બ્લેક ફંગસના કેસો વધતા ડોક્ટરોમાં વધી ચિંતા: ગુજરાત સહિત આ રાજ્યોમાં ધડાધડ વધી રહ્યા છે કેસો, જાણી લો આ લક્ષણો નહિં તો…

કોરોના સાથે બ્લેક ફંગસનો કહેર… અંતિમ સફરમાં પણ અવરોધો… હવે શું થશે?

અત્યારે આખો દેશ જાણે કે હોસ્પિટલો, એમ્બ્યુલન્સો, દર્દીઓને લઈ જતા વાહનોમાં જ દોડી રહ્યા છે. રિક્ષા-કાર-ટ્રક-ટ્રેનો અને ઘણી વખત સાયકલો – સ્કૂટરો અને લારીઓ દ્વારા દોડી દોડીને હોસ્પિટલ તરફ પોતાના તડપતા સ્વજનોને લઈને જતા મજબૂત લોકો, હોસ્પિટલો, હાઉસફૂલ થતા બહાર લાગતી આ બધા વાહનો તથા એમ્બ્યુલન્સોની લાઈનો તથા ઘણી હોસ્પિટલોની અંદર પણ જે અવ્યવસ્થા અને અંધાધૂધીના દૃશ્યો હવે રોજીંદા બન્યા છે.

image source

લોકોની જિદગી બચાવવી મોંઘીદાટ બની ગઈ છે, તો મૃત્યુ પછી પણ કોરોનામાં જીવ ગુમાવનારા એ પાર્થિવ દેહોની હાલત દયનીય બની રહી છે. હવે તો બિહાર-યુપીમાં ગંગા-જમનામાં તરતા પાર્થિવ દેહોના ડઝનબંધ થપ્પા કોઈ કોઈ સ્થળે નદીકાંઠે તરતા તરતા પહોંચી ગયા હોવાના અહેવાલોએ લોકોને કાળજા કંપાવી દીધા છે. આ પ્રકારની સ્થિતિ ઉભી થવા પાછળ જવાબદાર કોણ ? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. એક તરફ કોરોનાનો કહેર ટપોટપ જિંદગીઓ છીનવી રહ્યો છે, તો બીજી તરફ ‘મ્યુકોર્માપકોસિસ’ એટલે કે ‘બ્લેક ફૂંગસ’ નામની બીમારીએ પણ હાહાકાર મચાવ્યો છે.

image source

આ બીમારી થવાના વિવિધ કારણો અને તેની અસરો અંગે જુદાજુદા અભિપ્રાયો આવી રહ્યા છે આ બીમારીઓ પણ હાહાકાર મચાવ્યો છે. આ બીમારી થવાના વિવિધ કારણો અને તેની અસરો અંગે જુદાજુદા અભિપ્રાયો આવી રહ્યા છે, આ બીમારીમાં ઘણાં દર્દીઓના જીવ બચાવવા તેની આંખો કાઢી નાંખવી પડતી હોય છે, તો ઘણા લોકોને મગજ સુધી તેની અસર પહોંચી જતાં ઘાતક બની જતી આ બીમારીએ દેશભરમાં એક નવી જ ચિન્તા ઉભી કરી દીધી છે.જામનગરમાં પણ ૪૦ જેટલા દર્દીની જી.જી. હોસ્પિટલમાં સારવાર શરૂ થઈ છે.

