર આખા ઘરમા ગંગાજળનો છંટકાવ અવશ્યપણે કરવો જેથી, ઘરમા રહેલી તમામ નકારાત્મક ઊર્જાઓ દૂર ભાગી જાય અને ઘરનુ વાતાવરણ સકારાત્મક બને. આ ઉપરાંત ઘરની સ્ત્રીઓએ ક્યારેય પણ રાતના સમયે પોતાના વાળ ના ધોવા. આમ, કરવાથી ઘરની બરકત ચાલી જાય છે. જો તમે આ અમુક બાબતો અંગે વિશેષ સાવચેતી રાખો તો તમારા ઘરમા હમેંશા સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે, ધન્યવાદ!

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