તમે પણ કરો તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આ પાંચ કામ, ક્યારેય પણ નહિ આવે આર્થિક નાણાભીડની સમસ્યા…

કોઈપણ ઘરમાં તેનું મુખ્ય પ્રવેશદ્વાર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા એવી છે કે, ઘરના મુખ્ય દ્વારા ઘરમા સકારાત્મક અને નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે. એવું કહેવામા આવે છે કે, જો તમે તમારા ઘરને નકારાત્મક શક્તિઓથી મુક્ત રાખવા ઈચ્છો છો તો તેનો મુખ્ય દરવાજો વાસ્તુદોષથી મુક્ત રાખો. મુખ્ય દ્વારના વાસ્તુદોષને સુધારીને તમે તમારા ઘરમા નકારાત્મક શક્તિઓને પ્રવેશતા અટકાવી શકો છો. આજે અમે તમને અમુક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને અજમાવવાથી હંમેશા તમારા ઘરમા ભગવાનની કૃપા બની રહે છે.

ઘરના મુખ્ય દરવાજા પર રંગોળી બનાવો :

image soucre

વાસ્તુ શાસ્ત્ર મુજબ સવારે સમય હોય તો મુખ્ય દ્વારની બંને બાજુ ઘઉંના લોટથી રંગોળી બનાવો. જો દરરોજ સમય ન હોય તો અઠવાડિયામાં એકવાર પણ રંગોળી બનાવી શકો છો. આમ, કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર-પરિવાર પર તેમની કૃપા વરસે છે.

વાસ્તુ મુજબ સવારે ઊઠીને પહેલા ભગવાનને નમન કરવું જોઈએ. ત્યારે મુખ્ય દ્વાર પાસે પાણી નાખીને તેને ધોઇ નાખો. તમે ઇચ્છો તો તેમાં થોડી હળદર ઉમેરી શકો છો. આમ, કરવાથી પરિવારની આર્થિક તંગી હમેંશા માટે દૂર થાય છે અને પરિવારમાં ક્યારેય પૈસાની કમી નથી.

દેવી-દેવતાઓના શુભ ચિહ્નો લગાવો :

image socure

ઘરમાં સુખ-શાંતિ લાવવા માટે ઓમ, શ્રી ગણેશ કે માતા લક્ષ્મીના પદચિહ્નો અને શુભ-લાભ મુખ્ય પ્રવેશ દ્વાર પર લગાવવા જોઈએ. આમ, કરવાથી ઘરમાં હંમેશાં સકારાત્મક શક્તિઓ બની રહે છે અને નકારાત્મક શક્તિઓ પણ ઘરમાં પ્રવેશ કરતી નથી. સવારે ઊઠ્યા પછી આ શુભ ચિહ્નો પાસે જઈને બે હાથ જોડીને તેમને પ્રણામ કરો. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવું એકદમ શુભ માનવામાં આવે છે. આ તોરણ કેરી, પીપળા કે અશોકના પાનમાંથી બનાવવામાં આવે છે. આ તોરણ દ્વારા ઘર અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધારે છે.

સ્નાન કર્યા પછી મુખ્ય દરવાજા પર સ્વસ્તિક લગાવો :

image source

દરરોજ સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું નિશાન લગાવો આમ, કરવાથી ઘરના સભ્યોને કોઈપણ પ્રકારની બીમારી થતી નથી અને સ્વાસ્થ્ય નીરોગી રહે છે. તેનાથી તમારા આર્થિક અવરોધો પણ દૂર થાય છે અને તમારા ઘરનું વાતાવરણ ખુશહાલીથી ભરપૂર રહે છે.