92 વર્ષની ઉંમરે ગિલાનીનું નિધન, બુધવારે મોડી રાત્રે નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ

જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા અને ત્રણ વખત ધારાસભ્ય રહેલા સૈયદ શાહ ગિલાની નો આજે નિધન થયું છે બુધવારે મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું નિધન શ્રીનગરના હૈદરપુરા સ્થિત તેમના આવા સ્થાન પર થયું હતું.

image soucre

કેન્દ્રશાસિત પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફતી એ ગિલાનીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આ અંગે ટ્વિટ કરતાં કહ્યું હતું કે ગિલાની સાહેબના નિધનની ખબરથી દુઃખી છે અમે મોટાભાગની વાતો પર સહમત ન હતા પરંતુ તેમની દ્રઢતા અને તેમના વિશ્વાસ સાથે અડગ રહેવા પર તેમના માટે સન્માન છે અલ્લાતાલા તેમને જન્નત અને તેમના પરિવારને હિંમત આપે.

કાશ્મીરી નેતા સૈયદ અલી શાહ ગિલાની નો જન્મ 29 સપ્ટેમ્બર 1929ના રોજ થયો હતો. તેઓ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના એક પાકિસ્તાન સમર્થક કાશ્મીરી અલગાવવાદી નેતા હતા. બુધવારે મોડી રાત્રે તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ જમાતે ઇસ્લામી કશ્મીરના સભ્ય પણ હતા. ત્યારબાદ તેમણે તહરીક એ ઇસ્લામની સ્થાપના કરી હતી.

image source

તેમણે જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી સમર્થક દળોના સમૂહ ઓલ પાર્ટી હુરિયત કોન્ફરન્સ ના અધ્યક્ષ તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ 1972, 1977 અને 1987 માં જમ્મુ-કાશ્મીરના સુપર નિર્વાચન ક્ષેત્ર થી વિધાયક પણ રહ્યા હતા. જોકે જૂન 2020 માં તેમણે હુરિયત છોડી દીધું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓ સક્રિય ન હતા.