image source

મ્યૂકરમાઈકોસિસને બ્લેક ફંગસના નામે પણ ઓળખવામાં આવે છે. કોરોનાના દર્દીને સ્ટીરોઈડ આપવાના કારણે આ રોગ થાય છે. હાલમાં દેશમાં અનેક રાજ્યોમાં આ કેસ વધતા ડોક્ટર્સની ચિંતા વધી છે. દેશમાં કોરોના વાયરસના દર્દીમાં બ્લેક ફંગસનો ખતરો એટલે કે મ્યુકરમાઈકોસિસે ડોક્ટર્સની ચિંતા વધારી છે. એમ્સના ડાયરેક્ટરે કહ્યું છે કે બ્લેક ફંગસના કેસ આવનારા સમયમાં ચિંતા વધારી શકે છે. દેશના ડોક્ટરોએ આ બીમારી સામે લડવા તૈયાર રહેવું પડશે. બ્લેક ફંગસ અને મ્યૂકરમાઈકોસિસના કારણે આંખને નુકસાન થાય છે અને સાથે આ બીમારીના 50 ટકા દર્દીઓના મોત થાય છે. જાણો શું છે આ બીમારીના ખાસ લક્ષણો.

મ્યુકરમાઈકોસિસના લક્ષણો

આ બીમારીમાં આંખ અને નાકની પાસેની સ્કીન લાલ થાય છે. તાવ, માથુ દુઃખવું, ખાંસી, શ્વાસ લેવામાં સમસ્યા, લોહીની ઉલ્ટી,માનસિક સ્થિતિમાં ફેરફાર પણ જોવા મળી શકે છે. ડાયાબિટિસના દર્દી અને નબળી ઈમ્યુન સિસ્ટમ ધરાવતા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કોરોના રિકવર પેશન્ટમાં નાકમાં સોજા, ચહેરાની એક તરફ દર્દ, નાકી રેખા પર કાળાશ, દર્દ, ધૂંધળું દેખાવવું વગેરે સમસ્યા જોવા મળે છે.

image source

ગુજરાત

ગુજરાતમાં પણ બ્લેક ફંગસના કેસ વધી રહ્યા છે. અહીં સરકારી હોસ્પિટલમાં 500થી વધુ કેસ આવ્યા છે. અહીં આ માટે સ્પેશ્યિલ વોર્ડ બનાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર

અહીં કોરોના બાદ દુર્લભ અને ગંભીર ફંગલ ઈન્ફેક્શનના કારણે મ્યૂકરમાઈકોસિસના 52 લોકોના મોત થયા છે. પુણેમાં આ રોગના 270 કેસ આવી ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં 2000થી વધારે દર્દીઓ આ બીમારીનો શિકાર હોઈ શકે છે.

યૂપી

અહીં કોરોના મહામારી બાદ બ્લેક ફંગસની બીમારીએ દસ્તક આપી છે. મેરઠ અને લખનઉમાં દર્દી મળી રહ્યા છે. સરકારે આ બીમારી સામે લડવા 12 ડોક્ટરની સ્પેશ્યિલ ટીમ બનાવી છે.

image source

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં કોરોનાથી વધારે ખતરો બ્લેક ફંગસનો જોવા મળી રહ્યો છે. ભોપાલમાં બનેલા કોરોના કંટ્રોલ રૂમમાં રોજ 200 કોલ બ્લેક ફંગસ સંબંધિત આવી રહ્યા છે.

બિહાર

શનિવારે સાંજ સુધીની વાત કરીએ તો અહીં કુલ 30 કેસ બ્લેક ફંગસના મળ્યા છે. તેમાં પટના એમ્સમાં પેશન્ટ એડમિટ છે તો સાથે પટના, નેઉરા, આરા, બક્સર, નવાદા, મુઝફ્ફરપુર, ઔરંગાબાદના લોકો સામેલ છે.

રાજસ્થાન

જોધપુર એમ્સમાં રોજ 2 બ્લેક ફંગસ દર્દીનું ઓપરેશન થાય છે. અહીં 50 લોકોના સંક્રમિત હોવાની માહિતિ મળી રહી છે.

હરિયાણા

અહીં કોરોના બાદ બ્લેક ફંગસનો ખતરો વધી રહ્યો છે. સિરસામાં પણ બ્લેક ફંગસના 7 દર્દીઓ મળ્યા છે. જેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!