સોના અને હીરાથી બનેલ આ સાબુનો ભાવ સાંભળીને ઉડી જશે તમારા પણ હોશ, વાંચો આ લેખ અને જાણો…

આપણે બધા જ દરરોજ ઘરે સ્નાન કરવા માટે કોઈ ને કોઈ સાબુનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ અને આ સાબુ આપણને 15 રૂપિયાથી માંડીને ૪૦-૫૦ રૂપિયા સુધીમા સરળતાથી મળી શકે છે પરંતુ, આજે અમે આ લેખમા તમને એક એવા સાબુ વિશે જણાવીશું કે, જેના ભાવ સાંભળીને તમારા હોશ ઉડી જશે.

સાબુની કિંમત 2 લાખ રૂપિયા છે :

world's most expensive soap: Khan Al Saboun World's Most Expensive Soap Is Made Of Gold And Diamond Powder: विश्व का सबसे महंगा साबुन सोने और हीरा पाउडर से बना है, कीमत जानें -
image soucre

જો તમને કોઈ કહે કે દુનિયામાં એક સાબુ છે કે, જેની કિંમત ૨ લાખ રૂપિયાથી વધુ છે તો તમારી પ્રતિક્રિયા શું હશે? સાબુની કિંમત જાણીને તમે ચોક્કસપણે ચોંકી જશો અને એમ કહેશો કે મજાક સારું છે અથવા તો તમે કહેશો કે આ વ્યક્તિ પાગલ થઇ ગયું છે ક્યારેય સાબુની કીમત આટલી હોય?

લેબેનીઝ પરિવાર બનાવે છે :

image source

બીબીસીના એક અહેવાલ મુજબ આ સાબુ લેબેનોનના ત્રિપોલીમા બનાવવામાં આવ્યો છે. આ સાબુ બશર હસન એન્ડ સન્સના પરિવાર દ્વારા બનાવવામાં આવ્યો છે. આ સાબુ બનાવ્યા બાદ તેને ખાન અલ સબૂનના નામે બજારમા વહેંચવામાં આવે છે. પરિવાર લક્ઝરી સાબુથી માંડીને સ્કિનકેર ઉત્પાદનો સુધીની બધી જ વસ્તુઓ વહેંચે છે. આ સાબુમા તમામ શુદ્ધ વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવે છે.

સોના અને હીરાના પાવડરનો ઉપયોગ :

image source

આ સાબુ તૈયાર કરવા માટે સાબુમાં ૧૭ ગ્રામ પ્યોર ગોલ્ડ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય થોડા ગ્રામ હીરાનો પાવડર, થોડું શુદ્ધ ઓલિવ ઓઇલ, ઓર્ગેનિક મધનો પણ આ પાવડર બનાવવામા ઉપયોગ કરવામાં આવે છે. સોના અને હીરાના પાવડરનો ઉપયોગ તેને વિશ્વનો સૌથી મોંઘો સાબુ બનાવે છે. આ સાબુની વર્તમાન સમયની કિંમત ૨,૮૦૦ ડોલર એટલે કે ૨ લાખ રૂપિયા કરતા પણ વધુ છે.

world's most expensive soap: Khan Al Saboun World's Most Expensive Soap Is Made Of Gold And Diamond Powder: विश्व का सबसे महंगा साबुन सोने और हीरा पाउडर से बना है, कीमत जानें -
image soucre

આ પરિવાર હાલ એવો દાવો કરી રહ્યુ છે કે, આ સાબુ માણસને આધ્યાત્મિક અને માનસિક શાંતિ આપે છે. જોકે, આ દાવાની પુષ્ટિ હજુ પણ બાકી છે. ઘણા સિતારાઓ અને અરબી વેપારીઓ આ સાબુના વિશેષ ખરીદદાર છે. આ સાબુના ઓર્ડર કલાકારો તરફથી આવતા રહે છે. ખાસ કરીને દુબઈમાં રહેતા લોકો તરફથી પણ આ સાબુ સ્પેશીયલ ઓર્ડર પર બનાવડાવવામાં આવે છે. આ આખા લેખ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે, સામાન્ય લોકો આ સાબુનો ઓર્ડર આપી શકે નહીં.