ગ્રીષ્મા સાથે ઘટેલી ઘટનાઓ હવે ના ઘટે એ માટે સાંભળો આ મહિલાની વાત, ગુજરાતીઓના રૂંવાડા ઊભા થઈ જશે

પ્રેમ, પ્રેમ શબ્દના વેવલાવેળા બહુ કર્યા, ઘણું લખ્યું, ઘણું વાચ્યું, પણ પ્રેમના નામે ચાલતા દુષ્કર્મ વિશે વિચારવાનો સમય નથી કોઈ પાસે. હવે ખરેખર સમય આવી ગયો છે જાગૃતીનો.. જે આપણે ઘર, સમાજ અને રાષ્ટમાં નથી લાવી શક્યા, કારણ દિકરી આપણા ઘરની નથી હોતી, આપણી લાગણી બસ તેની સાથે થયેલા અન્યાય ના વીડિઓ, વાતો અને સારી ફિલોસોફીમાં જ સમેટાઈ જાય છે અને બીજે દિવસે એ જ રામ અને એ જ સીતા.ફરી પાછી કોઈ વાત ઉડીને આંખે આવે ત્યારે તે જ વાતનું પુનરાવર્તન.

image socure

લોકો કહે છે દિકરીને સાચવો, તેના આવવા જવાના સમય પર ધ્યાન રાખો, રાતે તેને એકલી ના મુકો, આવળ જાવળ જગ્યાએ તેને એકલીના મુકો, પણ મારા મિત્રો સુરતની મારી બેન જેવી દિકરી ગ્રીષ્મા વેકરીયાને તો તેના પરિવાર સામે જ મારી નાખી, તો મિત્રો તેનો અર્થ તો એ જ થયો કે હવે દિકરી ઘરમાં પણ સુરક્ષિત નથી. દિકરીનું જીવન શું? ગર્ભમાં હોય ત્યારે પણ તેને ડર હોય કે શું હું દુનિયા જોઈ શકીશ? બહાર આવીને પણ નરાધમો નો ડર, ભણવા જતા પણ અમુક અસામાજિક તત્વોનો ડર,

image soucre

સાસરે ગયા પછી જો નસીબ ખરાબ હોય તો પોતાના જ સાથી અને સાસરિયાનો નો ડર, તો તેનો મતલબ એ જ થયો કે દિકરી હોવું એ પાપ છે, ગુનો છે,તેને બહાર નીકળવાનો હક નથી અને નીકળે તો એ સુરક્ષિત નથી. આ બધું ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી આપણે હાથ પર હાથ દઈને બેસી રહીશું મારે પણ દિકરી છે, તમારે પણ છે અને ઘણા લોકોને હશે, આજે બીજાની દિકરી હતી,કાલે ભગવાન ના કરે આપણા બધામાં થી કોઈ એકની હોય, તો બસ આપણે લાચાર રહેવાનું, અને જો લાચાર બનીને બધું જોયા જ કરવાનું હોય તો આપણે બહુ મોટો ગુનો કરી રહ્યા છીએ એક દિકરીને દુનિયામાં લાવવાનો. જો આપણે યોગ્ય પગલાંના લઈ શકતા હોઈએ.

image soucre

હવે સમય દિકરીઓને ડરાવીને ઘરમાં રાખવાનો નથી, તેને જવાદો બહાર, દુનિયાના નરાધમોનો સામનો કરવાની તાલીમ આપો, તેને સ્વતંત્રતા આપો અને ઘરનું વાતાવરણ એવુ બનાવો કે તેને કોઈ હેરાનગતિ હોય તો તે વિના સંકોચે તમને કહી શકે, કોઈ હાથ એક વાર ઉપાડે તો સામે તે પણ બે હાથ ઉપાડે, સ્ત્રી લાચાર નથી તેને બનાવવામાં આવે છે સમાજના ડરથી કે લોકો શું કહેશે? અરે ભાડમાં ગયો સમાજ.. જો દિકરી મુસીબતમાં હશે તો સમાજ ફક્ત તમાશા જ જોશે અને બે ચાર વાતો વધારીને કરશે, શું દિકરીની ઈજ્જત અને જીવન જોખમમાં હશે તો સમાજ તેને નવીન આપી શકશે? જવાબ 100%ના જ હશે તો વિચાર શું કરો છો બસ આજથી દિકરીઓના ભાવિ વિશે વિચારવાનું શુરુ કરી દો..

image soucre

બાળકી નાની હોય કે મોટી, વિધાર્થીની હોય કે ઘર કામ કરતી, નોકરિયાત હોય કે ગૃહિણી પરણેલી હોય કે કુંવારી,વિધવા હોય કે સધવા, યુવાન હોય કે આધેડ દરેક સ્ત્રી અંતે એક શક્તિ છે, બસ જરૂર છે તેને અભિવ્યક્ત થવાની, અન્યાય સામે લડવાની, છડેચોક જવાબ આપવાની, અને પોતાની સુરક્ષા જાતે કરવાની, કેમ કે સમય જોઈને લાગતું નથી કે કોઈને ફક્ત વાતો સાંભળવા સિવાય બીજા કોઈ કાર્યમાં રસ હોય, બસ હવે લડવાનું પોતાની જાત માટે, ઈજ્જત માટે, સ્વાભિમાન માટે અને તમામ આપણી બહેન અને દિકરીઓ માટે.. બાકી કાલે નિર્ભયા હતી આજે ગ્રીષ્મા છે અને કાલે કોઈક નવી જ ખીલેલી કળી..સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “