હેલ્થની સાથે સુંદરતાને માટે પણ કારગર છે ઘી, ફાયદા જાણીને તમને પણ લાગશે નવાઈ

આપણે સૌ જાણીએ છીએ કે ઘી આપણી હેલ્થને માટે ફાયદારૂપ માનવામાં આવે છે. તેનાથી શરીર સ્ટ્રોન્ગ બને છે. આ સાથે સ્કીન પર પણ અલગ ગ્લો જોવા મળે છે. આ માટે તેનો ઉપયોગ રોજ કરવો લાભદાયી રહે છે. ઘીનો ઉપયોગ રસોઈમાં અનેક વ્યંજનોમાં કરવામાં આવે છે. જો તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરાય તો તે હેલ્થને નુકસાન કરે છે પણ યોગ્ય રીતે કરાતો ઉપયોગ સ્કીન અને હેલ્થ બંનેને માટે ફાયદો કરે છે. તો જાણો તમારે કઈ રીતે ઘીનો ઉપયોગ કરીને હેલ્થ અન સ્કીન બંનેને સારી રાખવાની છે.

શું છે ઘીના ફાયદા

image source

ઘીમાં ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન એ, બ્યૂટીરિક એસિડ, હેલ્ધી ફેટ જેવા તત્વો હોય છે જે શરીરને માટે ફાયદો કરે છે. આ સાથે પાચનતંત્રને પણ મજબૂત કરે છે. તેનાથી ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોન્ગ બને છે. કેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે તેના કારણે તે સ્કીન અને વાળને માટે પણ ફાયદો કરે છે. આ માટે ઘીનો ઉપયોગ કરવો જોઈએ.

પાચનતંત્રને કરે છે મજબૂત

જો તમે રોજ સૂતા પહેલા એક કપ ગરમ દૂધમાં 2 ચમચી ઘી નાંખીને પીઓ છો તો તમને કબજિયાતની સમસ્યા રહેશે નહીં. તે તમારા આંતરડાને માટે પણ ફાયદો કરે ચે.

image source

બંધ નાકને ખોલે છે

ઘીમાં એવા તત્વો હોય છે જે તમારા બંધ નાકને ખોલવામાં મદદ કરે છે. જ્યારે પણ તમારું નાક બંધ થઈ જાય તો તમે શુદ્ધ ઘીને સામાન્ય ગરમ કરો અને તેના કેટલાક ટીપા નાકમાં નાંખો. આમ કરવાથી નાક તરત ખૂલી જાય છે. ઘી ગળા સુધી પહોંચી જશે અને તમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી આવશે નહીં.

પેટની ચરબી ઘટાડશે

ઘીમાં એમિનો એસિડ, ઓમેગા 3 ફેટી એસિડ અને ઓમેગા 6 ફેટી એસિડ હોય છે, જે વજન ઓછું કરવા માટે ફાયદો આપે છે. આ માટે રોજ ઘીનું સેવન કરવું. તમે ઓછામાં ઓછું એક ચમચી ઘી રોજ ભોજનમાં લો તે જરૂરી છે.

image source

સ્કીનને માટે પણ કરે છે ફાયદો

જેમની સ્કીન સૂકી અને બેજાન છે તેઓએ ઘીનું સેવન જરૂરથી કરવું જોઈએ. તે તમારી સ્કીનને ભરપૂર પોષણ આપે છે. તેનુ રોજ સેવન કરવાથી સ્કીનમાં ગ્લો આવે છે અને સ્કીન મુલાયમ બને છે. આ સાથે તેના સેવનથી અને ફેસ માસ્ક લગાવવાથી પણ લાભ થાય છે.

ઘીનો ફેસ માસ્ક બનાવવાની રીત

ઘીનો ફેસ માસ્ક બનાવવા માટે તમે ઘીની સાથે બેસન, હળદર અને પાણીને સારી રીતે મિક્સ કરીને તેની એક પેસ્ટ જેવું બનાવી લો. તેને 20 મિનિટ માટે સ્કીન પર લગાવી લો. તમારી સ્કીનમાં ગજબનો નિખાર જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!