જાણો શા માટે અંતરિક્ષમાં મોકલવામાં આવતા સેટેલાઇટ પર ચડાવવામાં આવે છે સોનાનું પડ ?

સેટેલાઇટ વિષે તો લગભગ સૌ કોઈ જાણતા જ હશે. આપણે ભારતવાસીઓ તેને સ્થાનિક ભાષામાં કૃત્રિમ ઉપગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ. વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુતનિક-1 સોવિયત સંઘ દ્વારા ચાર ઓક્ટોબર 1957 માં પૃથ્વીની કક્ષામાં તરતો મુકવામાં આવ્યો હતો.

image source

ત્યારથી લઈને અત્યાર સુધીમાં એવા હજારો કૃત્રિમ ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે અંતરિક્ષમાં મોકલવામાં આવતા એ કૃત્રિમ ઉપગ્રહો એટલે કે સેટેલાઇટ પર સોનાનું પડ લગાવવામાં આવે છે ! તમે કદાચ આ પહેલા આ ન જાણતા હોય તેવું પણ બને. પરંતુ તેના પાછળનું એક કારણ પણ છે. ચાલો આજે તેના વિષે રોચક માહિતી જાણીએ.

image source

સેટેલાઇટને અંતરિક્ષમાં મોકલતા પહેલા તેની તૈયારી કરવાના ભાગરૂપે એક કાર્ય તેના પર સોનાનું પડ ચડાવવાનું પણ હોય છે વૈજ્ઞાનિકોની ભાષામાં તેને મલ્ટી લેયર ઇન્સુલેશન કહેવાય છે. આ મલ્ટી લેયર ઇન્સુલેશનનું પડ આમ તો પાતળું પરંતુ બહુ મજબુત હોય છે. સેટેલાઇટની બહારની સપાટી પર મલ્ટી લેયર ઇન્સુલેશનના અનેક પાતળા પડ ચડાવી તેને જાડું કરવામાં આવે છે. આ જાડા પડને સાદી ભાષામાં ગોલ્ડ પ્લેટિંગ પણ કહેવાય છે.

image source

જે સેટેલાઈટને અંતરિક્ષમાં દૂર સુધી મોકલવાનું હોય તેના પર આ મલ્ટી લેયર ઇન્સુલેશનનું પડ ચડાવવું અનિવાર્ય હોય છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર સોનુ સેટેલાઇટની પરિવર્તનશીલતા, ચાલકતા અને કાટ લાગવાથી બચાવ માટે રક્ષક છે. એ ઉપરાંત સેટેલાઇટમાં લગાવેલી અન્ય ધાતુઓના પડ હાનિકારક ઇન્ફ્રારેડ રેડિએશન અને થર્મલ રેડિએશન રોકવાનું કામ કરે છે.

image source

વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ જો સોના અને અન્ય ધાતુઓથી બનેલા સેટેલાઇટને મલ્ટી લેયર ઇન્સુલેશન વડે ઢાંકવામાં ન આવે તો અંતરિક્ષમાં રહેલા ખતરનાક રેડિએશન સેટેલાઈટને પળવારમાં જ નષ્ટ કરી શકે છે. હવે સેટેલાઈટમાં અનેક જાતના સૂક્ષ્મ અને કિંમતી સોફ્ટવેર ઉપકરણો લગાવેલા હોય છે ત્યારે મલ્ટી લેયર ઇન્સુલેશનનું આ પડ સેટેલાઇટ સાથે કોઈ વસ્તુ અથડાય તો પણ તેના અંદરના ઉપકરણોની સલામતી જાળવી રાખે છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે ફક્ત સેટેલાઇટ જ નહિ પણ અંતરિક્ષ યાત્રીઓના ખાસ સ્પેસ શૂટમાં પણ સોના અને અન્ય ધાતુ વડે બનેલા મલ્ટી લેયર ઇન્સુલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. અપોલો લુનાર મોડ્યુલમાં પણ નાસાએ સેટેલાઇટ બનાવવામાં સોનાની ધાતુનો ઉપયોગ કર્યો હતો. એ સિવાય ચંદ્રયાનના એક ભાગમાં પણ સોનાનું આવું જ મલ્ટી લેયર ઇન્સુલેશન પડ ચડાવવામાં આવ્યું હતું.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત